આ અભિનેતાની પત્નીને સૌથી વધુ હોટ માને છે સૈફ અલી ખાન, કરીના આ બાબતમાં નથી પસંદ

બોલિવુડ

પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન અને પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાનના લગ્નને સફળતા પૂર્વક નવ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. બંનેની જોડી હિન્દી સિનેમામાં ખૂબ જ ચર્ચિત અને લોકપ્રિય છે. જ્યારે પણ બંને સાથે જોવા મળે છે ત્યારે ચાહકોને કપલ ગોલ આપતા જોવા મળે છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન એકબીજાની નજીક ફિલ્મ ‘ટશન’ના શૂટિંગ દરમિયાન આવ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે પણ કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફ અને કરીના એકબીજાની નજીક આવ્યા હતા અને બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

સૈફ અને કરીનાએ પોતાના સંબંધને ખૂબ સમય આપ્યો. સૈફ પહેલાથી જ છૂટાછેડા લઈ ચૂક્યા હતા અને બે બાળકોના પિતા હતા. છતાં પણ કરીનાનું દિલ સૈફ પર આવી ગયું હતું. આટલું જ નહીં, કરીના સૈફ કરતા ઉંમરમાં 10 વર્ષ નાની પણ છે. જો કે, આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વગર, બંને કલાકારો ઓક્ટોબર 2012 માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

સૈફ અલી ખાન હિન્દી સિનેમાના હેન્ડસમ અભિનેતાઓમાંથી એક છે, સાથે જ કરીના હિન્દી સિનેમાની સૌથી સુંદર અને હોટ અભિનેત્રીઓમાંથી એક છે. જો કે, તમને જણાવી દઈએ કે સૈફની નજરમાં કરીના હોટ નથી. પરંતુ સૈફ કોઈ અન્ય લોકપ્રિય અભિનેત્રીઓને હોટ માને છે. તે અભિનેત્રી છે કેટરિના કૈફ.

ખરેખર, સૈફ અને કેટરીના એક સાથે ફિલ્મ ‘ફેન્ટમ’માં કામ કરી ચુક્યા છે. બંને જ્યારે આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા ત્યારે સૈફે કેટરિના વિશે પોતાના દિલની વાત કહી હતી. સૈફ અને કેટરિના પોતાની ફિલ્મ ‘ફેન્ટમ’ના પ્રમોશન માટે રિયાલિટી શો ઝલક દિખલા જા સીઝન 8 શો પર પહોંચ્યા હતા.

ઝલક દિખલા જા સીઝન 8ને તે સમયે ફિલ્મ ડિરેક્ટર કરણ જોહર અને બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર દ્વારા જજ કરી રહ્યા હતા. ત્યારે સૈફને કરણે એક સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં સૌથી હોટ અભિનેત્રી કોણ છે. આટલું જ નહીં કરણે સૈફને કેટરિના કૈફ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને સોનમ કપૂર તરીકે પાંચ વિકલ્પો પણ આપ્યા.

જવાબમાં સૈફ અલીએ દરેકને ચોંકાવી દીધા. તેમણે વિકલ્પમાં કરીનાનું નામ નામ હોવા છતાં પણ તેનું નામ લીધું ન હતું. પરંતુ સૈફે કેટરિના કૈફનું નામ લીધું. તો કેટરીના, સૈફની નજરમાં હોટ છે ન કે કરીના કપૂર ખાન જે તેમની જીવનસંગિની છે.