બોલિવૂડ પહેલા સાઉથમાં એક્ટિંગનો જાદૂ ચલાવી ચુક્યા છે આ સ્ટાર્સ, આ નામ પર તો નહી આવે વિશ્વાસ

બોલિવુડ

બોલિવૂડ દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંની એક છે જ્યાં કામ કરવાનું સ્વપ્ન સામાન્ય લોકો પણ જોવે છે. તે ટીવી કલાકાર હોય કે પછી થિયેટર કલાકાર, દરેકને આશા હોય છે કે તેમને બોલિવૂડમાં મોટો બ્રેક મળે. આવા જ સપના સાથે, ટીવી સ્ટાર્સથી માંડીને પંજાબી, સાઉથ અને ભોજપુરી જેવા પ્રાદેશિક ઇન્ડસ્ટ્રી સુધીના કલાકારો બોલિવૂડમાં કામ કરવા આવે છે.ખાસ કરીને સાઉથ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા કલાકારો છે જેમણે બોલીવુડમાં એન્ટ્રી કરી છે અને બોલિવૂડમાં ખૂબ નામ પણ બનાવ્યું છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ એવા છે જેમણે સાઉથ ફિલ્મોમાં કામ કર્યા પછી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને આજે તમે તેમને બોલીવુડ સ્ટાર્સ જ માનો છો.

એશ્વર્યા રાય

બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક, એશ્વર્યાએ પણ સાઉથથી જ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ફિલ્મ ઈરુવર થી સાઉથ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી, એશે દેવદાસ, ધૂમ -2, જોધા અકબર, હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોમાં કામ કરીને બોલીવુડમાં તેની પ્રતિભા મેળવી. આજે લોકો એશ્વર્યાને બોલીવુડની ટોપ અભિનેત્રી માને છે.

ધનુષ

કોલાવેરી ડીના ગાયક અને અભિનેતા ધનુષે ફિલ્મ મૂવી 3 ના વીડિયો સોંગથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મ રાંઝણામાં કુંદનની ભૂમિકા માટે તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. જો કે, ધનુષ પણ એક દક્ષિણ ભારતીય અભિનેતા છે, જેમણે માર્યાન, અદુકલામ, કોડી, વેંઘઇ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી છે. હવે તે બોલિવૂડ પર ધૂમ મચાવી રહ્યો છે. ધનુષ ટૂંક સમયમાં સારા અને અક્ષયની સાથે અતરંગી રે ફિલ્મમાં જોવા મળશે.

દિશા પટાની

ભારતની રાષ્ટ્રીય ક્રશ તરીકે જાણીતી દિશા પટાની આજે બોલીવુડ અભિનેત્રી તરીકે જાણીતી છે, પરંતુ તેણીએ પોતાની કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી. જણાવી દઈએ કે દિશા પટાનીએ 2015 માં તેલુગુ ફિલ્મ લોફર થી પ્રવેશ કર્યો હતો, જેમાં તેની વિરુદ્ધ વરુણ તેજ હતો. ત્યાર પછી તેણે વર્ષ 2016 માં ફિલ્મ એમએસ ધોનીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ સિવાય તે બોલિવૂડની ઘણી અન્ય ફિલ્મોમાં પણ જોવા મળી છે.

સિદ્ધાર્થ

ભારતીય ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થે તેની કારકિર્દીની શરૂઆત તમિલ અને તેલુગુ ફિલ્મોથી કરી હતી. તેમણે સાઉથમાં નુવસ્થાનન્ટે નેન્વઘન્ટાના, બોમ્મારીલ્લૂ જેવી ફિલ્મોથી સફળતા મેળવી હતી. આ પછી સિદ્ધાર્થે ફિલ્મ રંગ દે બંસાતીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તે ચશ્મે ગદ્દુર, 180 જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ નામ બનાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ પોતાની કારકિર્દીની શરૂઆત બોલિવૂડથી નહિં પરંતુ સાઉથ થી કરી હતી. આ બહુ ઓછા લોકો જાણે છે કે પ્રિયંકાએ વર્ષ 2002 માં તમિલ ફિલ્મ તમિઝાનથી  સિનેમામાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી તેણે બોલિવૂડમાં ફિલ્મ હીરો – ધ લવ સ્ટોરી ઓફ અ સ્પાઇ થી પ્રવેશ કર્યો અને બોલિવૂડ સ્ટાર બની.

શ્રીદેવી

સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તે બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક હતી. જોકે તે પહેલા એક સાઉથ અભિનેત્રી હતી જેણે બોલીવુડમાં સફળ ફિલ્મો આપીને પોતાને મોટી સ્ટાર બનાવી હતી. સાઉથમાં શ્રીદેવીએ મૂંદ્રુ મુડિચુ, મેંડમ કોકિલા, સીગાપ્પુ રોજક્કલ જેવી ફિલ્મો માં કામ કર્યું ત્યાર પછી બોલિવૂડમાં ચાંદની, કર્મા, હિંમતવાલા, સદમા, મિસ્ટર ઇંડિયા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

Leave a Reply

Your email address will not be published.