હેમા માલિનીને પટાવવા માટે ફિલ્મ ‘શોલે’ ના સેટ પર કંઈક આવા કામ કરતા હતા ધર્મેંદ્ર

બોલિવુડ

બોલીવુડ ફિલ્મોમાં બતાવવામાં આવતો પ્રેમ જોઈને લાગે છે કે આવું જ રિયલ લાઈફમાં પણ હોય. ફિલ્મોમાં બતાવવામાં આવતો અભિનેત્રી અને અભિનેતાનો પ્રેમ, તેમનું એક બીજાને ઈંપ્રેસ કરવા, પ્રપોઝ કરવું તે બધું ફિલ્મી હોય છે, પરંતુ દરેક છોકરી એ જ ઈચ્છે છે કે કોઈ છોકરો તેના માટે કંઈક આવું જ કરે. જણાવી દઈએ કે આજે અમે તમને બોબોલીવુડની આવી જ એક કપલ વિશે જણાવીશું જેમાં છોકરાએ છોકરીને ઈંપ્રેસ કરવા માટે ફિલ્મની મદદ લીધી અને તેનું દિલ જીતી લીધું.

આપણે વાત કરી રહ્યા છીએ બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની અને ધર્મેન્દ્ર વિશે. જણાવી દઈએ કે આ બંનેની લવ સ્ટોરી બોલીવુડની એક પ્રખ્યાત અને ક્યૂટ લવ સ્ટોરીમાંથી એક છે. હેમા માલિનીની સુંદરતા વિશે વાત કરીએ તો તેમના પર દરેક ફીદા થઈ જતાં હતા. અને આવી સ્થિતિમાં ધર્મેન્દ્ર પણ તેમના પર પોતાનું દિલ હારી ચૂક્યા હતા. હેમાની સુંદરતામાં ધર્મેન્દ્ર સંપૂર્ણ પાગલ થઈ ગયા હતા. અને આજે પણ તેમની જોડી એક ઉદાહરણ આપે છે. જણાવી દઈએ કે આ બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી ન હતી.

જણાવી દઈએ કે ધર્મેન્દ્ર હેમા માલિનીને ઈંપ્રેસ કરવાની કોઈ તક છોડતા ન હતા અને તે ઘણીવાર કોઈને કોઈ તક શોધી જ લેતા હતા જેનાથી હેમાને ઈંપ્રેસ કરી શકે. ધર્મેન્દ્ર અને હેમાની લવ સ્ટોરી અને ધર્મેન્દ્રનું હેમાને પટાવવા માટે કરેલા પ્રયત્નોનો એક કિસ્સો આજે અમે તમને અમારી આ પોસ્ટમાં જનાવીશું.

ફિલ્મ શોલેમાં હેમા માલિની અને ધર્મેન્દ્ર એક સાથે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાંથી જ ધર્મેન્દ્રએ હેમા માલિનીને પટાવવાનું શરૂ કર્યું હતું. હેમાને પટાવવા માટે ધર્મેન્દ્રએ લાઈટસમેન સાથે પોતાની એક અલગ યોજના બનાવી હતી. અહેવાલો અનુસાર, શોલેનું શૂટિંગ શોર્ટ થઈ રહ્યું હતું, જેમાં એક સીનમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની રોમેંટિક સીન હતો અને ધર્મેન્દ્ર આ શોર્ટને વારંવાર કરાવતા હતા. અને તેના દ્વારા તે હેમા માલિનીની નજીક જવા ઈચ્છતા હતા.

અહેવાલો અનુસાર ધર્મેન્દ્રએ લાઈટબોય સાથે એક ડીલ કરી હતી, જ્યારે તે તેનો કાન ખેંચે ત્યારે તેનો અર્થ લાઈટબોયને ભૂલ કરવાની છે જેથી આ સીન ફરીથી શૂટ કરવામાં આવે અને જો તે તેના નાકને સ્પર્શ કરે છે, તો તેનો અર્થ શોટ બરાબર છે. જણાવી દઈએ કે આ સીનને ધર્મેન્દ્રએ ઘણી વખત પુનરાવર્તિત કરાવ્યો હતો.