સંઘર્ષો ને પાર કરીને લતા મંગેશકરજી આવી રીતે બન્યા પ્રખ્યાત સિંગર, જાણો શા માટે નથી કર્યા લગ્ન

Uncategorized

લતા મંગેશકરને ભારતની સૌથી લોકપ્રિય અને આદરણીય સિંગર માનવામાં આવે છે. તેમણે ફિલ્મી અને નોનફિલ્મી યાદગાર ગીતો ગાયા છે. દુનિયાભરમાં લતા મંગેશકરજીના ચાહકોની કોઈ કમી નથી. ભારતના સ્વર કોકિલા કહેવાતા પ્રખ્યાત સિંગર લતા મંગેશકરનું જીવન સિદ્ધિઓથી ભરેલું છે. લગભગ 6 દાયકાથી વધુ સમય સુધી સંગીતની દુનિયાને તેમણે પોતાના અવાજથી નવાજી છે. તેનો અવાજ એટલો મધુર છે કે લોકો તેના મધુર સંગીતમાં ખોવાઈ જાય છે. તેનો અવાજ સાંભળીને, લોકોની આંખોમાંથી આંસુ છલકાઈ આવે છે. તમને જણાવી દઈએ કે લતા મંગેશકરજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. તેમના પિતાનું નામ દીનાનાથ મંગેશકર છે. જે એક કુશળ રંગમંચીય ગાયક છે. આજે અમે તમને લતાજીના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જાણો લતાજી શા માટે ન ગયા હતા સ્કૂલ: લતાજીને નાનપણથી જ સંગીતનો ખૂબ શોખ હતો. તેના ઘરનું વાતાવરણ પણ ગીત-સંગીત અને કલાથી ભરેલું હતું, જેના કારણે તે તેના તરફ આકર્ષિત થઈ ગયા હતા. લતાજીના પિતા દીનાનાથજીએ તેમને સંગીત શીખવવાનું શરૂ કર્યું હતું ત્યારે તેઓ માત્ર 5 વર્ષના હતા. સાથે તેમની બહેનો આશા, ઉષા અને મીના પણ શીખી રહી હતી. જ્યારે લતાજીને સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા, તો તેમનો પહેલા જ દિવસે શિક્ષક સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. લતા તેની સાથે તેની નાની બહેન આશાને પણ સ્કૂલે લઈ ગઈ હતી પરંતુ શિક્ષકે આશાને વર્ગમાં બેસવાની મંજૂરી આપી ન હતી, જેના પર લતાજીને ગુસ્સો આવ્યો અને તે ક્યારેય સ્કૂલ ન ગયા.

ફક્ત 13 વર્ષની ઉંમરે વધી ગયો પરિવારનો બોજ: જ્યારે લતાજીની ઉંમર માત્ર 13 વર્ષની હતી ત્યારે તેમના પર પરિવારનો બોજ આવી ગયો હતો. તમને જણાવી દઇએ કે વર્ષ 1942 માં લતાજીના પિતાજીનું અવસાન થયું ત્યારે તેમના જીવન પર મુશ્કેલીનો પર્વત તૂટી પડ્યો હતો. કેટલાક નજીકના લોકોએ લતાજીની કારકિર્દી સિંગર અને અભિનેત્રી તરીકે બનાવવામાં મદદ કરી હતી પરંતુ લતાજીને એક્ટિંગ બિલકુલ પસંદ ન હતી. આર્થિક સ્થિતિને નબળી હોવાને કારણે તેમને મજબૂરીમાં કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી હતી. માજે બાલ (1943), ગજભાઉ (1944), મંગલા ગૌરી (1942), જીવનયાત્રા (1946) જેવી ફિલ્મોમાં લતાજીએ નાની ભૂમિકાઓ નિભાવી હતી.

લતાજીએ આટલા માટે નથી કર્યા લગ્ન: લતાજીએ લગ્ન નથી કર્યા. જ્યારે પિતાજીનું નિધન થયું ત્યારે પરિવારનો બોજ તેમના પર આવી ગયો હતો. તે દુનિયાદારીમાં એટલા ડૂબી ગયા હતા કે ક્યારેય તેણે તેના લગ્ન વિશે ન વિચાર્યું. એક ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરજીએ કહ્યું હતું કે ઘરના બધા સભ્યોની જવાબદારી મારી ઉપર હતી. આવી સ્થિતિમાં ઘણી વાર લગ્નનો વિચાર આવતો પણ હતો તો તેનો અમલ કરી શકતા ન હતા. ખૂબ જ નાની ઉંમરે જ મેં કામ શરૂ કર્યું હતું. મેં વિચાર્યું કે પહેલા બધા નાના ભાઈ-બહેનને સેટ કરી લવ, પછી બહેનના લગ્ન થયા. જ્યારે બાળકો થયા તો તેમને સંભાળવાની જવાબદારી આવી ગઈ. આ રીતે, બધો સમય પસાર થતો રહ્યો.

આવી રીતે થઈ હતી લતાજીની કિશોર કુમાર સાથે મુલાકાત: જ્યારે લતાજીએ 40 ના દાયકામાં ફિલ્મોમાં ગીત ગાવાનું શરૂ કર્યું, ત્યારે તે લોકલ ટ્રેન પકડીને સ્ટુડિયો જતા હતા. જતા સમયે રસ્તામાં તેમને કિશોર કુમાર મળતા હતા, પરંતુ તે સમય દરમિયાન તે બંને એકબીજાથી અજાણ હતા. કિશોર કુમારની પ્રવૃત્તિઓ લતાજીને અજીબ લાગતી હતી. તમને જણાવી દઇએ કે તે સમય દરમિયાન લતાજી ખેમચંદ પ્રકાશની એક ફિલ્મનું ગીત ગાઈ રહ્યા હતા. પછી એક દિવસ કિશોર કુમાર તેમની પાછળ-પાછળ સ્ટુડિયો પહોંચી ગયા, પછી લતાજીએ ખેમચંદને કિશોરકુમારની ફરિયાદ કરી હતી. ત્યારે ખેમચંદે જણાવ્યું કે આ અશોક કુમારના નાના ભાઈ કિશોર કુમાર છે. ખેમચંદે જ આ બંનેની મુલાકાત કરાવી હતી.

મોહમ્મદ રફી સાથે થયો હતો વિવાદ: લતાજીએ હંમેશાં કોઈ પણ પ્રકારના વિવાદોથી પોતાને દૂર રાખ્યા છે, પરંતુ એક વખત તેમનો વિવાદ થયો હતો. જણાવી દઈએ કે મોહમ્મદ રફી અને લતાજી ગીતોની રોયલ્ટી પર સહમત થઈ શક્યા નહિં, જેના કારણે તેઓ પણ થોડો સમય માટે ગીત ગયા ન હતા.

લતાજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા: લતા મંગેશકરજીને ઘણા એવોર્ડ મળ્યા છે. જણાવી દઈએ કે તેઓને જેટલા એવોર્ડ મળ્યા છે, તેનાથી વધુ એવોર્ડ માટે તેમણે ના પાડી હતી. વર્ષ 1970 પછી, તેણે ફિલ્મફેરને કહ્યું હતું કે તે બેસ્ટ સિંગરનો એવોર્ડ નહીં લે અને તેના બદલે નવા સિંગરોને આપવામાં આવે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લતા મંગેશકરજી પ્રથમ મહિલા છે જેમને ભારત રત્ન અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published.