ટાઇગર શ્રોફે મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં લીધું ઘર, બાલકનીમાંથી લઈ શકે છે અરબ સાગરની મજા, જુવો તેમના ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં પૈસા ખૂબ છે. ખાસ કરીને જો તમે સફળ અભિનેતા છો તો પૈસા તમારી પાસે આવતા જ રહે છે. જ્યારે વધારે પૈસા હોય છે તો સેલેબ્સ ખર્ચ પણ વધુ કરે છે. તેમની લાઈફસ્ટાઈલ પણ ખૂબ જ લક્ઝરી રહે છે. તેઓ પોતાના માટે લક્ઝરી ઘર પણ ખરીદે છે. જેકી શ્રોફનો પુત્ર ટાઇગર શ્રોફ પણ એક એવો કલાકાર છે જે ફિલ્મો દ્વારા ખૂબ પૈસા કમાઈ રહ્યો છે.

ટાઇગરે પોતાની કારકિર્દીની શરૂઆત 2014 માં ‘હીરોપંતી’ ફિલ્મ થી કરી હતી. ત્યાર પછી તે બાઘી 1-2-3, ધ ફ્લાઇંગ જાટ, વોર, મુન્ના માઇકલ અને સ્ટુડન્ટ ઓફ ધ યર 2 જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. આ ઉપરાંત તે બ્રાન્ડ પ્રમોશન અને ઇવેન્ટ્સ વગેરે કરીને પણ સારી કમાણી કરે છે. ટાઇગર અત્યાર સુધી કાર્ટર રોડ પર એક બિલ્ડિંગમાં ભાડા પર રહેતો હતો. પરંતુ હવે પૈસા આવતાની સાથે જ તેણે એક લક્ઝરી ઘર ખરીદ્યું છે. તેમનું આ નવું ઘર મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં છે.

ખરેખર ટાઇગર શ્રોફે પોતાનું નવું ઘર મુંબઈના ખાર વેસ્ટમાં રૂસ્તમજી પેરામાઉન્ટમાં લીધું છે. આ વિસ્તારને મુંબઈનો સૌથી મોંઘો વિસ્તાર પણ માનવામાં આવે છે. તે એક અલ્ટ્રા-એક્સક્લૂસિવ અને સેફ ગેટેડ કમ્યુનિટી છે. અહીં તમને 2, 3, 4, 5, 6 અને 8 BHK એપાર્ટમેન્ટ જોવા મળી જાય છે.

ટાઇગરના એપાર્ટમેન્ટની વાત કરીએ તો તેણે સૌથી મોંઘુ અને સૌથી મોટું 8 BHK વાળું ઘર લીધું છે. આઠ રૂમવાળું આ મોટું ઘર લેવાનું કારણ તેમનો પરિવાર છે. ટાઇગર આ નવા ઘરમાં તેમના પરિવાર સાથે રહેવાનો છે. આ નવા ઘરમાં ટાઇગર સાથે તેના માતા -પિતા અને બહેન કૃષ્ણા શ્રોફ રહેશે. આ ઘર અંદરથી જોવામાં ખૂબ જ સુંદર છે.

તેની સુંદરતામાં વધારો કરવા માટે તેને ટાઇગરે જ્હોન અબ્રાહમના ભાઈ એલેન દ્વારા ડિઝાઇન કરાવ્યું છે. એલેન આ પહેલા પણ ઘણા સેલેબ્સના ઘરો ડિઝાઇન કરી ચુક્યો છે.

ટાઈગરના આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં જિમ, ગેમ રૂમ, સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તેમના કોમ્પ્લેક્સ પરથી અરબ સાગરનો સુંદર નજારો સ્પષ્ટ જોઈ શકાય છે. આ જગ્યા એટલી સારી છે કે અહીં રહેવાનું સપનું ઘણા સેલેબ્સ જુવે છે.

રાની મુખર્જી, મેઘના ઘઈ પુરી, દિશા પાટનીથી લઈને હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા સુધી ઘણા સ્ટાર્સ અહીં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. ટાઈગરના ઘરમાં એંટર થતાની સાથે જ ખૂબ સારી ફીલિંગ આવે છે. અહીંનું વાતાવરણ મગજને રિલેક્સ કરી દે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર છેલ્લે ‘બાઘી 3’માં જોવા મળ્યો હતો. થોડા સમય પહેલા 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના પ્રસંગ પર, ‘વંદે માતરમ’ નું રિપ્રાઈઝ્ડ વર્ઝન રિલીઝ થયું હતું. આ ગીતમાં ટાઇગર શ્રોફે પોતે પોતાનો અવાજ આપ્યો હતો. તે ચાહકોને ખૂબ પસંદ આવ્યું હતું. આટલું જ નહીં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટાઇગરના આ ગીતની પ્રશંસા કરી હતી.

સાથે જ ટાઇગરે તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘ગણપત’નું ટીઝર શેર કર્યું છે. આ ટીઝર શેર કરતી વખતે, તેમણે માહિતી આપી કે આ ફિલ્મ 23 ડિસેમ્બર 2022 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.