કરોડોની કમાણી કરનારા આ સ્ટાર્સ આટલા ઓછા પગાર પર કરતા હતા કામ, આ સ્ટાર્સને ત મળ્યા હતા માત્ર 50 રૂપિયા

બોલિવુડ

બોલીવુડ સ્ટાર્સ આજે જે ફિલ્મો કરે છે તેના માટે તેઓ કરોડો રુપિયા લે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા કરોડો રૂપિયા લેનારા આ સ્ટાર્સ પહેલા 100-200 રૂપિયાની નોકરી કરી ચૂક્યા છે. અહીં અમે તમને આવા કેટલાક બોલીવુડ સ્ટાર્સની પહેલી કમાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આમિર ખાન: આમિર ખાન આજે બોલિવૂડમાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાય છે. જોકે, આમિરની બોલિવૂડની સફર એટલી સરળ નહોતી. આમિરને અહીં પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી છે. શરૂઆતમાં તેમણે આસિસ્ટેંટ તરીકે પણ કામ કર્યું હતું. આજે દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા લેનારા આમિર ખાનને પહેલી સેલેરી તરીકે માત્ર 1000 રૂપિયા મળ્યા હતા.

શાહરૂખ ખાન: બોલિવૂડમાં ‘કિંગ ખાન’ અને ‘બાદશાહ’ તરીકે જાણીતા શાહરૂખ ખાન આજની તારીખમાં અબજોની સંપત્તિના માલિક છે. તેની પત્ની ગૌરી પાસે પણ કરોડોની સંપત્તિ છે. પરંતુ શું તમે જાણો છો કે શાહરૂખ ખાનની પહેલી કમાણી કેટલી હતી? પંકજ ઉધાસના એક ગઝલ કોન્સર્ટમાં પહેલીવાર શાહરૂખ ખાને કામ કર્યું હતું. ત્યારે તેમને આ માટે 50 રૂપિયા મળ્યા.

અમિતાભ બચ્ચન: અમિતાભ બચ્ચનને સદીના સુપરસ્ટાર કહેવામાં આવે છે. તે ‘બિગ બી’ ના નામથી પણ પ્રખ્યાત છે. આજે અમિતાભ બચ્ચન તેની એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. આજે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. પણ જો તમે બિગ બી ની પહેલી સેલેરી વિશે જાણશો તો તમારૂ મોં ખુલ્લું ને ખુલ્લું રહી જશે. જ્યારે અમિતાભ બચ્ચન ફિલ્મોમાં કામ કરતા ન હતા, ત્યારે તેમણે કોલકાતાની એક શિપિંગ કંપનીમાં કામ કર્યું હતું, જ્યાં તેમને મહિનાના 500 રૂપિયા મળતા હતા.

અક્ષય કુમાર: બોલિવૂડમાં ‘ખિલાડી કુમાર’ તરીકે જાણીતા અક્ષય કુમાર આજે બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાના લિસ્ટમાં શામેલ છે, પરંતુ તેમને ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા બેંગકોકમાં વેઈટર અને શેફ તરીકે પણ કામ કરવું પડ્યું હતું. આ કામ માટે તેને પગાર તરીકે માત્ર 1500 રૂપિયા મળતા હતા.

પ્રિયંકા ચોપડા: ‘દેશી ગર્લ’ તરીકે હોલીવુડમાં પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પણ આ તબક્કે પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી છે. તેને તેની પહેલી આવક તરીકે 5000 રૂપિયાનો ચેક મળ્યો. આ પછીથી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

સલમાન ખાન: બોલિવૂડમાં ‘સુલતાન’ અને ‘ભાઈજાન’ તરીકે પ્રખ્યાત સલમાન ખાનની પહેલી કમાણી જાણીને તમે દંગ રહી જશો. સલમાન ખાન આજે બોલીવુડમાં ઘણા પ્રખ્યાત છે. તેને પ્રથમ વખત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરવું પડ્યું હતું, જેના માટે તેમને 100 રૂપિયા મળ્યા હતા. પછી સમય વીતતો ગયો અને આજે સલમાન ખાનની લગભગ બધી જ ફિલ્મો 100 કરોડ રૂપિયાથી વધુનો ધંધો સરળતાથી કરે છે.

ઇરફાન ખાન: બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંના એક ઇરફાન ખાન, જેમનું આ વર્ષે નિધન થયું છે, તેમને પણ ફિલ્મોની દુનિયામાં આવતાં પહેલાં ટ્યુશન કરાવવું પડ્યું હતું. એક બાળકની ફી ઇરફાન ખાન માત્ર 25 રૂપિયા લેતા હતા.

Leave a Reply

Your email address will not be published.