શનિદેવની ખરાબ અસરોથી બચવા માટે જરૂર કરો આ 5 માંથી એક ઉપાય

ધાર્મિક

શનિદેવ 29 સપ્ટેમ્બર, મંગળવારથી માર્ગી બનવા જઈ રહ્યા છે. તેઓ આ વર્ષે 11 મેના રોજ વક્રી થયા હતા. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહ મકર અને કુંભ રાશિના માલિક છે. મેષ રાશિ શનિદેવની નિમ્ન રાશિ છે, જ્યારે તુલા રાશિમાં, તેઓ ઉચ્ચ માનવામાં આવે છે. શનિની સીધી ચાલની અસર તમામ રાશિ પર શુભ અને અશુભ સ્વરૂપે પડશે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર શનિની ખરાબ અસર પડે છે તેના માટે શનિ ખૂબ જોખમી બને છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં શનિની ખરાબ અસરથી બચવા ઉપાય આપવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

લોખંડના વાસણમાં સરસવનું તેલ નાખો અને તેમાં તમારો ચહેરો જુઓ અને તે કોઈ ભિખારીને દાન કરો. જે લોકો પર શનિની ખરાબ અસર છે તેઓ શનિવારે માંસ અને દારૂનું સેવન કરવાનું ટાળો. અનૈતિક કાર્યોથી પણ દૂર રહેવું જોઈએ.

બ્રહ્મા પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવ કહે છે કે જે વ્યક્તિ દર શનિવારે પીપળના ઝાડને સ્પર્શ કરે છે, હું તેને ક્યારેય પરેશાન કરીશ નહીં અને તેના બધા કાર્યો પૂર્ણ થશે. તેથી દર શનિવારે પીપળના ઝાડને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. જે લોકો પીપળના ઝાડને સ્પર્શ કરીને 108 વખત ‘ૐ નમઃ શિવાય’ નો જાપ કરે છે તેમને માત્ર શનિ જ નહીં પરંતુ અન્ય અશુભ ગ્રહો દ્વારા પણ ત્રાસ મળતો નથી.

કાળા કપડામાં કપૂર લપેટીને શનિ મહારાજની આરતી કરો. આરતીને બધા રૂમમાં ફેરવો. તેનાથી ઘરની બધી નકારાત્મક શક્તિઓનો નાશ થશે. દર શનિવારે શનિ મહારાજને કાળા તલ ચઢાવો. તમે કાળા તલનું દાન પણ કરી શકો છો. આ સરળ ઉપાયથી તમે શનિદેવના આશીર્વાદ મેળવી શકશો અને શનિના ખરાબ પ્રભાવની તમારા પર કોઈ અસર નહીં પડે.

Leave a Reply

Your email address will not be published.