બોલીવુડના આ પ્રખ્યાત અભિનેતાને કિડનેપ કરીને લગ્ન કરવા ઇચ્છે છે પરિણિતિ ચોપડા, કરીના સાથે છે કનેક્શન

બોલિવુડ

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપડાએ તાજેતરમાં જ 22 ઓક્ટોબરે પોતાનો 32 મો જન્મદિવસ ઉજવ્યો છે અને આ પ્રસંગે પરિણીતીને ઘણા અભિનંદન અને શુભેચ્છાઓ મળી છે અને પરિણીતીએ તેની ફિલ્મી કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને પરિણીતીની ફેન ફોલોવિંગ પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત છે. પરિણીતી ઘણી વાર તેની સુંદર તસવીર શેર કરીને ચાહકોનું દિલ જીતે છે.

આજે અમે તમને પરિણીતી વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોય, અમે તમને પરિણીતીના પહેલા પ્રેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જાણીએ કે કોણ છે તે જેને પરિણીતી પ્રેમ કરે છે. જણાવી દઈકે જે રીતે પરિણીતીના લાખો ચાહકો છે, તે જ રીતે પરિણીતી પણ બોલિવૂડના એક અભિનેતાની ખૂબ મોટી ચાહક છે અને પરિણીતી તેને ખૂબ જ પ્રેમ પણ કરે છે એટલું જ નહીં પરિણીતી પોતાનો પ્રેમ વ્યક્ત પણ કરી ચુકી છે.

જણાવી દઈએ કે જે અભિનેતા માટે પરિણીતીનું દિલ ધબકે છે, તે કરીના કપૂર ખાનના પરિવાર સાથે જોડાયેલો છે, હવે તમે વિચરી રહ્યા હશો કે તે અભિનેતા કોણ છે, તો તમને જણાવી દે કે તે અભિનેતા બીજો કોઈ નહીં પણ કરીના કપૂર ખાનના પતિ સૈફ અલી ખાન છે. મિત્રો તમને જણાવી દઈએ આ વાત ખુદ પરિણીતીએ કહી હતી કે તે સૈફને પ્રેમ કરે છે. જણાવી દઈએ કે જ્યારે પરિણીતીની ફિલ્મ જબરીયા જોડી રિલીઝ થઈ હતી, ત્યારે તે તેના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં સિદ્ધાર્થ સાથે ગઈ હતી, જ્યાં કપિલે તેને મજાકમાં પૂછ્યું કે જો તેને તેનાની પર્સનલ લાઈફમાં જબરિયા જોડી બનાવવી છે, તો તે કોને પસંદ કરશે?

ત્યારે કપિલના આ સવાલનો જવાબ પરિણીતી એ ખૂબ જ સ્પષ્ટ રીતે આપ્યો હતો અને કહ્યું કે જો મને આવી તક મળશે તો હું નવાબ સૈફ અલી ખાનને કિડનેપ કરીશ અને તેની સાથે જબરિયા જોડી બનાવીશ, પરિણીતીએ એમ પણ કહ્યું હતું કે તેને સૈફ શરૂઆતથી જ પસંદ છે અને આ વાત કરીનાને મેં પોતે જ કહી છે અને કરીનાને આ વાતથી કોઈ પરેશાની નથી.

જો વાત કરીએ પરિણીતીના વર્ક ફ્રંટની, તો પરિણીતીની આગામી ફિલ્મ સંદિપ અને પિંકી ફરાર બનીને તૈયાર છે, આ ફિલ્મમાં પરિણીતી અર્જુન કપૂર સાથે જોવા મળશે અને આ દિવસોમાં ચાલી રહેલી કોરોના મહામારી અને લોકડાઉનના કારણે પરિણીતીની આફિલ્મ હાલમાં રિલીઝ કરવામાં આવી નથી અને રિલીઝની તારીખ પણ આગળ વધારી દેવામાં આવી છે. સાથે જ પરિણીતી અન્ય બીજી ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે જેનું નામ છે ‘ગર્લ ઓન ટ્રેન’ અને આ ફિલ્મના શૂટિંગમાં પરિણિતિ વ્યસ્ત છે.

જો વાત કરીએ પરિણીતીની પર્સનલ લાઇફની તો, પરિણીતી આજકાલ તેના લૂક્સને લઈને ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહી છે અને પરિણીતી સોશ્યલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અને અવારનવાર તેના જબરદસ્ત લુકની તસવીર શેર કરીને લોકોનું દિલ જીતી રહી છે. જણાવી દઈએ કે પરિણીતીએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે અને આજે લોકો તેમને ખૂબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published.