વિકી કૌશલથી લઈને તાપ્સી પન્નુ સુધીના, આ સ્ટાર્સે ફિલ્મોમાં કામ કરતા પહેલા મેળવી આ ડીગ્રી

બોલિવુડ

15 સપ્ટેમ્બરનો દિવસ એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઘણા લોકો એન્જિનિયર બનવાનું સ્વપ્ન જુએ છે. એટલું જ નહીં, બોલિવૂડમાં પણ ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પહેલા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી એક્ટિંગનો રસ્તો પકડી લીધો. તેની શરૂઆત 20 વર્ષ પહેલા અભિનેતા આર માધવને કરી હતી. તે એક એન્જિનિયર છે જેમણે એક્ટિંગમાં પણ પોતાની સ્કીલ બતાવી છે. તેમના આ રસ્તા પર બોલિવૂડના ઘણા સ્ટાર્સ ચાલ્યા છે. તો ચાલો એવા સ્ટાર્સ વિશે જાણીએ જેમણે એન્જિનિયરિંગ પછી એક્ટિંગનો રસ્તો અપનાવ્યો અને બોલિવૂડના મોટા કલાકારો બન્યા.

વિક્કી કૌશલ:ઉરી ફેમ એક્ટર વિકી કૌશલ તેની જોરદાર એક્ટિંગ માટે જાણીતો છે. જો કે એક એક્ટર બનતા પહેલા વિક્કી કૌશલ એન્જિનિયર હતો. વિકીએ વર્ષ 2009 માં મુંબઇની રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આ ડિગ્રી તેમણે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન્સમાંથી મેળવી છે. તે હિંદી ફિલ્મોના સ્ટંટ ડિરેક્ટર અને એક્શન કોરિયોગ્રાફર શામ કૌશલનો પુત્ર છે.તેના પિતા બોલીવુડનો એક ભાગ છે, તેથી વિકી પણ એક્ટિંગ તરફ વળ્યો. તેણે એન્જિનિયરિંગ છોડ્યું અને ત્યાર પછી એક્ટિંગની શરૂઆત કરી. તેમની પહેલી ફિલ્મ ‘મસાન’ હતી જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

કૃતિ સેનન:રાબ્તા ગર્લ કૃતિ સેનન પણ બ્યૂટી વિથ બ્રઈન નું પરફેક્ટ કૉમ્બિનેશન છે. ટાઇગર શ્રોફ સાથે હિરોપંતી થી ડેબ્યૂ કરનારી કૃતિએ બીટેક કર્યું છે. કૃતિએ યુપીના નોઈડાના જેપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીમાંથી બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવી છે. કૃતિ એક્ટ્રેસ બનતા પહેલા બીટેક એન્જિનિયર છે.જ્યારે તેને લાગ્યું કે તે એક સારી અભિનેત્રી બની શકે છે, ત્યારે તેણે એન્જિનિયરિંગનો રસ્તો છોડી દીધો અને મુંબઇ જવાનું પ્લાનિંગ કર્યું. આજે તે બોલિવૂડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.

કાર્તિક આર્યન:આજે કાર્તિક આર્યનની ગણતરી બોલીવુડના ટોપ એક્ટરોમાં થાય છે. ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ થી કાર્તિકને સફળતા મળી, પરંતુ શરૂઆતમાં તેના સપના જુદા હતા. કાર્તિક આર્યન અભ્યાસ માટે મુંબઇ આવ્યો હતો. તે ઇચ્છતો હતો કે તે મુંબઈની ડી વાઈ પાટિલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બાયોટેકનોલોજીની ડિગ્રી મેળવે.જો કે, તેનું મન એન્જિનિયરિંગમાં ઓછું અને ફિલ્મોમાં વધારે લાગવા લાગ્યું. તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને સાથે ફિલ્મોમાં આવવાની તૈયારી પણ કરતો હતો. આ પછી તેને લવ રંજનની ફિલ્મ મળી અને તે બોલિવૂડનો સફળ સ્ટાર બન્યો.

