આ છે દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં છે વિષ્ણુજીના પગના નિશાન, જાણો ક્યાં આવેલું છે આ મંદિર

ધાર્મિક

ભગવાન વિષ્ણુના પાદચિહ્ન બિહારના ગયામાં આવેલા વિષ્ણુપદ મંદિરમાં છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરે જઈને વિષ્ણુજીના દર્શન કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. સાથે જ પિતૃનું તર્પણ કર્યા પછી અહીં આવીને પૂજા કરવાથી પિતૃને પુણ્યલોક મળે છે. આ એક એવું મંદિર છે. જ્યાં ભગવાન વિષ્ણુના પગ જોવા મળે છે. આ મંદિરમાં વિષ્ણુની મૂર્તિના બદલે તેમના પગના નિશાનની પૂજા કરવામાં આવે છે અને તેનો શણગાર દરરોજ રક્ત ચંદનથી કરવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે 18 મી સદીમાં મહારાણી અહિલ્યાબાઈ દ્વારા આ મંદિરનું નિર્માન કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં ભગવાન વિષ્ણુના પાદચિહ્નો સતયુગ કાળથી છે. મંદિરમાં બનેલા પાદચિહ્નો પર ગદા, ચક્ર, શંખ વગેરે અંકિત કરવામાં આવે છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી રહી છે. આ મંદિર ફલ્ગુ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે અને દર વર્ષે દૂર-દૂરથી લોકો અહીં પૂજા કરવા માટે આવે છે.

મંદિર સાથે જોડાયેલી માન્યતા અનુસાર, વિષ્ણુપદ મંદિરમાં ભગવાન વિષ્ણુના ચરણ ઋષિ મરીચીની પત્ની માતા ધર્મવત્તાની શિલા પર છે. એવું કહેવામાં આવે છે કે રાક્ષસ ગયાસુરને સ્થિર કરવા માટે ધર્મપુરીથી માતા ધર્મવત્તા શિલાને લાવવામાં આવી હતી. જેને ગયાસુર પર રાખીને ભગવાન વિષ્ણુજીએ પોતાના પગથી બદાવી હતી. ત્યાર પછી શિલા પર ભગવાનના ચરણ ચિહ્ન બની ગયા.

મંદિરમાં છે સોનાનો કળશ: વિષ્ણુપદ મંદિરની ટોચ પર 50 કિલો સોનાનો કળશ અને 50 કિલો સોનાનો ધ્વજ છે. ગર્ભગૃહમાં 50 કિલો ચાંદીનું છત્ર અને 50 કિલો ચાંદીનો અષ્ટપહલ છે. જેની અંદર ભગવાન વિષ્ણુજીના ચરણ પદુકા છે. ભગવાન વિષ્ણુના પગની લંબાઈ આશરે 40 સેન્ટિમીટર છે.

ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે મંદિર: વિષ્ણુપદ મંદિર ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. આ મંદિરને સોનાને ખસતા પત્થર કસૌટીથી બનાવવામાં આવ્યું છે. આ પત્થરો જિલ્લાના ઉતરી પ્રખંડના પત્થરકટ્ટીથી લાવવામાં આવ્યા હતા. આ મંદિરની ઉંચાઈ લગભગ 100 ફૂટ છે અને ત્યાં એક સભા મંડપ છે. જ્યાં 44 સ્તંભો બનાવવામાં આવ્યા છે.

રામાયણ કાળ સાથે જોડાયેલી કથા: વિષ્ણુપદ મંદિરની સામે ફાલ્ગુ નદી પાસે સીતાકુંડ છે. પૌરાણિક કથા અનુસાર માતા સીતાએ અહીં મહારાજ દશરથનું પિંડદાન કર્યું હતું. તે સમયે આ જગ્યા અરણ્ય વન જંગલ તરીકે પ્રખ્યાત હતી. ભગવાન શ્રી રામ માતા સીતા સાથે મહારાજ દશરથનું પિંડદાન કરવા આવ્યા હતા. જયાં માતા સીતાએ મહારાજ દશરથને ફલ્ગૂ નદીની રેતીથી પિંડ અર્પણ કર્યા હતા. ત્યારથી, અહીં રેતીથી બનાવેલા પિંડ બનાવવામાં આવવા લાગ્યા અને આજે પણ લોકો આ મંદિરમાં પિતૃની મુક્તિ માટે પિંડાદાન કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના પગના નિશાનના સ્પર્શથી જ મનુષ્ય તમામ પાપોથી છુટકારો મેળવે છે.

કેવી રીતે જાઓ: ગયા એક ખૂબ પ્રખ્યાત સ્થળ છે અને અહીં સરળતાથી પહોંચી શકાય છે. આ મંદિર ઉપરાંત ગયામાં અનેક ધાર્મિક સ્થળો પણ છે. તમે જ્યાં પણ જઇ શકો છો.