બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અંદર, જો કોઈ પણ કલાકાર તેની ફિલ્મ સાઈન કરે છે, તો સૌથી પહેલા ઘણી ચીજો પર ધ્યાન આપે છે. દરેક સ્ટાર્સ ફિલ્મ સાઇન કરતાં પહેલાં પોતાની કોઈને કોઈ શરત જરૂર રાખે છે. જો આપણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોની વાત કરીએ તો તેમની માંગ પણ કંઇક અલગ જ હોય છે. બોલિવૂડના એવા ઘણા સુપરસ્ટાર છે જે ફિલ્મ કરતી વખતે ઘણી વાતો પર ધ્યાન આપે છે. જ્યારે આ કલાકારોને બધી ચીજો બરાબર લાગે છે, ત્યારે જ તેઓ ફિલ્મ સાઇન કરવાનું નક્કી કરે છે.આજે અમે તમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કેટલાક આવા જ સુપરસ્ટાર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે ફિલ્મ સાઇન કરતા પહેલા ડિરેકટર સામે વિચિત્ર શરતો રાખે છે, જેને જાણ્યા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
સલમાન ખાન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાન એક એવું જ નામ છે, જેના નામથી જ ફિલ્મો હિટ બની જાય છે. હાલમાં સલમાન ખાનની માંગ સૌથી વધુ છે. જેમ તમે બધા જાણો છો કે સલમાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે અને તેના ચાહકોનો અભાવ નથી. જો સલમાન ખાન કોઈ પણ ફિલ્મ પર સાઈન કરે છે તો સૌથી પહેલા તેની એક શરત રહે છે કે તે ઓનસ્ક્રીન કોઈ પણ અભિનેત્રીને કિસ નહીં કરે. આ સાથે તેની માંગ એ પણ રહે છે કે તે કોઈ પણ પ્રકારનો બોલ્ડ સીન નહીં કરે.
રિતિક રોશન
અભિનેતા રિતિક રોશને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી તેમણે એક સારી જગ્યા સ્થાપિત કરી છે. જણાવી દઈએ કે રિતિક રોશનને 6 વાર ફિલ્મફેર એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં અવ્યો છે. રિતિક રોશન કોઈપણ પ્રકારની ભૂમિકા નિભાવવામાં નિષ્ણાંત માનવામાં આવે છે. તેમણે પોતાની એક્ટિંગ ઉપરાંત પોતાના ડાન્સ મૂવ્સથી પણ લોકોનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે રિતિક રોશન ફિલ્મ સાઇન કરતી વખતે શૂટિંગ લોકેશન વાળા શહેરમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ જીમની માંગ કરે છે. સાથે જ તે પોતાના અંગત શૈફ ને પણ રસોઈ બનાવવા માટે સાથે લઈ જાય છે.
અક્ષય ખન્ના
બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્ના જો કોઈ ફિલ્મ પર સાઈન કરે છે, તો તેની આ જ માંગ રહે છે કે ફિલ્મમાં તેનું પાત્ર હદથી વધારે નકારાત્મક ન હોવું જોઈએ, તેની સાથે જ તેમની આ શરત પણ રહે છે કે તેઓ ફિલ્મમાં વિલનના રુપમાં હીરો દ્વારા ખૂબ ખરાબ રીતે માર ખાસે નહિં.
અક્ષય કુમાર
અક્ષય કુમાર ખિલાડી કુમાર તરીકે પણ ઓળખાય છે. તેણે પોતાની મહેનત અને શ્રેષ્ઠ એક્ટિંગથી નોંધપાત્ર સફળતા મેળવી છે. દરેક ઉંમરના દર્શકો અક્ષર કુમારને પસંદ કરે છે. તેણે પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. તેઓ તેમની દરેક ફિલ્મમાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે. અક્ષય કુમાર તે જ ઈચ્છે છે કે તેમના દર્શકોને કંઈક નવું મળી શકે. જો અક્ષય કુમાર કોઈ ફિલ્મ સાઈન કરે છે, તો તેની માંગ રહે છે કે તે રવિવારે કોઈ શૂટિંગ કરશે નહીં, ઉપરાંત મોડી રાત્રે શૂટિંગ કરવું પણ તેને પસંદ નથી.