ઈંસ્ટંટ ગ્લો મેળવવા માટે ચેહરા પર લગાવો પપૈયાની છાલ અને લીંબૂનો ફેઈસ પેક, વાંચો તેને બનાવવાની રીત

હેલ્થ

લીંબુ અને પપૈયા ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કરીને ત્વચામાં ગ્લો લાવી શકાય છે. માત્ર આ બે ચીજોનો ઉપયોગ કરીને પાર્લરમાં ગયા વગર તમને ઈંસ્ટંટ ગ્લો મળે છે. પપૈયાની છાલ અને લીંબુનો ફેઈસ પેક બનાવવો ખૂબ જ સરળ છે. તેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવની રીત.

ગોરા રંગ માટે ફેઈસ પેક: લીંબુ અને પપૈયાનો ફેઈસ પેક બનાવવા માટે, તમારે પપૈયાની છાલનો પાવડર, પપૈયાના ગુદા અને પાણીની જરૂર પડશે. પપૈયાની છાલનો પાઉડર તૈયાર કરવા માટે પપૈયાની છાલને તડકામાં સૂકાવા માટે રાખો. જ્યારે તે તડકામાં બરાબર સુકાઈ જાય, ત્યારે તેનો પાઉડર તૈયાર કરો. હવે એક બા

ઉલ લો. પપૈયાની છાલ પાવડર, પપૈયાના ગુદા અને થોડું પાણી નાખીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને ચહેરા અને ગળા પર લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. આ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ચહેરો સંપૂર્ણપણે બદલાઈ જશે અને કાળાશ દૂર થશે.

ખીલ માટે ફેઈસ પેક: ખીલ થાય ત્યારે આ પેક ચેહરા પર લગાવો. પપૈયા અને લીંબુનો આ ફેઈસ પેક પિમ્પલ્સને દૂર કરવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ફેઈસ પેક બનાવવા માટે, લીંબુનો રસ, મધ, પપૈયાની છાલનો પાવડર અને પાણીની જરૂર પડશે. એક બાઉલની અંદર પપૈયાની છાલનો પાવડર નાખો. ત્યાર પછી તેની અંદર મધ અને લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને બરાબર તૈયાર કરો અને તેને ચહેરા અને ગળા પર લગાવો. તેને 20 મિનિટ સુધી સૂકાવા દો. જ્યારે તે સુકાઈ જાય છે, ત્યારે ચહેરાને પાણીથી સાફ કરો. આ પેકનો ઉપયોગ કરવાથી ચહેરાના પિમ્પલ્સ દૂર થશે અને તેના ડાઘ ઓછા થવા લાગશે. આ સાથે ચેહરો ગ્લો કરશે. ખરેખર લીંબુનો ઉપયોગ કરવાથી ત્વચા પરની ફોલ્લીઓ દૂર થાય છે. તેનાથી ચહેરો ગ્લો કરે છે. લીંબુ લગાવવાથી કાળાશ પણ દૂર થાય છે અને ચહેરાની ત્વચા ચળકતી બને છે. સાથે જ પપૈયામાં વિટામિન-એ હોય છે. જે ત્વચાનું સમારકામ કરે છે.

કરચલીઓ દૂર કરે: આ ફેઈસ પેક કરચલીઓ દૂર કરે છે. આ ફેઈસ પેક તૈયાર કરવા માટે તમારે પપૈયાની છાલ પાવડર, લીંબુનો રસ, એલોવેરા જેલ અને થોડી હળદરની જરૂર પડશે. પહેલા આ ચીજોને બાઉલની અંદર મિક્સ કરો. તેમને સારી રીતે મિક્સ કર્યા પછી ચહેરા પર લગાવો. તેમને સારી રીતે સૂકાવા દો. પછી તેમને પાણીની મદદથી સાફ કરો. તેનાથી ચેહરા પરના ડાઘ દુર થાય છે. પપૈયાની છાલનો પાવડર લાઇટિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેને ચહેરા પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે. અઠવાડિયામાં બે વાર લીંબુ અને પપૈયાની છાલનો ફેસ પેક લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે.

અજમાવો આ ફેસ પેક પણ: દરરોજ ચહેરા અને ગળા પર લીંબુનો રસ લગાવવાથી ફાયદો થાય છે. દરરોજ સુતા પહેલા ચહેરા પર લીંબુનો રસ લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરો હંમેશા ગ્લો કરે છે.