જાણો બોલિવૂડના ‘થ્રી ખાન’માં શામેલ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનમાંથી કોની પાસે છે સૌથી વધુ સંપત્તિ

બોલિવુડ

આજે, આપણી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા પ્રખ્યાત અને જાણીતા કલાકાર છે, જેમણે પોતાની ફિલ્મી કારકિર્દીના આધારે ગજબની સફળતા અને લોકપ્રિયતા મેળવી છે. આ સ્ટાર્સની વાત કરીએ તો આજે તેઓ વર્ષમાં માત્ર થોડી જ ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ આજે આ સ્ટાર્સની લોકપ્રિયતા એટલી વધી ચુકી છે કે પોતાની થોડી ફિલ્મોના દમ પર આ સ્ટાર્સ આજે કરોડો રૂપિયાની સંપત્તિ કમાઈ ચુક્યા છે.

આવી સ્થિતિમાં અમારી આજની આ પોસ્ટ દ્વારા, અમે બોલિવૂડના ત્રણ એવા ખૂબ જ પ્રખ્યાત અને ચર્ચિત કલાકારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે કોઈ અન્ય નહિં પરંતુ બોલિવૂડના ‘થ્રી ખાન’ છે. બોલિવૂડના આ ‘થ્રી ખાન’માં અભિનેતા શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનના નામ શામેલ છે.

શાહરૂખ ખાન: પોતાના લાખો ચાહકોની વચ્ચે કિંગ ખાનના નામથી પોતાની ઓળખ ધરાવતા બોલિવૂડના ખૂબ જ પ્રખ્યાત અને સફળ અભિનેતા શાહરૂખ ખાન આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવાય છે કે અભિનેતા શાહરૂખ ખાનની માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણી સંપત્તિ છે, અને હાલના સમયમાં અભિનેતા લગભગ 4000 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

સલમાન ખાન: પોતાના ચાહકોની વચ્ચે ભાઈજાનના નામથી પ્રખ્યાત બોલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રીના મેગાસ્ટાર સલમાન ખાન આ લિસ્ટમાં બીજા નંબર પર છે, જેમની ફિલ્મો માત્ર તેના નામથી જ સુપરહિટ બની જાય છે. સલમાન ખાનની વાત કરીએ તો અભિનેતા આજે માત્ર પોતાના કરોડો ચાહકોના દિલ પર રાજ જ નથી કરતા પરંતુ સાથે તેમણે શ્રેષ્ઠ કારકિર્દીના દમ પર ખૂબ સંપત્તિ પણ મેળવી છે. પ્રાપ્ત માહિતી મુજબ એવું કહેવાય છે કે આજે અભિનેતા સલમાન ખાન લગભગ 2100 કરોડની સંપત્તિના માલિક છે.

આમિર ખાન: આ લિસ્ટમાં છેલ્લું નામ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનું છે, જેઓ ખૂબ ઓછા બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ જ્યારે પણ આમિર ખાન હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે, ત્યારે તે ફિલ્મો દર વખતે ઘણા નવા રેકોર્ડ બનાવે છે, જે એ વાતનો પુરાવો છે કે અભિનેતા આમિર ખાન ખરેખર બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે. જોકે, પોતાના શરૂઆતના દિવસોમાં આમિર ખાન ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું કહેવાય છે કે આજે અભિનેતા આમિર ખાન લગભગ 1200 કરોડથી વધુની સંપત્તિના માલિક છે.

શા માટે ટોપ પર છે શાહરૂખ ખાન? જો શાહરૂખ ખાનની વાત કરીએ તો તેમાં કોઈ શંકા નથી કે સલમાન ખાન કે આમિર ખાનની જેમ તે પણ હવે ફિલ્મોમાં વધુ જોવા મળતા નથી. પરંતુ બીજી તરફ જો આપણે શાહરૂખ ખાનની વાત કરીએ તો લોકપ્રિયતાની બાબતમાં તેણે સલમાન ખાન અને આમિર ખાનને ઘણા પાછળ છોડી દીધા છે, તેના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ શાહરૂખ ખાનની મજબૂત ફેન ફોલોઈંગ છે. અને આ કારણથી શાહરૂખ ખાનની વિદેશમાંથી પણ મોટી આવક છે.