માલામાલ બનાવી દેશે ગુરૂવારના આ ઉપાય, ટૂંક સમયમાં જીવનની દરેક સમસ્યા થશે દૂર

ધાર્મિક

ગુરુવારનો દિવસ બૃહસ્પતિ દેવતાનો દિવસ માનવામાં આવે છે. બૃહસ્પતિ દેવતાની પૂજા કરવાથી ટૂંક સમયમાં જ લગ્ન થઈ જાય છે અને જીવનની દરેક સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. તેથી તમે ગુરૂવારે આ ઉપાય કરીને જોવો. આ ઉપાય કરવાથી દરેક ઈચ્છા થશે પૂર્ણ.

કેળાના ઝાડની પૂજા કરો: ગુરુવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. ગુરુવારે કેળાના ઝાડ પર જળ ચળાવો. પાણી ચળાવ્યા પછી આ ઝાડમાં હળદર અને પીળી દાળ ચળાવો. ત્યાર પછી એક મૌલીનો દોરો આ ઝાડ પર બાંધી દો. આ કર્યા પછી એક ઘીનો દીવો પ્રગટાવો અને બૃહસ્પતિ દેવતાની કથા વાંચો.

કેળાનું દાન કરો: ગુરુવારે ગરીબ લોકોને કેળાનું દાન કરો. કેળાનું દાન કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થશે. જો કે આ વાતનું ધ્યાન રાખો કે આ દિવસે કેળાનું સેવન ન કરો. ગુરુવારે કેળાનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવતું નથી. કારણ કે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે અને આ ઝાડનું ફળ ખાવામાં આવતું નથી.

પીળા રંગનું ભોજન કરો: જે લોકો ટૂંક સમયમાં લગ્ન કરવા ઈચ્છે છે, તે લોકો આ દિવસે પીળા રંગનું ભોજન કરો. પીળા રંગનું ભોજન કર્યા ઉપરાંત તમે આ દિવસે હળદરના પાણીથી સ્નાન કરો અને સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. શક્ય હોય તો હળદરનું તિલક પણ લગાવો.

ધન લાભ માટે: ધંધામાં ધન લાભ માટે ગુરુવારે આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમને ધન લાભ મળવા લાગશે અને ધંધો યોગ્ય રીતે ચાલવા લાગશે. ધન લાભ માટે ગુરુવારે તમારા ધંધાના સ્થળ પર હળદરની માળા લટકાવો. આ કરવાથી ધંધો સારો ચાલવા લાગશે.

આવકમાં વધારો કરવા માટે: આવકમાં વધારો કરવા માટે ગુરુવારે ભગવાન લક્ષ્મી-નારાયણની પૂજા કરો અને તેમને લાડુ ચળાવો. આ ઉપરાંત ગરીબ લોકોમાં પીળા લાડુઓ પણ વહેંચો. આ ઉપાય ઉપરાંત ગુરુવારે તમારી તિજોરીમાં હળદરનો ટુકડો પણ રાખો. હળદરનો ટુકડો રાખવાથી હંમેશા તિજોરી પૈસાથી ભરેલી રહેશે.

પ્રગતી મેળવવા માટે: નોકરીમાં પ્રમોશન મેળવવા માટે ગુરૂવારે પીળા રંગના વસ્ત્રો અને પીળા રંગની ચીજોનું દાન કરો. આ ઉપરાંત ગરીબ લોકોને પીળા રંગનો હલવો પણ ખાવા માટે આપો. આ ઉપાય સતત પાંચ ગુરુવાર સુધી કરો. નોકરીમાં તમને પ્રમોશન મળશે.

વાળ ન ધોવા: ગુરુવારે ભૂલથી પણ તમારા વાળ ન ધોવો. આ દિવસે વાળ ધોવા યોગ્ય માનવામાં આવતું નથી. આ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. તેથી ગુરૂવારના દિવસે ઘરના કોઈ પણ સભ્ય વાળ ન ધોવે તેઉં ધ્યાન રાખો. સાથે જો શક્ય હોય તો આ દિવસે કપડા પણ ન ધોવો.