હિન્દી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાં ત્રણ ખાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ પોતાનું સ્થાન ધરાવે છે. આ ત્રણેય કલાકારોએ બોલિવૂડમાં એક ખાસ સ્થાન મેળવ્યું છે. બોલિવૂડમાં આ ‘ખાન તિકડી’ ખૂબ પ્રખ્યાત છે. આ ત્રણેયના દેશ-દુનિયામાં કરોડોની સંખ્યામાં ચાહકો છે.
સલમાન, શાહરૂખ અને આમિર ત્રણેયને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રીસ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ત્રણેય બોલિવૂડના મોટા સુપરસ્ટાર છે. આ ત્રણેય એ ખૂબ ખ્યાતિ મેળવવા ઉપરાંત ખૂબ સંપત્તિ પણ મેળવી છે. તો ચાલો આજે આપણે જાણીશું કે આ ત્રણેયમાંથી સૌથી અમીર કોણ છે અને ત્રણેયની રોજની કમાણી કેટલી છે.
શાહરૂખ ખાન: ‘કિંગ ઓફ રોમાન્સ’, ‘કિંગ ખાન’ જેવા નામોથી ખાસ ઓળખ ધરાવતા અભિનેતા શાહરૂખ ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1992માં ફિલ્મ ‘દીવાના’થી કરી હતી. આ પહેલા તેણે ‘ફૌજી’ નામની સિરિયલમાં કામ કર્યું હતું.
શાહરૂખ ખાન બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક છે. શાહરૂખ ખાન માત્ર ત્રણેય ખાનોમાં સૌથી અમીર નથી, પરંતુ તે બોલિવૂડના સૌથી અમીર અભિનેતા છે. તેમની કુલ સંપત્તિ 5900 કરોડ રૂપિયા છે. બોલિવૂડની સાથે સાથે શાહરૂખ દુનિયાના સૌથી અમીર કલાકારોમાંથી પણ એક છે. જો તેમની રોજની કમાણી વિશે વાત કરીએ તો એક દિવસમાં તે 1.4 કરોડ રૂપિયા કમાય છે.
સલમાન ખાન: ત્રણેય ખાણોમાં બીજા નંબર પર સલમાન ખાનનું નામ શામેલ છે. સલમાન ખાને આ વર્ષે હિન્દી સિનેમામાં 34 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1988માં આવેલી રેખા અને ફારૂક શેખની ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી થઈ હતી.
બોલિવૂડમાં મુખ્ય અભિનેતા તરીકે સલમાને ‘મૈંને પ્યાર કિયા’થી પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. સલમાન બોલિવૂડના સૌથી અમીર અભિનેતાઓમાંથી એક છે. તેમની કુલ સંપત્તિ 360 મિલિયન ડોલર એટલે કે 2900 કરોડ રૂપિયા છે. સલમાન ખાન એક ફિલ્મ માટે લગભગ 100 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. સાથે જ આ અભિનેતા એક દિવસમાં લગભગ 1 લાખ 27 હજાર ડોલરની કમાણી કરે છે.
આમિર ખાન: આ લિસ્ટમાં છેલ્લા સ્થાને આમિર ખાનનું નામ શામેલ છે. આમિર ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1988માં રિલીઝ થઈ હતી.
આમિર ખાન તેમના શ્રેષ્ઠ કામના કારણે ઈન્ડસ્ટ્રીમાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે પણ ઓળખાય છે. 34 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલા આમિર ખાનની કુલ સંપત્તિ લગભગ 225 મિલિયન ડોલર એટલે કે 1800 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.
વર્ષમાં માત્ર એક જ ફિલ્મ લાવનાર આમિર બોલિવૂડના સૌથી અમીર કલાકારોમાંથી એક છે. તમે આમિરની કુલ સંપત્તિ વિશે તો જાણી લીધું, સાથે જ હવે અમે તમને તેમની રોજની કમાણી વિશે પણ જણાવીશું. જણાવી દઈએ કે આમિરની એક દિવસની કમાણી લગભગ 42 હજાર ડોલર છે.