ધનવાન બનવા માટે બસ રાખો આ ચીજોનું ધ્યાન, જીવનમાં ક્યારેય પણ નહીં આવે પૈસાની અછત

ધાર્મિક

જીવનમાં પૈસા ખૂબ જ જરૂરી હોય છે અને આ જ કારણ છે કે લોકો પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. જો કે ઘણા લોકો
એવા છે જેની પાસે પૈસા ટકાતા નથી. જો તમે પણ આ લોકોમાંથી એક છો જેમની પાસે પૈસા નથી ટકતા, તો આ લેખ જરૂર
વાંચો. કારણ કે આજે અમે તમને કેટલીક એવી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે વ્યક્તિ હંમેશા ગરીબ બની રહે
છે અને તેની પાસે પૈસા નથી ટકાતા. વાસ્તુ શાસ્ત્રમાં પૈસા સાથે સંબંધિત કેટલીક મહત્વની ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેના પર જો ધ્યાન આપવામાં ન આવે તો વ્યક્તિની સામે આર્થિક સમસ્યાઓ આવી જાઈ છે.

ફાટેલું ન રાખો પર્સ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખિસ્સામાં ક્યારેય પણ ફાટેલું કે ખાલી પર્સ ન રાખો. કારણ કે ફાટેલા પર્સમાં પૈસા ક્યારેય
નથી ટકતા. આ ઉપરાંત તમારા પર્સને ક્યારેય પણ ખાલી ન રાખો. કારણ કે ખાલી પર્સને અશુભ માનવામાં આવે છે. તેથી હંમેશા
તમારા પર્સમાં થોડા પૈસા જરૂર રાખો અને ફાટેલા પર્સની જગ્યાએ નવું પર્સ લઈ લો.

પહેરો સારા વસ્ત્રો: હંમેશા સારા વસ્ત્રો પહેરો. ફાટેલા અને ગંદા કપડા પહેરવાથી વ્યક્તિ હંમેશા ગરીબ રહે છે અને તેની પાસે પૈસા
નથી ટકતા. ફાટેલા કપડાને દુર્ભાગ્ય સાથે પણ જોડીને જોવામાં આવે છે.

ઘરની છત હોય સાફ: ઘણા લોકોના ઘરની છત ખૂબ જ ગંદી હોય છે અને લોકો તેના ઘરની છત પર કચરો રાખી દે છે. વાસ્તુ શાસ્ત્ર
અનુસાર ઘરની છત પર કચરો રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ સર્જાય છે અને તેના કારણે વ્યક્તિ પાસે પૈસા નથી જોડાતા. તેથી તમારા
ઘરની છતને હંમેશા સાફ રાખો અને છત પર કચરો જમા ન થવા દો.

બંધ ઘડિયાળ: જો તમારી ઘડિયાળ ખરાબ થઈ જાઈ તો તેને તરત જ દૂર કરો અથવા તેના બદલે નવી ઘડિયાળ લઈ આવો. બંધ
પડેલી ઘડિયાળ નકારાત્મકતા અને દુર્ભાગ્ય સાથે સંકળાયેલી છે અને બંધ પડેલી ઘડિયાળ અશુભતાની નિશાની પણ હોય છે.

ન રાખો આ ચીજો: તમારા ઘરમાં કાંટાદાર છોડ, નટરાજની મૂર્તિ, મહાભારત યુદ્ધ, તાજમહેલની તસવીર, યુદ્ધની તસવીર,
જંગલી પ્રાણીઓ અને ડૂબતી હોડીની તસવીર ન રાખો. આ બધી ચીજો અશુભ હોય છે અને પૈસાના નુકસાનનું કારણ બને છે.

ઘરને હંમેશા રાખો સ્વચ્છ: યાદ રાખો કે માતા લક્ષ્મી માત્ર તે જ લોકોના ઘરમાં વાસ કરે છે. જે લોકોના ઘરમાં સ્વચ્છતા હોય છે.
તેથી તમારા ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો અને ઘરમાં તૂટેલા વાસણો, તૂટેલો અરીસો, ખંડિત ભગવાનની મૂર્તિ અને તૂટેલું
ફર્નિચર જેવી ચીજો ન રાખો. ઘરમાં ચપ્પલ એક જગ્યાએ જ રાખો અને તેને વેરવિખેર નહીં. તમારું ઘર જેટલું સાફ હશે છે એટલા
જ તમે વધુ ધનવાન બનશો.

પર્સમાં ન રાખો આ ચીજો: તમારા પર્સમાં પૈસા સિવાયની ચીજો રાખવાથી બચો. પર્સમાં બિનજરૂરી કાગળના ટુકડા અને બિલ
રાખવાથી બિનજરૂરી ખર્ચ વધે અને પૈસા નથી જોડાઈ શકતા.