જીવનની આ 6 વાતો ભૂલથી પણ કોઈને ન કહેવી જોઈએ, તેનાથી થઈ શકે છે મોટું નુક્સાન

ધાર્મિક રાશિફળ

જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો એવી હોય છે જે બીજા લોકોને ક્યારેય ન કહેવી જોઈએ. કારણ કે તમારા જીવન સાથે જોડાયેલા આ રહસ્યોની જ્યારે અન્ય લોકોને જાણ થઈ જાય છે, તો તે લોકો તેનો ઉપયોગ તમારી સામે કરી શકે છે. તેથી, નીચે જણાવેલી વાતો ભૂલથી પણ કોઈ સાથે શેર કરશો નહીં અને હંમેશાં તેમને ગુપ્ત રાખો.

ઘર સંબંધિત બાબતો: તમે ક્યારેય પણ કોઈ વ્યક્તિને આ વાત ન જણાવો કે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે. ઘણી વાર આપણે આપણા મિત્રો સાથે આપણા ઘરની પરિસ્થિતિને શેર કરીએ છીએ. જે ખોટું છે. વ્યક્તિએ હંમેશાં તેના ઘરની બાબતો અને રહસ્યોને પોતાના સુધી મર્યાદિત રાખવી જોઈએ અને બીજા લોકોને ઘરના રહસ્યોને ક્યારેય ન કહેવા જોઈએ.

પૈસા સંબંધિત માહિતી: તમે કેટલી કમાણી કરો છો અથવા તમારી પાસે કેટલી સંપત્તિ છે તે ક્યારેય પણ કોઈને ન કહેવી. કારણ કે ઘણી વખત લોકો તમારી પાસે વધારે પૈસા જોઈને ઈર્ષ્યા કરે છે. ઘણી વખત લોકોની ખરાબ નજર પણ તમારા પૈસા પર પડે છે અને જેના કારણે તમને નુક્સાન થવા લાગે છે. તેથી શક્ય બને તેટલી આ વાતને ગુપ્ત રાખવી જોઈએ.

પોતાનું અપમાન: ઘણી વખત આપણે અપમાનનો સામનો કરવો પડે છે અને આ અપમાનને કારણે આપણે ખૂબ શરમ અનુભવવી પડે છે. જો તમારું ક્યારેય અપમાન થયું છે તો તમે તે અપમાનને તમારા સુધી જ સીમિત રખો અને તમારા મિત્રો અથવા સંબંધીઓને ક્યારેય પણ તમારા અપમાન સાથે જોડાયેલી કોઈ પણ વાત ન જણાવો. કારણ કે ઘણી વખત લોકો તમારી પ્રત્યે સહાનુભૂતિ બતાવવાને બદલે તમારા પર હસવા લાગે છે અને અન્ય લોકોને પણ તમારા અપમાન વિશે વાત કરે છે.

તમારી નબળાઇ: દરેક મનુષ્યની અંદર કોઈને કોઈ નબળાઇ જરૂર હોય છે અને ક્યારેય પણ વ્યક્તિએ પોતાની નબળાઈ કોઈને ન કહેવી જોઈએ. જો લોકોને તમારી નબળાઇ વિશે જાણ હોય તો તે તમારી સામે તમારી નબળાઇનો ઉપયોગ કરી શકે છે. તેથી હંમેશા તમારી નબળાઇઓને બીજા લોકોથી છુપાવીને રાખો. નબળાઈની જેમ તમે તમારી શક્તિને પણ ગુપ્ત રાખો.

દાન-પુણ્ય અને ભગવાન સાથે જોડાયેલી બાબતો: તમે ક્યા ભગવાનની પૂજા કરો છો તે ક્યારેય કોઈને ન જણાવો. તેવી જ રીતે તમે શું દાન અને પુણ્ય કરો છે તે પણ ગુપ્ત રાખો. કારણ કે દાન અને પુણ્યની વાતોને ગુપ્ત રાખવાથી જ તમને તેનું ફળ મળે છે.

તમારા જીવન સાથે સંબંધિત કોઈ રહસ્ય: તમારા જીવનના રહસ્યને શક્ય બને તેટલું છુપાવીને રાખો. ઘણી વખત લોકો અજાણતાં લોકોને તેમના જીવન સાથે જોડાયેલા રહસ્યો જણાવે છે જે ખોટું છે. જીવનનું રહસ્ય કોઈ અન્ય વ્યક્તિને જણાવવાથી, તે તમને બ્લેકમેલ કરી શકે છે અને તમારી પાસેથી પોતાનું ઇચ્છિત કામ કરાવી શકે છે.

143 thoughts on “જીવનની આ 6 વાતો ભૂલથી પણ કોઈને ન કહેવી જોઈએ, તેનાથી થઈ શકે છે મોટું નુક્સાન

 1. It is perfect time to make some plans for the future and it is time to be happy.
  I’ve read this submit and if I could I desire to
  recommend you few attention-grabbing things or tips. Perhaps
  you could write next articles regarding this article.
  I wish to learn even more issues approximately it!

 2. I will right away snatch your rss as I can’t to find your e-mail subscription hyperlink or
  newsletter service. Do you’ve any? Please allow me recognise so that
  I may just subscribe. Thanks.

 3. The speedlight versions for film TTL had these three
  pin connectors, and the Nikon AS-10 multiple flash adapter and the SC-17/SC-28/SC-29
  hot shoe extension cords are sources with this three pin connector, again, which
  can only be used for Manual flash if acessível digital
  iTTL systems.

Leave a Reply

Your email address will not be published.