બુધવારના આ ઉપાય પ્રગતિના અવરોધો કરશે દૂર, મળશે સુખ-સંપત્તિ

ધાર્મિક

બુધવારને ગણપતિ મહારાજનો દિવસ માનવામાં આવે છે. બુધવારે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, તો તેનાથી વ્યક્તિની બધી સમસ્યાઓનો અંત આવે છે. બધા દેવતાઓમાં ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. બુધવારે ગણેશને પ્રસન્ન કરવાના ઉપાયોની સાથે બુધ ગ્રહ સાથે સંકળાયેલા ઉપાયો પણ કરવામાં આવે છે. જો બુધ ગ્રહ કોઈની કુંડળીમાં અશુભ પરિણામ આપી રહ્યો છે, આવી સ્થિતિમાં તમે કેટલાક સરળ ઉપાયોથી બુધ ગ્રહને શુભ બનાવી શકો છો. આજે અમે તમને કેટલાક એવા ખૂબ જ અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને ફાયદો થશે. બુધવારે આ ઉપાય કરવાથી તમારા જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થઈ જશે.

બુધવારે કરો આ અસરકારક ઉપાય: જો તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છો છો, તો તેના માટે બુધવારે મંદિરે જઈને આખા મગનું દાન કરો. જો તમે ઇચ્છતા હોય કે કુટુંબમાં ક્યારેય પણ અન્ન અને પૈસાની અછત ન આવે, તો આવી સ્થિતિમાં બુધવારે તમે 11 સફેદ કોડીઓ ગણેશ મંદિરમાં રાખો અને તેની યોગ્ય રીતે પૂજા-અર્ચના કરો. પૂજા કર્યા પછી આ કોડીને લાલ કાપડમાં બાંધો અને તમારા ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં અન્ન અને પૈસાની આવક થાય છે.

જો તમે ઇચ્છો છો કે તમને તમારા બધા કામમાં સફળતા મળે, તો પછી તમે બુધવારે સાંજે ઘરના એકાંત ખૂણામાં બેસો. તમે આસન પર બેસીને બુધ મંત્ર “ઑમ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ” નો જાપ 108 વાર કરો. જો તમે આ મંત્રનો જાપ કરો છો તો તેનાથી તમને તમારા બધા કાર્યોમાં સફળતા મળશે અને કામકાજમાં આવતા અવરોધો પણ દૂર થશે.

જો તમે ઇચ્છો છો કે તમને ધંધા-વ્યવસાયમાં પ્રગતિ મળે, તો તેના માટે બુધવારે આ ઉપાય જરૂર કરો. બુધવારે તમે એક માટીનો ઘડો લો અને તેની સાથે ઢાંકણ પણ લો. ઘડાની અંદર થોડી દક્ષિણા મૂકો અને તેનું કોઈ બ્રાહ્મણને દાન કરો. આ ઉપાય કરવાથી, વ્યવસાયમાં પ્રગતિ થવાની સંભાવના વધી જાય છે. જો પ્રગતિના માર્ગમાં કોઈ અવરોધ આવે છે, તો બુધવારે છોકરીને ભેટ આપો અને તેના આશીર્વાદ મેળવો. આ ઉપાય કરવાથી, પ્રગતિમાં આવતા અવરોધ આપમેળે દૂર થઈ જશે.

જો તમે ઇચ્છો છો કે તમારી કાર્યક્ષમતા મજબૂત હોય, તો આવી સ્થિતિમાં, તમે બુધવારે પાઈન વૃક્ષની પૂજા કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતા વધુ મજબૂત બને છે.જો તમે બુધવારે દેવી દુર્ગાને લીલા રંગની ચૂનરી ચળાવો છો અને માતા રાનીની સામે ઘીનો દીવો પ્રગટાવો છો, તો તેનાથી તમારા જીવનમાં સતત પ્રગતિ થતી રહેશે, ઉપરાંત જો તમે ઇચ્છો છો કે તમારા બાળકો સરકારી નોકરીની પરીક્ષામાં સફળતા મેળવે, તો પછી તમે માતા દુર્ગાનો મંત્ર “યા દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રુપેણ સંસ્થિતા।, નમસ્તસયૈ, નમસ્તસયૈ, નમસ્તસયૈ નમો નમઃ “નો જાપ કરો. તેનાથી બાળકને તેની સફળતા જરૂર મળશે.

40 thoughts on “બુધવારના આ ઉપાય પ્રગતિના અવરોધો કરશે દૂર, મળશે સુખ-સંપત્તિ

  1. Pingback: larotid 6mg
  2. Pingback: ivermectin tablet
  3. Pingback: ivermectin 6mg
  4. Pingback: ivermectin pill
  5. Pingback: viagra 50 mg cost
  6. Pingback: viagra 125 mg

Leave a Reply

Your email address will not be published.