જીવનમાં પૈસાની સમસ્યા આવવા પર વાંચી લો શનિ દેવની આ કથા, પૈસાથી ભરાઈ જશે તમારું ઘર

ધાર્મિક

શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી સાઢે સાતી અને ઢૈય્યાથી રક્ષા થાય છે. ખરેખર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. માન્યતા મુજબ શનિદેવ દરેકને તેમના કર્મ મુજબ ફળ આપે છે. જે લોકો સારા કાર્યો કરે છે તેમને સારા ફળ આપે છે અને જે લોકો ખરા કર્મ કરે છે તેમને સજા આપે છે. આ ઉપરાંત શનિવારે શનિદેવની પૂજા કરવાથી પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. જીવનમાં પૈસાની સમસ્યા આવવા પર તમે બસ શનિવરે તેમની પૂજા કરો. પૂજા કરતી વખતે શનિદેવને તેલ અને એક રૂપિયો ચળાવો. સાથે નીચે જણાવેલી કથા પણ વાંચો.

એવું માનવામાં આવે છે કે જે લોકો આ કથા વાંચે છે. તેના જીવનમાં ક્યારેય પૈસાની અછત થતી નથી. ચાલો જાણીએ આ પૌરાણિક કથા. બ્રહ્મપુરાણ મુજબ પુત્ર મેળવવા માટે શનિદેવની પત્ની ઋતુ સ્નાન કરીને તેમની પાસે આવી. પરંતુ શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણના ધ્યાનમાં લીન હતા. તેને બહારની દુનિયાની કોઈ જાણકારી ન હતી. તેની પત્નીએ લાંબા સમય સુધી રાહ જોઈ અને થાકીને સૂઈ ગયા. જેના કારણે ઋતુ કાળ નિષ્ફળ થઈ ગયો.

આવું થવા પર તેમને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં આવીને તેમણે શનિદેવને શ્રાપ આપ્યો. શ્રાપ આપતા તેમણે કહ્યું કે આજથી તમે જેને જોશો, તે નાશ થઈ જશે. બીજી તરફ ધ્યાન તૂટવા પર શનિદેવે પોતાની પત્નીને સમજાવ્યા. શનિદેવની પત્નીને તેની ભૂલનો અહેસાસ થયો અને શ્રાપ અંગે ખૂબ પસ્તાવો પણ થયો. પરંતુ શ્રાપના પ્રતિકારની શક્તિ તેમની પાસે ન હતી. ત્યારથી શનિદેવ પોતાનું માથું નીચું રાખીને રહેવા લાગ્યા. કારણ કે તે ઈચ્છતા ન હતા કે કોઈનો નાશ થાય.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ ગ્રહ જો રોહિણીને ભેદ આપે છે. તો પૃથ્વી પર 12 વર્ષનું ઘોર દુર્ભિક્ષ પડી જાય અબે પ્રાણીઓનું બચવું મુશ્કેલ બની જાય. શનિ ગ્રહ જ્યારે રોહિણી વેધન કરીને વધી જાય છે ત્યારે આ યોગ આવે છે. આ યોગ મહારાજ દશરથના સમયમાં આવ્યો હતો. આ યોગને રોકવા માટે મહારાજ દશરથે શનિદેવ સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું હતું.

પ્રજાને આ મુશ્કેલીમાંથી બચાવવા માટે મહારાજ દશરથ તેમના રથ પર સવાર થઈને નક્ષત્ર મંડલ પહોંચ્યા હતા. શનિદેવને જોઈને તેમણે પહેલા તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી ક્ષત્રિય ધર્મ મુજબ તેમની સાથે યુદ્ધ કરવાની વાત કહી. શનિદેવ દશરથની સદભાવનાથી ખૂબ પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને તેણે વરદાન માંગવાનું કહ્યું. ત્યાર પછી શનિદેવ પાસે મહારાજ દશરથે વરદાન માંગ્યું કે જ્યાં સુધી સૂર્ય, નક્ષત્ર વગેરે વિદ્યમાન છે. ત્યાં સુધી તમે મુશ્કેલી વેધન ન કરો. શનિદેવે તેને આ વરદાન આપ્યું. આ સાથે દશરથે આ વરદાન પણ શનિદેવ પાસે માંગ્યું કે જે લોકો તેમની પૂજા દર શનિવારે કરે તે તેમને ક્યારેય પણ નુક્સાન નહિં આપે. કહેવામાં આવે છે કે શનિવારે મહારાજ દશરથ અને શનિદેવની આ કથા વાંચવાથી પૈસાની સમસ્યા દૂર થઈ જાય છે.