મંગળવારના દિવસે જરૂર કરો આ ચમત્કારિક ઉપાય, મળશે ઈચ્છિત ચીજ અને હનુમાનજીના આશીર્વાદ

ધાર્મિક

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને તમામ અવરોધો દૂર થઈ જાય છે. તેથી તમે મંગળવારે હનુમાનજીની પૂજા જરૂર કરો અને પૂજા કરતી વખતે નીચે જણાવેલા સરળ ઉપાય કરો. આ ઉપાયોને કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જશે.

કરો તાંત્રિક હનુમાન યંત્રની સ્થાપના: જો તમારા પૂજા ઘરમાં તાંત્રિક હનુમાન યંત્ર નથી. તો મંગળવારના દિવસે તેને મંદિરમાં સ્થાપિત કરી દો. તાંત્રિક હનુમાન યંત્રની સ્થાપના કરતા પહેલા તેને હનુમાનજીની સામે રાખો અને હનુમાનજીની પૂજા કરો. પૂજા કર્યા પછી તેને મંદિરમાં સ્થાપિત કરી દો. દરરોજ આ યંત્રની પૂજા કરો. આ ઉપાય કરવાથી હનુમાનજી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે.

પ્રગટાવો શુદ્ધ ઘી અને તેલનો દીવો: મંગળવારના દિવસે મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરો. પૂજા કરતી વખતે હનુમાનજીની સામે બે દીવા પ્રગટાવો. જેમાંથી એક દીવો સરસવના તેલનો હોવો જોઈએ અને બીજો શુદ્ધ ઘીનો. દીવો પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસાના પાઠ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે.

પીપળાના વૃક્ષની કરો પૂજા: મંગળવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી પણ લાભદાયક સાબિત થાય છે. આ દિવસે તમે સવારે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો એક દીવો પ્રગટાવો. સાથે જ સાંજે મંદિરમાં જઈ હનુમાનજીની પૂજા કરો.

ચઢાવો ગુલાબનું ફૂલ: હનુમાનને પ્રસન્ન કરવા માટે તેને સતત 11 મંગળવાર સુધી લાલ ગુલાબના ફૂલ અર્પણ કરો. ગુલાબ ઉપરાંત જો તમે ઈચ્છો તો કેવડાના ફૂલો પણ અર્પણ કરી શકો છો. આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે અને તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરે છે. આ સિવાય હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવાથી પણ શુભ ફળ મળે છે.

કરો હનુમાનના મંત્રોનો જાપ: મંગળવારે સાંજે 7 વાગ્યે મંદિરમાં જઈને હનુમાનની સામે એક દીવો પ્રગટાવી દો. દીવો પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસા વાંચો અને ત્યાર પછી હનુમાનના મંત્રોનો જાપ કરો.