રૂપાલી ગાંગુલી નહિં, પરંતુ આ અભિનેત્રી છે રિયલ ‘અનુપમા’, જાણો કોણ છે તે અભિનેત્રી

બોલિવુડ

આજકાલ નાના પડદાની સૌથી શ્રેષ્ઠ સિરિયલમાં કોઈનું નામ સૌથી પહેલા આવે છે તો તે છે ‘અનુપમા’. જણાવી દઈએ કે પોતાની સુંદર સ્ટોરી અને કલાકારોની દમદાર એક્ટિંગના કારણે આ સીરિયલે ખૂબ ઓછા સમયમાં ખૂબ નામ કમાવ્યું છે અને આજના સમયમાં આ સિરિયલ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે.

આટલું જ નહીં જણાવી દઈએ કે દર અઠવાડિયે ટીઆરપીની રેસમાં પણ આ સીરિયલ સતત બાજી મારીને આગળ વધી રહી છે. સાથે જ આ સીરિયલનું મુખ્ય પાત્ર ‘અનુપમા’ પણ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને શોની સફળતા પાછળ ક્યાંકને ક્યાંક અનુપમાનો પણ હાથ છે. ચાહકોને અનુપમા બનેલી રૂપાલી ગાંગુલીના જીવનમાં આવતા ટ્વિસ્ટ ખૂબ જ રોમાંચિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રૂપાલી ગાંગુલી અસલી અનુપમા નથી! તો ચાલો આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે છેવટે કોણ છે રિયલ અનુપમા.

રૂપાલી ગાંગુલી નથી અસલી અનુપમા: જણાવી દઈએ કે તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો કે રૂપાલી ગાંગુલી રિયલ અનુપમા નથી. હવે આવી સ્થિતિમાં તમે વિચારમાં પડી ગયા હશો કે તેનો અર્થ શું છે? તો ચાલો આજે આ રહસ્ય ખોલીએ. નોંધપાત્ર છે કે તમે અંદાજ લગાવવા લાગ્યા હશો કે કદાચ અનુપમાનો રોલ પહેલા કોઈ અન્ય અભિનેત્રી નિભાવતી હશે અથવા આ રોલ કોઈ અન્ય અભિનેત્રીને ઑફર કરવામાં આવ્યો હશે, પરંતુ સત્યતા અમે તમને જણાવી દઈએ કે ખરેખર, અનુપમા બાંગ્લા સીરિયલ ‘શ્રીમોઈ’ ની હિંદી રીમેક છે.

બંગાળી ભાષાનો આ ડેઈલી સોપ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શોમાં અનુપમાનું પાત્ર ‘ઈન્દ્રાણી હલદર’ નિભાવે છે અને અનુપમાની સંપૂર્ણ સ્ટોરી ‘શ્રીમોઈ’ પરથી લેવામાં આવી છે. જણાવી દઈએ કે સ્ટાર જલસા પર પ્રસારિત થઈ રહેલી ‘શ્રીમોઈ’ ટીઆરપીમાં પહેલાથી જ નંબર વન પર રહે છે. તેનું પ્રીમિયર 10 જૂન 2019ના રોજ થયું હતું. ત્યારથી આ સીરિયલ દર્શકોની ફેવરિટ છે.

કોણ છે ઈન્દ્રાણી જે રાની મુખર્જી સાથે જોવા મળી ચુકી છે: જણાવી દઈએ કે ઈન્દ્રાણી હલદર બંગાળી ફિલ્મોનું એક જાણીતું નામ છે. સાથે જ તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધારે છે. બોલિવૂડની સુપરસ્ટાર રાની મુખર્જીની પહેલી બંગાળી ફિલ્મ ‘બિયેર ફૂલ’ 1996માં ઈન્દ્રાણી સાથે આવી હતી. જેમાં તેણે રાનીની મોટી બહેનની ભુમિકા નિભાવી હતી. નોંધપાત્ર છે કે અભિનેત્રીને તેની શ્રેષ્ઠ એક્ટિંગ માટે એક રાષ્ટ્રીય એવોર્ડ, ત્રણ BFJA એવોર્ડ અને બે આનંદલોક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુકી છે.

દરેક રીતે નંબર વન છે ઈંદ્રાણી હલદર: સાથે જ માહિતી માટે જણાવી દઈએ કે બીઆર ચોપરાના શો ‘મા શક્તિ’માં ઈન્દ્રાણી હલદરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેણે ઘણા હિન્દી ટીવી શોમાં પણ એક્ટિંગ કરી છે. વર્ષ 2008 માં હિન્દી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે મુંબઈ આવેલી ઈન્દ્રાણી 2013 સુધી હિન્દી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહી હતી. બીજી તરફ ઈન્દ્રાણીની એક્ટિંગ અને પોપ્યુલારિટી જોઈને એ કહેવું બિલકુલ પણ ખોટું નહીં હોય કે તે અસલી અનુપમા છે.

કંઈક આવી છે ‘શ્રીમોઈ’ ટીવી સિરિયલની સ્ટોરી: છેલ્લે વાત શ્રીમોઈ સિરિયલની સ્ટોરી વિશે કરીએ, તો (ઈન્દ્રાણી હલદર) એક સંભાળ રાખનારી માતા, પત્ની અને પુત્રવધૂ છે. એક મધ્યમવર્ગીય ગૃહિણી શ્રીમોઈ કોઈપણ અપેક્ષા વગર તેના પરિવારનું ધ્યાન રાખે છે. જો કે એ જાણવા છતા પણ કે તેનો પતિ અનિન્દ્યા તેને દગો આપી રહ્યો રહ્યો છે અને તેનું તેના કલીગ જૂન સાથે રિલેશન છે. શ્રીમોઈનું દિલ તૂટી જાય છે પરંતુ ટૂંક સમયમાં તેને અહેસાસ થાય છે કે તે પોતાના માટે એક નવી ઓળખ બનાવશે. જૂન સાથે લગ્ન કરવા માટે શ્રીમોઇ અનિન્દ્યાને છૂટાછેડા આપે છે.

પાછળથી શ્રીમોઈને તેના કોલેજ લવર રોહિત સેનનો સાથ મળે છે. સ્ટોરીમાં જૂન શ્રીમોઇના જીવનમાં ઘણી સમસ્યાઓ ઉતપન્ન કરે છે. પરંતુ શ્રીમોઈ દરેકનો સામનો કરીને એથનિક ફેબ્રિક અને હેંડીક્રાફ્ટ નો એક સફળ બિઝનેસ ઉભો કરીને એક સક્સેસફુલ મહિલા બની જાય છે.