રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ પછી પડે છે વીજળી પરંતુ મંદિરને નથી પહોંચતુ નુક્સાન, જાણો તેના આ રહસ્ય વિશે

ધાર્મિક

હિંદુ ધર્મમાં એવા ઘણા દેવી-દેવતાઓ છે, જેની લોકો પૂજા કરે છે, દેશભરમાં એવા ઘણા પવિત્ર સ્થળ છે, જેની અંદર ભક્તોની મોટી ભીડ હંમેશા જોવા મળે છે, ઘણી વખત આ મંદિરોનો કોઈને કોઈ ચમત્કાર હોય છે જે ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે, એવા ઘણા મંદિરો છે, જેમાં કોઈને કોઈ વિશેષતા અને ચમત્કાર દુનિયા ભરમાં પ્રખ્યાત છે, આટલું જ નહીં ઘણા મંદિરો એવા પણ છે જે રહસ્યથી ભરપૂર છે, જેમનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી.

હિમાચલ પ્રદેશને દેવ ભૂમિ કહેવામાં આવે છે, આ જગ્યા પર દેવી-દેવતાઓના ઘણા મંદિરો હાજર છે, દેવભૂમિમાં એવા ઘણા પ્રખ્યાત મંદિર બનેલા છે જે પોતાની કોઈને કોઈ ખાસ વિશેષતા અને ચમત્કારો માટે દુનિયાભરમાં જાણીતા છે, આજે અમે તમને મહાદેવના એવા ચમત્કારિક મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે રહસ્યમય માનવામાં આવે છે, ખરેખર આ મંદિર પર દર 12 વર્ષ પછી આકાશીય વીજળી પડે છે, પરંતુ મંદિરને કોઈ પણ રીતે નુકસાન નથી પહોંચતું.

દેવભૂમિમાં આવેલા મહાદેવના આ મંદિરનું રહસ્ય આજ સુધી કોઈ પણ નથી ઉકેલી શક્યું, એવું માનવામાં આવે છે કે આ મંદિરની અંદર શિવલિંગ છે, જેના પર દર 12 વર્ષે વીજળી પડે છે, પરંતુ આ શિવલિંગને કોઈ નુકસાન નથી પહોંચતું, પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન શિવનું મંદિર જે ખીણ પર આવેલું છે તે સાપના રૂપમાં છે, મહાદેવે આ સાપનો વધ કર્યો હતો અને આ મંદિર પર 12 વર્ષમાં એક વખત ભયંકર વીજળી પડે છે વીજળી પડવાથી આ મંદિરમાં જે શિવલિંગ આવેલું છે તે ખંડિત થઈ જાઈ છે, પરંતુ ત્યાર પછી મંદિરના પૂજારી આ ખંડિત શિવલિંગ પર મલમ તરીકે માખણ લગાવે છે, ત્યાર પછી ભગવાન શિવજીને પીડાથી રાહત મળે છે, પુજારી ખંડિત શિવલિંગના ટુકડાને માખણ સાથે જોડી રાખે છે અને થોડા મહિનાઓ પછી શિવલિંગ નક્કર સ્વરૂપમાં બદલાઈ જાઈ છે.

મહાદેવના આ મંદિરની પાછળ એક પૌરાણિક કથા કહેવામાં આવે છે, એવું કહેવાય છે કે ઘણા સમય પહેલા કુલાંત નામનો રાક્ષસ અહીં રહેતો હતો, તેણે પોતાની શક્તિથી સાપનું રૂપ ધારણ કરી લીધું હતું, આ રાક્ષસે અજગરનું રૂપ ધારણ કરી મથાળ ગામની નજીક બ્યાસ નદીમાં કુંડળી મારીને બેસી ગયો જેના કારણે નદીનો પ્રવાહ અટકી ગયો હતો, અને ધીમે ધીમે પાણી એક જ જગ્યાએ વધવા લાગ્યું હતું, રાક્ષસે આવું એટલા માટે કર્યું જેથી અહીં પર રહેતા તમામ પ્રાણીઓ પાણીમાં ડૂબી સમાપ્ત થઈ જાઈ.

મહાદેવને રાક્ષસનું આ કૃત્ય જોઈ ખૂબ ગુસ્સો આવ્યો અને તે તેની પાસે જઈ કહેવા લાગ્યો કે તેની પૂંછડીમાં આગ લાગી છે, તો આ રાક્ષસે મહાદેવની વાત પર વિશ્વાસ કર્યો અને જેમ જ તેણે પાછળ જોયું ત્યારે જ મહાદેવે તેના ત્રિશૂળથી આ રાક્ષસનું માથું કાપી દીધું હતું, આ રાક્ષસનું વિશાળકાય શરીર પર્વતમાં રૂપાંતરિત થયું ગયું, જેને કુલ્લુના પર્વત તરીકે ઓળખવામાં આવે છે.

જ્યારે મહાદેવે આ રાક્ષસનો અંત કર્યો તો ત્યાર પછી તેણે ઈન્દ્રદેવને કહ્યું હતું કે તમે અહીં પર દર 12 વર્ષ પછી વીજળી પાડો, આ સમયથી આ મંદિર પર વીજળી પડતી રહે છે, વીજળી પાડવાના કારણે અહીં આવેલા શિવલિંગના ટુકડા ટુકડા થઈ જાય છે, પરંતુ ફરીથી અહીંના પૂજારી શિવલિંગ પર માખણ લગાવી તેને જોડી દે છે.