જો વાત ટીવીની દુનિયાની ફેમસ સીરિયલની હોય તો તેમાં નાગિનનું નામ સૌથી ઉપર આવે છે. અને આ સીરિયલનો આજે દર્શકોમાં ઘણો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. અને આ બાબતોને ધ્યાનમાં રાખીને આ સિરિયલની પાંચમી સીઝન પણ થોડા સમય પહેલા શરૂ થઈ ગઈ છે. તેમાં અભિનેત્રી સુરભી ચંદ્રાએ બાની, શરદ મલ્હોત્રાએ વીર અને અભિનેતા મોહિત સહગલ એ જયની ભૂમિકા નિભાવી છે. અને આ સિરિયલમાં આ ત્રણેયની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી રહી છે.
પરંતુ હવે આ ત્રણેયના આ ગ્રુપને પસંદ કરનારાઓ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઘણા સમાચારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાગિન શોમાંથી હવે જયનું પાત્ર સમાપ્ત કરવામાં આવી શકે છે, જેને અભિનેતા મોહિત સહગલ નિભાવી રહ્યા હતા. તો પ્રખ્યાત મનોરંજન કંપની પિંકવિલા દ્વારા કંઈક બીજું કહેવામાં આવી રહ્યું છે. પિંકવિલાના અહેવાલો અનુસાર વીરની ભુમિકા નિભાવી રહેલા અભિનેતા શરદ મલ્હોત્રા માટે હવે એક અભિનેત્રીની શોમાં એન્ટ્રી કરવામાં આવશે. અને આ અભિનેત્રી સુરભી ઉર્ફ બની અને શરદ ઉર્ફ વીર વચ્ચે અંતર લાવવાના પ્રયત્ન કરશે અને એક નવો લવ ટ્રાયેંગલ બનતો જોવા મળશે.
બીજી તરફ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નાગિન સીરીયલનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના કારણે અવારનવાર અહીં શોને લગતા સમાચારો આવતા રહે છે. અને આ શો એટલો લોકપ્રિય થઈ ગયો છે કે તેની સાથે જોડાયેલા તમામ સમાચાર આવતાની સાથે જ તે વાયરલ પણ થઈ જાય છે અને ટ્રેડિંગમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે આ શોના મહત્વના પાત્ર વિશે સમાચારો સામે આવી રહ્યા છે, જે બીજું કોઈ નહિં પરંતુ જયનું પાત્ર છે જેને અભિનેતા મોહિત સહગલ નિભાવી રહ્યા હતા.
અભિનેતા મોહિત સહગલને લઈને હવે એવા સમાચારો સામે આવી રહ્યા છે કે તે આગામી સમયમાં આ શો છોડી દેશે. એટલું જ નહીં, તેમની જગ્યાએ એક નવા અભિનેતાનું નામ પણ જણાવવામાં આવ્યું છે, જે શોમાં તેનું પાત્ર નિભાવતા જોવા મળશે. આ અભિનેતા બીજુ કોઈ નહીં પણ ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’ના પ્રખ્યાત અભિનેતા અરિજિત તનેજા છે, જેની શોમાં એન્ટ્રીના સમાચાર આવી રહ્યા છે. અરિજિતની વાત કરીએ તો તેણે પહેલા ટીવી જગતના કેટલાક પ્રખ્યાત શોમાં કામ કર્યું છે.
આવનારાએપિસોડ્સમાં, અરિજિતના પાત્રને બાનીનું પાત્ર નિભાવી રહેલી સુધા ચંદ્રા પ્રેમ થશે, જેના કારણે એક નવો લવટ્રાયેંગલ જોવા મળવાનો છે. અને સમાચારમાં એ પણ કહેવામાં આવે છે કે અરિજિત શોમાં નેગેટિવ ભૂમિકા નિભાવતા જોવા મળશે. જોકે હજી સુધી અભિનેતા અથવા શો ના ડાયરેક્ટર્સ દ્વારા આવી કોઈ પણ માહિતાના સમાચાર આવ્યા નથી. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં શોમાં કયો નવો ટ્વિસ્ટ આવવાનો છે અને શું ખરેખર શો ના ખૂબ જ ચર્ચિત પાત્રને નિભાવી રહેલા મોહિત સહગલને અરિજિત તનેજા દ્વારા રિપ્લેસ કરવામાં આવશે.
에볼플레이 먹튀검증 안전노리터