ગણપતી બાપ્પાને ઘરે લાવતા પહેલા જાણી લો આ 5 નિયમ, એક પણ ભૂલ થઈ તો નહિં મળે શુભ ફળ

ધાર્મિક

દર વર્ષે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 31 ઓગસ્ટ 2022 બુધવારથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. અહીં ગણેશજીને દસ દિવસ સુધી રાખવામાં આવશે. પછી તેમનું વિસર્જન કરવામાં આવશે.

કહેવાય છે કે ઘરમાં ગણેશજીની સ્થાપના કરવી શુભ હોય છે. તેનાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. દુ:ખ દૂર થાય છે. પરંતુ ગણેશજીની સ્થાપના કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો લાભના બદલે નુકસાન થાય છે. તો ચાલો જાણીએ ગણેશ મૂર્તિની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક નિયમો.

 

આ દિશામાં રાખો મૂર્તિ: ઘરમાં ગણેશજીની મૂર્તિ ઘરના ઉત્તર પૂર્વમાં એટલે કે ઈશાન ખૂણામાં રાખવી જોઈએ. આ ઉપરાંત તમે ગણપતિ બાપ્પાને પશ્ચિમ કે ઉત્તર દિશામાં પણ મૂકી શકો છો. ગણેશજીનું મુખ દક્ષિણ દિશા તરફ ન રાખો. આ અશુભ છે. અહી ગણેશજીને રાખવાથી તેમને તમારી પૂજા તેમને લાગતી નથી. કહેવાય છે કે મોટાભાગની નકારાત્મક ઉર્જા દક્ષિણ દિશામાં રહે છે.

મૂર્તિ જમીન પર મૂર્તિ ન રાખો: ગણેશજીની મૂર્તિને ક્યારેય સીધી જમીન પર ન રાખવી જોઈએ. જો તમે લાકડાના આધારનો ઉપયોગ કરી રહ્યા છો તો પણ પહેલા ત્યાં લાલ કપડું પાથરો. તેના ઉપર ગણેશજી ને બિરાજમાન કરો. આમ કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે. તેમને આ સ્થિતિમાં ખૂબ આરામ પણ મળે છે.

ઉભા ગણેશજી ન લાવો: આજના મોડર્ન જમાનામાં અનેક પ્રકારના ગણેશ બજારમાં મળી જાય છે. પરંતુ તમે મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે ગણેશજી બેઠેલા હોય. ઉભા ગણેશજીની મૂર્તિની ક્યારેય પણ ઘરમાં સ્થાપના કરવામાં આવતી નથી. બેઠેલા ગણેશની મૂર્તિ જ શુભ છે.

મૂર્તિનો રંગ કેવો હોવો જોઈએ? બજારમાં ઘણા રંગોના ગણેશજી મળે છે. જોકે તમે કોઈપણ રંગના ગણેશજી ખરીદી શકો છો. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ સફેદ કે સિંદૂર રંગના ગણપતિ બાપ્પા સૌથી વધુ શુભ હોય છે. તેમને ઘરે સ્થાપિત કરવાથી વધુ સારું ફળ મળે છે.

સૂંઢ પર ધ્યાન આપો: જો ગણેશજીની સૂંઢ ડાબી બાજુ હોય તો તેમને વામુખી ગણપતિ કહેવામાં આવે છે. સાથે જ જમણી બાજુ તરફ સૂંઢ વાળા ગણપતિ સિદ્ધિવિનાયક કહેવાય છે. ડાબી બાજુ સૂંઢવાળા ગણપતિ એટલે કે વામુખી ગણેશજીની પૂજાના નિયમો સરળ હોય છે. પરંતુ જમણી બાજુ સૂંઢવાળા ગણપતિ એટલે કે સિદ્ધિવિનાયક ગણેશજીની પૂજાના ઘણા નિયમો છે. આટલા બધા નિયમોનું પાલન માત્ર મંદિર કે ધાર્મિક સ્થળ પર જ શક્ય હોય છે. એટલા માટે આપણે ઘરમાં વામુખી ગણપતિ સ્થાપિત કરવા જોઈએ.