જો કોઈ વ્યક્તિ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની અંદર કોઈ પણ કામ મેળવવા ઈચ્છે છે, તો તે તેના માટે સરળ નથી. તેના માટે એક મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. તમને આ પરીક્ષા વિશે જણાવતા પહેલા અમે મુકેશ અંબાણીના ઘર વિશે જણાવીશું, જેનાથી તમને અંદજ આવી જશે કે મુકેશ અંબાણીના ઘરનું કામ પણ મેળવવું આટલું મુશ્કેલ શા માટે છે.
મુકેશ અંબાણી રાજાઓ જેવું જીવન જીવવું પસંદ કરે છે. મુકેશ અંબાણીનું મુંબઈમાં લક્ઝરી ઘર છે જેનું નામ એન્ટીલિયા છે. 7 સ્ટાર હોટલ પણ તેની આગળ ફેલ છે. 200 કરોડ ડોલર માં બનેલા આ ઘરમાં 3 હેલિપેડથી લઈને સ્પેશિયલ થિયેટર સુધીની ઘણી સુવિધાઓ છે. તેમન ઘરમાં 24 કલાક કામ કરવા માટે 600 થી વધુ લોકો હાજર રહે છે.
એન્ટિલિયાની વિશેષતાઓ: મુંબઈમાં આવેલું 27 માળ ઊંચું ઘર ‘એન્ટીલિયા’ 400,000 ચોરસ ફૂટમાં બનેલું છે. 2010માં બનીને તૈયાર થયેલા આ ઘરની દેખરેખ 600 કર્મચારીઓ કરે છે. એન્ટિલિયાની નીચે પહેલા 6 માળ પાર્કિંગ માટે છે. જેમાં એક સાથે 168 કાર પાર્ક થઈ શકે છે.
પાર્કિંગની ઉપરના માળ પર 50 સીટ વાળો સિનેમા હોલ અને તેની ઉપર આઉટડોર ગાર્ડન બનેલું છે. પત્ની, બાળકો અને માતા સાથે અંબાણી ટોપ ફ્લોરથી બરાબર નીચે આવેલા ફ્લોર પર રહે છે. અહીં દરેકને રહેવા માટે અલગ માળ પણ છે.
મુકેશ અંબાણીના આ ઘરમાં એક માળ પરથી બીજા માળ પર જવા માટે 9 લિફ્ટ છે. ઘરમાં 1 સ્પા અને મંદિર પણ છે. આ ઉપરાંત યોગા સ્ટુડિયો, એક આઈસ્ક્રીમ રૂમ અને ઘણા સ્વિમિંગ પુલ છે.
એન્ટિલિયામાં કામ માટે મુશ્કેલ પરીક્ષા: અંબાણીના ઘરમાં કામ કરતા લોકો લક્ઝરી જીવન જીવે છે. અહીં નોકરી મેળવવા માટે તમારે ઘણી પરીક્ષાઓ પાસ કરવી પડે છે. અહીં નોકરી માટે વેકેંસી નીકળે છે. ત્યાર પછી વેકેંસી ફોર્મ ભરનારા લોકોને એક લેખિત પરીક્ષામાંથી પણ પસાર થવું પડે છે. આ પરીક્ષામાં હોટેલ મેનેજમેન્ટ અને જનરલ નોલેજ સાથે જોડાયેલા સવાલ હોય છે. જે આ પરીક્ષામાં ફેલ થાય છે તેમને બહારનો રસ્તો બતાવવામાં આવે છે.
ડ્રાઈવર માટે ટેંડર નીકળે છે: અંબાણીની પાસે સેંકડો કાર છે. જેના માટે અલગ-અલગ ડ્રાઇવરો રાખવામાં આવ્યા છે. અંબાણીના ડ્રાઈવર બનાવવા માટે અલગ-અલગ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે.
લાખો-કરોડોમાં છે પગાર: અંબાણીના ઘરમાં કામ કરતા લોકોનો પગાર લાખો અને કરોડોમાં છે. અંબાણીના ઘરમાં કામ કરતા લોકો પોતે પોતાના ઘરમાં ઘણા નોકર રાખતા હોય છે. ડ્રાઈવરોના પગારની વાત કરીએ તો તે બે લાખ રૂપિયા દર મહિને છે. ડ્રાઈવરથી લઈને નોકર સુધી દરેક અહીં લક્ઝુરિયસ લાઈફ જીવે છે.