સોલિડ બોડી, ખતરનાક સ્ટંટ અને જબરદસ્ત એક્ટિંગ.. તમારા ફેવરિટ સ્ટાર ટાઈગર શ્રોફ આજે તેમનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ટાઈગરનો જન્મ 2 માર્ચ, 1990ના રોજ જેકી શ્રોફ અને આયશાના ઘરે થયો હતો, પરંતુ તેમણે પોતાની ઓળખ પોતાના દમ પર બનાવી છે. ‘હીરોપંતી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા પછી તેમની ફેન ફોલોઈંગ સતત વધતી ગઈ. ટાઈગરે પોતાની એક્શનની સાથે સાથે પોતાના ડાન્સથી પણ એક અલગ ઓળખ બનાવી છે. તેમણે તાઈકવાન્ડોમાં મહારત મેળવી છે અને બ્લેક બેલ્ટ પણ મેળવી ચુક્યા છે. ડાન્સમાં ટાઇગર શ્રોફના આઇકોન માઇકલ જેક્સન અને રિતિક રોશન છે. લાખો દિલો પર રાજ કરનાર ટાઈગર શ્રોફ સતત સફળતાની સીડીઓ ચઢી રહ્યા છે, હવે તાજેતરમાં જ ટાઈગર શ્રોફ એક વિશાળ લક્ઝરી ઘરના માલિક બન્યા છે.
A-લિસ્ટેડ અભિનેતાઓમાં શામેલ ટાઈગર શ્રોફે મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં એક લક્ઝરી ઘર ખરીદ્યું છે. ટાઈગરે જ્યાં ઘર લીધું છે ત્યાં ઘણી મોટી હસ્તીઓ રહે છે અને અહીં રહેવું દરેકનું સપનું છે. ટાઇગર શ્રોફે મુંબઈના ખાર વેસ્ટમાં રૂસ્તમજી પેરામાઉન્ટમાં આ ઘર લીધું છે, જેની ગણતરી સૌથી મોંઘા વિસ્તારોમાં થાય છે.
ટાઇગર શ્રોફે પોતાના અને પરિવાર માટે ખારમાં નવું 8BHK ઘર ખરીદ્યું છે. આ લક્ઝરી ઘરમાં ઓપન-એર જિમ, ડાન્સ સ્ટુડિયો, આર્ટિફીશિયલ રોક ક્લાઇમ્બિંગ અને ઘણું બધું હોવાની સાથે-સાથે સી વ્યૂ પણ છે. આ વિસ્તારમાં એશ્વર્યા રાય બચ્ચન અને રિતિક રોશન સહિત અનેક સેલિબ્રિટી રહે છે.
ટાઈગર શ્રોફ ખારના રૂસ્તમજી પેરામાઉન્ટમાં શિફ્ટ થઈ ગયા છે. આ બિલ્ડિંગમાં હાર્દિક પંડ્યા, રાની મુખર્જી અને કુણાલ પંડ્યાનું પણ લક્ઝરી ઘર છે. ટાઈગર શ્રોફનું આ નવું ઘર સુપર લક્ઝુરિયસ છે અને તેમાં ઘણી લક્ઝરી સુવિધાઓ છે. બોલિવૂડ અભિનેતાએ 31.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
ટાઈગરનું આ નવું ઘર 8 બેડરૂમનું છે. જેને ખૂબ જ સુંદર ઈન્ટિરીયરથી સજાવવામાં આવ્યું છે. આ ઘરમાં ટાઇગરની સાથે તેના માતા-પિતા જેકી શ્રોફ, આયશા અને બહેન ક્રિષ્ના શ્રોફ પણ રહેશે. જણાવી દઈએ કે ટાઈગર શ્રોફનો પરિવાર પહેલા કાર્ટર રોડ પરની એક બિલ્ડિંગમાં ભાડા પર રહેતો હતો.
ટાઇગરના કોમપ્લેક્સ એરિયામાં ફિટનેસ સ્ટેશન અને આર્ટિફિશિયલ રોક ક્લાઇમ્બિંગ એરિયા પણ છે. ઘરમાં વર્કઆઉટ એરિયા પણ છે. જ્યાં ટાઇગર ઘણીવાર જીમ કરતા જોવા મળે છે.
ટાઇગર શ્રોફ 31 કરોડથી વધુની કિંમતના ઘરના માલિક છે. આ લક્ઝરી ઘરમાં જિમથી લઈને ડાન્સ સ્ટુડિયો માટે ખાસ જગ્યા તૈયાર કરવામાં આવી છે. ટાઈગરનું કાર કલેક્શન પણ જોવા જેવું છે. BMW, SS Jaguar 100, Land Rover Range Rover જેવી કાર આ લિસ્ટમાં શામેલ છે.
જેકી શ્રોફનો લાડલો પુત્ર ટાઈગર શ્રોફ લક્ઝરી લાઈફ જીવવાનું પસંદ કરે છે. વાત કરીએ અભિનેતાની નેટવર્થ વિશે તો તમને જણાવી દઈએ કે 2021 સુધીમાં તેની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયા હતી. ટાઇગર શ્રોફ તેમની દરેક ફિલ્મ માટે 12-13 કરોડ રૂપિયા ફી તરીકે ચાર્જ કરે છે.
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર શ્રોફ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ગણપત’માં જોવા મળશે, જેનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તે ‘હીરોપંતી 2’માં પણ જોવા મળશે, જેનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે.