શિવજીના આ સરળ ઉપાયથી લગ્ન જીવનની દરેક સમસ્યા થઈ જશે દૂર, બસ કરવાનું રહેશે આ કામ

ધાર્મિક

ભગવાન શિવની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે અને જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આટલું જ નહીં શિવજીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. તેથી જે લોકોનું લગ્નજીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે તે લોકો સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરો અને તેમને પ્રસન્ન કરવા માટે નીચે જણાવેલ ઉપાય કરો. આ ઉપાયોને કરવાથી ભગવાન શિવ તરત જ પ્રસન્ન થઈ જશે અને તમારા લગ્ન જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર કરશે.

રુદ્રાક્ષ કરો અર્પણ: જે પતિ-પત્ની વચ્ચે ઘણીવાર વિવાદ થાય છે, તે સોમવારના દિવસે ગૌરી-શંકરની પૂજા એક સાથે કરો અને પૂજા કરતી વખતે તેમને રુદ્રાક્ષ અર્પણ કરો. ગૌરી-શંકરને રુદ્રાક્ષ ચળાવવાથી જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ સંપૂર્ણપણે સમાપ્ત થાય છે.

ચળાવો દૂધ: સોમવારના દિવસે સવારે ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ પર દૂધ ચળાવો. સતત 11 સોમવાર સુધી આ ઉપાય કરો. આમ કરવાથી તમારા જીવનમાં જે પણ દુ:ખ છે તે સમાપ્ત થઈ જશે.

બિલીપત્રથી કરો પ્રસન્ન: શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે અને જો સાચા મનથી શિવજીને બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો તે પ્રસન્ન થઈ દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. તેથી તમે શિવજીને બિલીપત્ર અર્પણ કરો. તમે 11 બિલીપત્ર લઈ તેના પર ચંદનની મદદથી ૐ લખો અને પછી એક એક બિલીપત્ર શિવજીને અર્પણ કરો. સાથે જ બિલીપત્ર ચળાવતી વખતે ૐ નમ: શિવાય: ના જાપ પણ કરો.

શિવ ચાલીસાનો પાઠ કરો: સોમવારના દિવસે મંદિરમાં જાઈને પહેલા શિવજીની પૂજા કરો. પૂજા કર્યા પછી શિવ પાસે એક ઘીનો દીવો પ્રગટાવી દો અને શિવ ચાલીસાના પાઠ કરો. શિવ ચાલીસાના પાઠ કરવાથી શિવજી સરળતાથી પ્રસન્ન થઈ જાય છે અને દરેક ઈચ્છાને પૂર્ણ કરે છે.

કરો શિવના મંત્રોનો જાપ: દરરોજ સવારે મંદિરમાં જઈને શિવજીને જળ અર્પણ કરો અને ૐ નમ: શિવાય: મંત્રના 101 વખત જાપ કરો. આ મંત્રના પાઠ કરવાથી તમારા જીવનના દુ:ખનો શિવજી નાશ કરશે.

કરો શિવનો અભિષેક: દૂધ, દહીં, ખાંડ, ઘી, મધ અને શેરડીનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણથી શિવજીનો અભિષેક કરો. અભિષેક કર્યા પછી શિવ પાસેથી ઈચ્છીત વરદાન માગી લો.