જો આ 4 ચીજોમાંથી એક પણ ચીજ મૃત્યુ સમયે પાસે રહે તો મળે છે મોક્ષ

ધાર્મિક

ગરુડ પુરાણમાં જીવનના ઘણા રંગો અને ઘણી મહત્વપૂર્ણ માહિતી જોવા મળે છે. આ સનાતન ધર્મમાં મૃત્યુ પછી મોક્ષ આપનાર માનવામાં આવે છે. તેથી જ સનાતન હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાનો નિયમ છે. તેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદ્ગુણ, નિઃસ્વાર્થ કાર્યોનો મહિમા સાથે, યજ્ઞ, દાન, તપ તીર્થ વગેરે શુભ કર્મોમાં સર્વ સાધારણને પ્રેરિત કરવા માટે અનેક લૌકિક અને પારલૌકિક ફળનું વર્ણન કરવામાં આવ્યું છે.

બીજી તરફ હિન્દુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જે પ્રકારનું કામ કરે છે, તેને તે પ્રમાણે ફળ મળે છે. જે લોકો સારા કાર્યો કરે છે તેમને સ્વર્ગ મળે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને નરકમાં જગ્યા મળે છે. પરંતુ જો શરીર છોડતી વખતે વ્યક્તિ પાસે આ ચાર ચીજોમાંથી કોઈ પણ એક ચીજ હોય, તો આત્માને યમરાજના દંડનો સામનો કરવો પડતો નથી. ચાલો તમને તે ચાર ચીજો વિશે જણાવીએ.

તુલસી: આપણે આપણા ઘરોમાં અથવા આસપાસમાં જોયું હશે. અથવા ઘણી વખત સમાજમાં આવી વાતો સાંભળવા મળે છે કે જ્યારે કોઈના મૃત્યુનો અંદેશ થઈ જાય છે ત્યારે લોકો તેના મોંમાં તુલસીના પાન રાખે છે. તેની પાછળનું કારણ એ જણાવે છે કે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય રહે છે. ગરુડ પુરાણ મુજબ જો મરનાર વ્યક્તિના માથાની નજીક તુલસીનો છોડ મૂકવામાં આવે છે, તો મૃત્યુ પછી તેને યમરાજના દંડથી મુક્તિ મળે છે. જ્યારે મૃત્યુ નજીક આવે છે, ત્યારે તુલસીના પાંદ તેના કપાળ પાસે રાખવામાં આવે તો પ્રાણ છોડવામાં તેમને ખૂબ સરળતા રહે છે.

ભગવાનનું નામ: આ વાતનું પણ જરૂર ધ્યાન રાખો કે, વ્યક્તિના પ્રાણ નિકળતા સમયે મનમાં માત્ર પ્રભુના નામનું સ્મરણ હોવું જોઈએ. આવી વ્યક્તિને પણ યમરાજના દંડનો સામનો કરવો પડતો નથી. આ સાથે તેને ભગવાનના ચરણોમાં જગ્યા મળે છે. એટલા માટે તે જરૂરી છે કે તેના અંતિમ દિવસોમાં તેની પાસે કોઈને કોઈ રીતે આધ્યાત્મિક વાતાવરણ ઉભું થવું જોઈએ.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના કરો પાઠ: જો કોઈ વ્યક્તિનું મૃત્યુ શ્રીમદ્ ભાગવત ગીતાનો પાઠ કરતી વખતે થાય છે, તો તેને યમરાજના દંડથી મુક્તિ મળે છે. આ સાથે, તેને મોક્ષ પણ મળે છે. જો મૃત્યુનો સમય નજીક આવવા પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અથવા કોઈ અન્ય ગ્રંથના શ્લોક કોઈ સંબંધિત વ્યક્તિ દ્વારા કહેવામાં આવે તો તેને પણ યમરાજના દંડથી છુટકારો મળે છે. અને મોક્ષ મળે છે. આ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું દરેક ગ્રંથમાં મહત્વ જોવા મળે છે. જીવનની દરેક મુશ્કેલીઓનું સમાધાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મળે છે.

ગંગા જળ: હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ગંગા જળનું મહત્વ કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ગંગાના જળ દ્વારા મોક્ષ મળે છે. જો ધાર્મિક માન્યતાનું માનીએ તો જો કોઈ વ્યક્તિના પ્રાણ નિકળી રહ્ય છે. તો તેના મોંમાં ગંગાજળ અને તુલસી પત્ર રાખવામાં આવે તો તેની આત્માને યમલોકમાં કોઈ પ્રકારનો દંડ ભોગવવો પડતો નથી.