સવારના સમયે આ ચીજો જોવી માનવામાં આવે છે અશુભ, તેને જોવાથી થઈ જાઓ સાવચેત

ધાર્મિક

જો નીચે જણાવેલ કોઈપણ ઘટના સવારે બને છે, તો તમે સાવચેત થઈ જાઓ. સવારના સમયે આ ચીજોનું બનવું શાસ્ત્રોમાં અપશુકન મનાવામાં આવે છે. આ ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તમે જે કામ કરો છો તેને તરત અટકાવી દેવું જોઈએ.

ખાલી પાણીની ડોલ: સવારે બાથરૂમમાં પાણીની ખાલી ડોલ જોવી અશુભ છે. એવું માનવામાં આવે છે કે પાણીની ખાલી ડોલ જોવાથી ઘરમાં ગરીબી થાય છે અને ઘરમાં પૈસાની અછત રહે છે. તેથી, તમે દરરોજ રાત્રે ડોલને પાણીથી ભરેલી રાખો અથવા તેને ઉંધી કરીને બાથરૂમમાં રાખો. જેથી સવારના સમયે તમને ખાલી ડોલ જોવા ન મળે. આ ઉપરાંત ઘરથી બહાર જતી વખતે ખાલી ડોલ જોવી અશુભ માનવામાં આવે છે. ખાલી ડોલ જોવાનો અર્થ એ છે કે તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તે અસફળ રહેશે. ખાલી ડોલ જોવા પર થોડા સમય માટે ઘરની અંદર જ રહો અને દહીં ખાઈને બહાર નિકળો.

દૂધનું ઢોળાવું: દૂધનું ઢોળાવું પણ શુભ માનવામાં આવતું નથી. જો સવારના સમયે દૂધ ઢોળાઈ જાય છે અથવા ઉભરાઈ જાય છે તો તે કોઈ અશુભ ઘટનાના સંકેત છે. આવું થાય ત્યારે ઘરની બહાર ન નીકળો. જો આ દિવસે શક્ય હોય તો ઘરની અંદર રહો.

કાચનું ટૂટવું: કાચનું ટૂટવું પણ ખરાબ ઘટનાની નિશાની માનવામાં આવે છે. કાચ ટૂટવાથી તમે તરત તેને ઘરની બહાર કરો. ઉપરાંત ટૂટેલા કાચમાં ક્યારેય તમારો ચહેરો જોવો જોઈએ નહીં. ઘરની બહાર નીકળતી વખતે જો અચાનક કાચ ટૂટી જાય છે તો તમે ઘરની બહાર ન જાઓ.

પક્ષીઓનો સ્પર્શ: ઘરની બહાર નીકળતી વખતે કાગડો તમારા માથાને સ્પર્શ કરીને નીકળે તો તે પણ કોઈ ખરાબ ઘટના બનવાના સંકેત આપે છે. આવું બને ત્યારે બહાર જવાનો કાર્યક્રમ મુલતવી રાખો. જોકે ખૂબ જ જરૂરી હોય તો તમે ગંગા જળ છાંટીને ઘરની બહાર નીકળો.

છરીનું પડવું: સવારના સમયે છરીનું પડવું શુભ સંકેત નથી. છરી પડવાનો અર્થ એ છે કે ઘરમાં કોઈ ઝઘડો થવાનો છે. આ રીતે વાસણોનું પડવું પણ શુભ માનવામાં આવતું નથી.

વાંદરાનું દેખાવું: જો તમને સવારના સમય વંદરો જોવા મળે તો સમજી લો કે કંઈક ખરાબ થવાનું છે. સવારના સમયે વાંદરાનું દેખાવું ખરાબ સમાચાર મળવાના સંકેત માનવામાં આવે છે.આ ઉપરાંત કૂતરા અને બિલાડીના રડવાનો અવાજ પણ અશુભ માનવામાં આવે છે.

વાળની ઘૂંચ: રસ્તા પર જો વાળની ઘૂંચ જોવા મળે તો રસ્તો બદલી લો. રસ્તા પર વાળની ઘૂંચ જોવાનો અર્થ એ છે કે મુસાફરી સારી રહેવાની નથી અને કંઈક ખરાબ થઈ શકે છે. તેથી જો વાળની ઘૂંચ જોવા મળે તો રસ્તો બદલી લો.