આ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર

મનોરંજન

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલ એ લોકોની પસંદીદા સિરિયલો માંની એક છે. આ સિરિયલ શરૂ થયાને 12 વર્ષ થયા છે. 28 જુલાઈ, 2008 ના રોજ આ સીરિયલનો પહેલો એપિસોડ આવ્યો હતો. આ પછી, આ સિરીયલ લોકોના દિલમાં સ્થાન બનાવતી રહી. આ સિરિયલ જેટલી જૂની થઈ રહી છે, તેટલી જ લોકોના દિલમાં ઉતરી રહી છે. તેના બધા પાત્રો તેમની એક્ટિંગથી ખૂબ પ્રખ્યાત થયા છે. આ સીરીયલનું નિર્માણ નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરિયલ સૌથી વધુ જોવાતી સિરિયલ છે.

આ સિરિયલમાં ઘણા પરિવારો એક સાથે એક સોસાયટીમાં રહે છે, જેનું નામ ગોકુલધામ સોસાયટી છે, અહીં ઘણા ધર્મોના લોકો એક સાથે રહે છે, તેમાંથી એક પરિવાર જૈન ધર્મ છે, આ પરિવારના એક સભ્યનું નામ જેઠાલાલ ગાડા છે જે હંમેશા મુશ્કેલીમાં ફસાઈ જાય છે અને બધા લોકોને સહાવે છે, જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મુખ્ય પાત્ર ‘ જેઠાલાલ’ એટલા પ્રખ્યાત થઈ ગયા છે કે દિલીપ જોશીને કોઈ તેમના રિયલ નામથી નહિં પરંતુ ‘જેઠાલાલ’ ના નામથી જ ઓળખે છે.

બાર વર્ષથી રિલીઝ થયેલી આ સીરીયલે દિલીપ જોશીને એટલો વ્યસ્ત રાખ્યો છે કે તેની પાસે બીજું કાંઈ કરવાનો સમય નથી. વર્ષ 1989 માં ગુજરાતી થિયેટર છોડીને, મુંબઈ સ્થળાંતર કરનાર દિલીપની કારકીર્દિ ફિલ્મોમાં ન બની પરંતુ તેમને આ વાતનો અફસોસ નથી, તે કહે છે, “બોલિવૂડમાં કડક સ્પર્ધા છે. મારું નસીબ ત્યાં ન ચાલ્યું તો હું ટીવી પર આવ્યો. હવે તારક મહેતામાં,તે બધુ જ કરવા મળે છે. રોમાંસ, એક્શન, ઇમોશન. હું કોઈ બોલિવૂડના હીરોથી કમ નથી. ”

આજે અમે જેઠાલાલની રિયલ પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દયા ભાભીથી ઓછી સુંદર નથી. શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવનાર અભિનેતાનું રિયલ નામ દિલીપ જોશી છે, જેનો જન્મ 26 મે 1968 ના રોજ પોરબંદરમાં થયો હતો અને લગભગ તેની ઉંમર 52 વર્ષ છે, તેણે ટીવી દુનિયાની સાથે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે, તેણે સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે. દિલીપ જોશીની પત્ની એક ગૃહિણી છે, પરંતુ દિલીપ જોશી સાથે જયમાલા જોશી ઘણી વાર એવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જયમાલા અને દિલીપ જોશીના બે બાળકો છે, તેમના નામ રિત્વિક જોશી અને નિયતિ જોશી છે.

જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીની કારકીર્દિની વાત કરીએ તો તેણે સલમાન ખાન સાથે ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને શાહરૂખ ખાન સાથે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ જેવી ફિલ્મો કર્યા પછી પણ દિલીપ જોશીની કારકિર્દી સંપૂર્ણ ફ્લોપ હતી પરંતુ જ્યારે તે ‘જેઠાલાલ’ તરીકે ટીવી પર આવ્યા ત્યારે તેનું નસીબ બદલી ગયું.

45 thoughts on “આ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર

  1. Pingback: ivermectin 12
  2. Pingback: ivermectin 6mg gsk

Leave a Reply

Your email address will not be published.