આપણા જ્યોતિષશાસ્ત્રમાં દરેક ચીજનો પોતાનો અર્થ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા શરીર પર તલ હોવા ખૂબ જ ખાસ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શરીર પરના તલ આપણા જીવન વિશે ઘણી ખાસ વાતો જણાવે છે. તલ જોઈને આપણે વ્યક્તિના સ્વભાવથી લઈને તેના ભવિષ્ય સુધી જાણી શકીએ છીએ. તેવી જ રીતે આજે અમે તમને શરીર પરના તલ વિશે પણ કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
કપાળ પર: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિના કપાળની જમણી બાજુ તલ હોય છે. તે લોકો બહુમુખી પ્રતિભાના ધની હોય છે. આ લોકો પોતાના જીવનમાં જે પણ મેળવવા ઈચ્છે છે, તે તેમને મળે છે.
ડાઢી પર: એવું કહેવાય છે કે જે વ્યક્તિની ડાઢી પર તલ હોય છે. તે વ્યક્તિને ભવિષ્યમાં ખૂબ જ મોટું પદ મળે છે.
આંખો પર: શાસ્ત્રોમાં જે વ્યક્તિની આંખો પર તલ હોય છે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિની આંખો પર તલ હોય છે. તે વ્યક્તિ લોકો સાથે સરળતાથી ભળી જાય છે.
પગના તળિયા પર: શાસ્ત્રો મુજબ પગના તળિયા પર તલ હોવા પર વ્યક્તિને દુનિયામાં ઘણી જગ્યા પર મુસાફરી કરવાની તક મળે છે.
હૃદયની મધ્યમાં: એવું કહેવાય છે કે જે વ્યક્તિના હૃદયની મધ્યમાં તલ હોય છે તે વ્યક્તિ મીઠો વ્યવહાર ધરાવતા હોય છે.
નાભિ પર: જે લોકોની નાભિની આસપાસ તલ હોય છે, તે લોકો ખાવા-પીવાના ખૂબ જ શોખીન હોય છે. આ ઉપરાંત તેમની પાસે ક્યારેય પૈસાની કમી થતી નથી.
ડાબા ગાલ પર: શાસ્ત્રો મુજબ જે મહિલાના ડાબા ગાલ પર તલ હોય છે, તેમને જીવનમાં કોઈ ચીજની કમી થતી નથી. આવી મહિલાઓ પોતાનું આખું જીવન ખુશીથી પસાર કરે છે.