તાપસી પન્નુ:બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવનાર અભિનેત્રી તાપ્સી પન્નુ પણ એક સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂકી છે. તેમણે ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. ત્યાર પછી તે સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરવા લાગી. જો કે તેમનું મન હંમેશાં ફિલ્મો તરફ હતું અને તેણે મોડેલિંગ અસાઇનમેંટ  કરવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેણે એકથી એક ચઢિયાતી બ્લોકબાસ્ટર ફિલ્મો કરી. આજે તાપસીની ગણતરી સફળ અભિનેત્રીઓમાં થાય છે.

સુશાંતસિંહ રાજપૂત:દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એક ઉત્તમ કલાકારની સાથે સાથે એન્જિનિયર પણ હતો. તેમણે દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીથી એન્જિનિયરિંગની શરૂઆત કરી, પરંતુ તેનું મન ફિલ્મોમાં લાગી ગયું. ત્યાર પછી તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો. તે એક પ્રભાવશાળી અભિનેતાની સાથે સાયંસ લવર પણ હતો.તેને ચંદ્ર અને તારામાં ખૂબ રસ હતો. તેમના મૃત્યુ પછી, એવું પણ જાણવા મળ્યું છે કે તે લોકડાઉન પછી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા ઇચ્છતો હતો, પરંતુ આવું થઈ શક્યું નહીં.

સોનુ સૂદ:લોકડાઉનમાં દેશભરના ગરીબોને મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ પણ તેની શરૂઆતની કારકીર્દિમાં એન્જિનિયર હતો. જોકે, તેણે એન્જિનિયરિંગમાં કામ કર્યું નથી. તેમણે પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી યશવંતરાવ ચવ્હાણ કોલેજ ઓફ એન્જિનિયરિંગ માંથી મેળવી. આ પછી તેનું એન્જિનિયરિંગ માંથી મન હટી ગયું અને મોડેલિંગ શરૂ કર્યું. તેણે ફિલ્મોમાં એકથી એક ચઢિયાતા પાત્રો નિભાવ્યા છે. સોનુ સૂદને ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે.

અમીષા પટેલ:ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી બોલિવૂડમાં પગ મૂકનાર અમિષા પટેલે પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમિષાએ યુએસએના મૈસાચ્યુસેટ્સની ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી બાયો જેનેટિક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. આ પછી તેણે નક્કી કર્યું કે તે ફિલ્મોમાં કામ કરશે. શરૂઆતમાં તેની કારકિર્દી સફળ રહી હતી, પરંતુ હવે તે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે.

જીતેન્દ્રકુમાર:જીતુ ભૈયા તરીકે જાણીતા જીતેન્દ્ર કુમારે ફિલ્મો કરતા વધારે વેબ સિરીઝમાં કામ કરીને નામ કમાવ્યું છે. જીતેન્દ્રએ આયુષ્માન ખુરાના સાથેની ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ માં કામ કરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ સિવાય તે પંચાયત, પાન બહાર જેવી વેબ સિરીઝમાં પણ દેખાઈ ચૂક્યો છે. એક્ટર બનતા પહેલા જીતેન્દ્રએ આઈઆઈટી ખડગપુરથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું. પછી તેનું મન એક્ટિંગ તરફ વળ્યું અને તેણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી.

આર માધવન:બોલિવૂડના જાણીતા અભિનેતા આર માધવને એકથી એક ચઢિયાતી ફિલ્મ કરી છે. જોકે, એક્ટિંગ કરતા પહેલા તેણે કોલ્હાપુરની રાજારામ કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. આ પછી, તેમણે મહારાષ્ટ્રની કિશનચંદ ચેલ્લારામ કોલેજમાંથી પબ્લિક સ્પીકિંગની ડિગ્રી પણ મેળવી. હીરો તરીકે, તે મણિરત્નમ જેવા પ્રતિભાશાળી ડિરેક્ટરની ફિલ્મ ‘અલાઇપાયુથે’ થી જાણીતા થયા. આર માધવને 3 ઇડિઅટ્સ, રહના હૈ તેરે દિલ મેં, તનુ વેડ્સ મનુ જેવી શાનદાર ફિલ્મો કરી છે.

16 thoughts on “વિકી કૌશલથી લઈને તાપ્સી પન્નુ સુધીના, આ સ્ટાર્સે ફિલ્મોમાં કામ કરતા પહેલા મેળવી આ ડીગ્રી

Leave a Reply

Your email address will not be published.