મહાદેવના આ મંદિરો છે ખૂબ જ રહસ્યમય અને ચમત્કારિક છે, આ મંદિરની શિવલિંગ તો દિવસમાં ત્રણ વખત બદલે છે પોતાનો રંગ

Uncategorized

આ દુનિયામાં મહાદેવના ભક્તોની કમી નથી. ભક્તો મહાદેવની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ લે છે. ભગવાન શિવના એવા ઘણા મંદિરો છે જ્યાં ભક્તોની ભારે ભીડ લાગી રહે છે. શિવજીના આ મંદિર ખૂબ ચમત્કારિક અને રહસ્યમય છે. આ મંદિરોના ચમત્કાર અને તેની વિશેષતાઓ ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આજે અમે તમને શિવજીના આવા જ કેટલાક ખાસ અને ચમત્કારિક મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે કહેવામાં આવે છે કે અહિં જે પણ ભક્ત દર્શન કરવા માટે આવે છે તેમના પર મહાદેવના આશીર્વાદ રહે છે. મહાદેવની કૃપાથી કોઈ પણ ભક્ત આ મંદિરોથી નિરાશ નથી જતા.

બિજલી મહાદેવ મંદિર: દેવોના દેવ મહાદેવનું બિજલી મહાદેવ મંદિર ખૂબ જ અનોખું માનવામાં આવે છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સ્થિત છે. કુલ્લુ શહેરમાં બ્યાસ અને પાર્વતી નદીઓના સંગમ નજીક એક પર્વત પર ભગવાન શિવનું આ પ્રાચીન મંદિર છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે દર 12 વર્ષે એકવાર, અહીં સ્થિત શિવલિંગ પર વીજળી પડે છે. વીજળી પડવાથી શિવલિંગ વેરવિખેર થઈ જાય છે, ત્યાર પછી પુજારી શિવલિંગના ટુકડાને માખણમાં લપેટીને રાખે છે અને સૌથી મોટી વિશેષતા અને ચમત્કાર એ છે કે આ શિવલિંગ ફરીથી જોડાઈ જાય છે.

અચલેશ્વર મહાદેવ મંદિર: ભગવાન શિવજીના આ મંદિરમાં જે શિવલિંગ છે તે દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. રાજસ્થાનના ધૌલપુરમાં આ મંદિર આવેલું છે. દુર્ગમ જંગલોની વચ્ચે સ્થિત આ ખૂબ જ અનોખું માનવામાં આવે છે. આ મંદિરમાં શિવલિંગનો રંગ સવારે લાલ હોય છે. બપોરે કેસરિયો રંગ હોય છે અને જેમ જેમ સાંજ તહી જાય છે તેમ તેમ આ શિવલિંગનો રંગ ઘાટો થતો જાય છે.

ભોજેશ્વર મંદિર: ભગવાન શિવનું આ મંદિર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી આશરે 32 કિલોમીટરના અંતરે ભોજપુર, રાયસેન જિલ્લામાં ભોજપુરની ટેકરી પર આવેલું છે. અહીંની શિવલિંગ ખૂબ જ વિશાળ અને અદ્ભુત માનવામાં આવે છે. ભગવાન શિવજીના આ પ્રાચીન મંદિરનું નિર્માણ પરમાર વંશના પ્રખ્યાત રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં જે શિવલિંગ છે એ સરળ લાલ એક જ પથ્થરમાંથી બનેલી છે.

લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર: ભગવાન શિવના આ મંદિરમાં જે શિવલિંગ છે તેમાં એક લાખ છિદ્રો છે. આને કારણે તેને લક્ષલિંગ પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ શિવલિંગ પર જેટલું પાણી રેડવામાં આવે છે, તે બધું જ પાણી આ શિવલિંગમાં સમાઈ જાય છે.

નિષ્કલંક મહાદેવ: ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ ચમત્કારી છે. ગુજરાતના ભાવનગરમાં કોલીયાક કાંઠેથી લગભગ 3 કિલોમીટરના અંતરે, અરબ સાગરમાં શિવનું આ મંદિર આવેલું છે. એવું કહેવામાં આવે છે કે દરરોજ અરબ સાગરના મોજાઓ અહીં શિવલિંગનો અભિષેક કરે છે. જ્યારે ભરતી આવે છે ત્યારે ભક્તો પગપાળા મંદિરની મુલાકાત લે છે.

Leave a Reply

Your email address will not be published.