ધન પ્રાપ્ત કરવા માટે, મોક્ષદાયિની અમાસ દિવસે કરો આ દસ ઉપાય

ધાર્મિક

ભાદરવા મહિનાની અમાસ તિથિને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ તિથિ આ વર્ષે 17 ઓક્ટોબર પર આવી છે. શ્રાદ્ધ કર્મમાં આ તિથિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને મોક્ષદાયિની અમાસ કહેવામાં આવે છે. સર્વપિતૃ અમાસના દિવસે પિતૃની ખાતર કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જે બાબતો નીચે મુજબ છે.

સર્વપિતૃ અમાસના દિવસે, પિતૃ નિમિતે ભૂખ્યાં લોકોને ભોજન તરીકે મીઠા ભાત આપો. આમ કરવાથી ઘરની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને સંપત્તિ આવે છે.આ દિવસે પિતૃના આશીર્વાદ મેળવવા માટે બ્રાહ્મણોને ઘરે બોલાવો અને આદરપૂર્વક તેમને જમાડો અને તેમને દાન આપો અને તેમને દક્ષિણા આપો. આ કરવાથી તમારા પિતૃ ખુશ થશે.

આ દિવસે સવારે સ્નાન કર્યા પછી લોટની ગોળીઓ બનાવો અને તળાવ અથવા નદીના કાંઠે જઈને આ લોટની ગોળીઓ માછલીઓને ખવડાવો. આ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે.સર્વપિતૃ અમાસના દિવસે, તમારા ઘરે લીંબુ લાવો અને તેને આખો દિવસ તમારા ઘરમાં રાખો, અને રાત્રે સાત વાર તમારા પરથી ઉતારી લો અને તેને ચાર ભાગમાં વહેંચો અને એક ચોક પર ફેંકી દો. આ ઉપાય તમને ખરાબ નજરથી સુરક્ષિત કરે છે.

જો તમે કાલસર્પ દોષથી પીડિત છો, તો તમે સર્વપિતૃ અમાસના દિવસે ચાંદીના નાગ-નગિનની પૂજા કરો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. તમારી કુંડળીમાંથી કાલ સર્પ દોષ દૂર થશે.પિતૃના આત્માને શાંતિ માટે સર્વપિતૃ અમાસના દિવસે ગાય, કૂતરા અને કાગડાને ભોજન જરૂર કરાવવું જોઇએ.સર્વપિતૃ અમાસના દિવસે કાળા કૂતરાને તેલથી ચોપડેલી રોટલી ખવડાવવાથી શત્રુનો ડર દૂર થાય છે અને શત્રુઓ પરાજિત થાય છે.

સર્વપિતૃ અમાસના દિવસે 5 લાલ ફૂલો 5 દિવા વહેતી નદીમાં પ્રવાહિત કરો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.સર્વપિતૃ અમાસના દિવસે સાંજે, ઘરની ઈશાન બાજુએ પૂજા સ્થળે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આ કરવાથી તમને બધી ખુશીઓ મળશે.પાપ મુક્તિ માટે સર્વપિતૃ અમાસના દિવસે કીડીઓને ખાંડ અને રોટલી ખવડાવો. આ કરવાથી તમને બધા પાપોથી મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published.