એક સમયે CID માં દરવાજા તોડીને પ્રખ્યાત થયો હતો ‘દયા’, કારકિર્દી સમાપ્ત થયા પછી આજે જીવી રહ્યો છે કંઈક આવી લાઈફ

બોલિવુડ

ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલમાંથી એક ‘CID’ ને લોકો ખૂબ પસંદ કરે છે. સસ્પેન્સ થ્રિલરથી ભરેલી રસપ્રદ સ્ટોરીઓ સાથે, આ શોના દરેક પાત્રને પણ દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો. બીપી સિંહના નિર્દેશનમાં બનેલા શોના લગભગ ડોઢ હજાર એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા પરંતુ સૌથી વધુ ‘દરવાજા તોડનાર સીન’ એ ખૂબ લોકપ્રિયતા મેળવી.

ખરેખર CIDની આખી ટીમ જ્યારે એક મિશનને હલ કરે છે, ત્યારે એવી મુશ્કેલીમાં ફસાય જતી હતી કે તેમને દરવાજો તોડવો પડતો હતો. આવી સ્થિતિમાં એસીપી પ્રદ્યુમન તેમની ટીમના દયાને કહે છે કે ‘દયા દરવાજો તોડ દો’ તો દયા એક જ કિકમાં દરવાજો તોડી નાખે છે. ખાસ વાત એ છે કે શોમાં દયાનો રોલ નિભાવનાર અભિનેતાનું રિયલ નામ પણ દયાનંદ શેટ્ટી છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ દયાનંદ શેટ્ટીના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

જણાવી દઈએ કે દયાનંદ શેટ્ટીનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ કર્ણાટકમાં થયો હતો. એક્ટિંગની દુનિયામાં પગ મુકતા પહેલા દયાનંદ શેટ્ટી એક સ્પોર્ટ્સમેન હતા, પરંતુ ગંભીર ઈજાને કારણે તેમણે આ પ્રોફેશનને ટાટા બાય બાય કહી દીધું. પછી તેમને એક્ટિંગની ઓફર મળવા લાગી, ત્યાર પછી તેમણે પહેલી વખત અજય દેવગણની સુપરહિટ ફિલ્મ ‘દિલજલે’માં કામ કર્યું.

આ ફિલ્મમાં દયા એક ગનમેનના પાત્રમાં જોવા મળ્યો હતો, જોકે તેને સૌથી વધુ ઓળખ 1998માં શરૂ થયેલા શો ‘CID’થી મળી હતી. દયાનંદની આ પહેલી ટીવી સિરિયલ હતી અને આ દ્વારા તેણે ટીવીની દુનિયામાં એક અમીટ છાપ છોડી અને સાથે જ લોકોના દિલમાં પણ ખાસ જગ્યા બનાવી. આટલું જ નહીં પરંતુ દરવાજા તોડનાર સીનથી દયાનંદ શેટ્ટીને ખૂબ લોકપ્રિયતા મળી. તે આ શોમાં એટલા દરવાજા તોડી ચુક્યા છે જે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા લાયક છે.

જો કે દયાનંદ શેટ્ટીએ આ સીરિયલમાં 22 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ એક્ટિંગની દુનિયાથી ગાયબ દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે દયાએ વર્ષ 2014માં અજય દેવગણ સાથે ફિલ્મ ‘સિંઘમ’માં પણ કામ કર્યું હતું.

આ ફિલ્મમાં પણ દયાનંદ શેટ્ટી પોલીસની ભૂમિકામાં જોવા મળ્યો હતો જેમાં તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ત્યાર પછી તે રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા શોમાં પણ જોવા મળી ચુક્યો છે. દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર દયાનંદ લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. આવી સ્થિતિમાં ચાહકો તેને ફરીથી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ અત્યાર સુધીમાં તેમના આગામી પ્રોજેક્ટને લઈને કોઈ સમાચાર આવ્યા નથી. તે વર્ષ 2019 પછી ટીવીની દુનિયામાં જોવા નથી મળ્યો. રિપોર્ટ નું માનીએ તો દયા કર્ણાટકના મૈસૂર શહેરથી હવે તેની પત્ની અને પુત્રી સાથે મુંબઈમાં રહે છે અને પરિવાર સાથે જીવનનો આનંદ માણી રહ્યો છે.