માટીથી બનેલી આ 4 ચીજો જરૂર રાખો તમારા ઘરમાં, ખુલી જશે તમારા નસીબનું તાળું, મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

ભારતમાં વાસ્તુ શાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં વાસ્તુ યોગ્ય હોય છે, તો તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે. તો વાસ્તુ યોગ્ય ન હોવાથી ઘરમાં ગરીબી આવે છે. ઘરના વાસ્તુને સુધારવા માટે તમે ઘણી વખત ટીપ્સ વાંચી હશે. આ પોસ્ટમાં આજે અમે તમને પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવાનો એક ખૂબ જ સરળ ઉપાય જણાવીશું. પૈસા એ એવી ચીજ છે જે દરેકને પસંદ હોય છે. દરેક તેને વધુમાં વધુ મેળવવાના પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરમાં માટીથી બનેલી કેટલીક વિશેષ ચીજો રાખો છો, તો તમને જીવનમાં પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ નહિં થાય.

માટીનો ઘડો: વાસ્તુ મુજબ દરેક ઘરમાં માટીથી બનેલો ઘડો જરૂર હોવો જોઇએ. આજના આધુનિક સમયમાં ઘણા લોકો ઘરમાં માટીનો ઘડો રાખતા નથી. આ માટીના ઘડાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પણ ઘણા ફાયદાઓ મળે છે. હવે જો વાસ્તુની વાત કરીએ તો ઘરમાં માટીનો ઘડો રાખવાથી દેવી-દેવીઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે છે. એવું માનવામાં આવે છે કે તેમાં દેવી-દેવતાઓ વાસ કરે છે. જે વ્યક્તિ પર ભગવાનના આશીર્વાદ હોય છે તેમના પર ક્યારેય સમસ્યા આવતી નથી. તમારે આ એક વિશેષ ચીજનું ધ્યાન જરૂર રાખવું જોઇએ. ઘરમાં ક્યારેય માટીનો ઘડો ખાલી ન રાખો. જો તમે તેમાં પાણી ભરતા નથી, તો પછી થોડી સામગ્રી રાખો. તેને ખાલી રાખવાથી ઘરની બરકત ઓછી થઈ જાય છે. અને તેને ભરેલો રાખવાથી બરકત વધવા લાગે છે.

માટીના કુંડા: વાસ્તુ મુજબ ઘરમાં માટીના વાસણમાં ફૂલ-છોડ લગાવવા શુભ છે. આ કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે. તેઓ ઘરમાં સકારાત્મકતા અને શાંતિ જાળવી રાખે છે. સાથે જ જો ફૂલ-છોડ વધારે હોય તો વાતાવરણ પણ સારું રહેશે. આ હરિયાળી જોઇને મન શાંત રહે છે અને સકારાત્મક વિચારો આવે છે. તેનાથી તમારો માનસિક તણાવ પણ દૂર થશે અને તમે મન લગાવીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તેનાથી ઘરમાં પૈસાની આવક પણ વધશે.

માટીનો દીવો: ઘરમાં દરરોજ સવારે અને સાંજે તુલસીની સામે માટીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી તમારા ઘરમાં મુશ્કેલીઓ અને નકારાત્મક ઉર્જા આવશે નહીં. આ દીવો ખરાબ શક્તિને દૂર રાખવાનું કમ કરે છે. વાસ્તુ અનુસાર તેનાથી ઘરમાં પૈસાની આવક પણ વધે છે.

માટીના ભગવાન: માટીથી બનેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવી પણ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા પૈસાથી સંબંધિત બધી સમસ્યાઓનો અંત આવશે. તેથી પૂજા ઘર અહવા કોઈ અન્ય જગ્યા પર માટીના બનેલા ભગવાન જરૂર રાખો. તેનાથી તમને લાભ જ લાભ મળશે.