ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીઓ આજે પણ જીવી રહી છે સિંગલ લાઈફ, કોઈની ઉંમર છે 45 તો કોઈની 47ને પાર

Uncategorized

ભારતમાં છોકરીના લગ્નની ચિંતા તેના જન્મ પછી માતા-પિતાને અંદરથી કંપારી દે છે. જ્યારે કોઈ છોકરી 20 વર્ષની ઉંમર મર્યાદા પાર કરે છે, ત્યારે તેના માટે છોકરો જોવાનો શરૂ કરી દેવામાં આવે છે. જો કે એ છોકરી કેટલી પણ સફળ કેમ ન હોઈ, તેના લગ્ન અંગે હંમેશાં સંબંધીઓ અથવા કુટુંબીજનો દ્વારા મેણા મારવામા આવે છે. બોલિવૂડ અને ટીવી જગતમાં પણ આવી ઘણી અભિનેત્રીઓ છે, જેઓ 45 વર્ષની ઉંમર પાર કરી ચુકી છે, પરંતુ આજે પણ તેઓ સિંગલ લાઈફ પસાર કરી રહી છે. એમાથી જ આજે અમે તમારા માટે એક લિસ્ટ તૈયાર કરીને લવ્યા છીએ. અહીં અમે તમને એવી 5 અભિનેત્રીઓ સાથે પરિચય કરાવીશું જેમના લગ્ન કાં તો થઈ શક્યા નથી અથવા લાંબા સમય સુધી ટકી શક્યા નથી. આજે તે અભિનેત્રીઓ એકલી રહે છે છતા પણ ખુબ ખુશ છે. તો ચાલો જાણીએ તેમના નામ.

સાક્ષી તન્વર:સાક્ષીને તમે બધાએ સોની ટીવીના પ્રખ્યાત શો ‘બડે અચ્છે લગતે હૈં’માં જરુર જોઈ હશે. સાક્ષી એક સમયે ટીવી જગતનીટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ રહી છે. જોકે હવે તે સ્ક્રીન પર ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ 47 વર્ષીય સાક્ષી આજે પણ સિંગલ છે. વર્ષ 2018 માં, તેણે એક પુત્રીને દત્તક લીધી હતી અને આજે તેની સાથે જ ખૂબ આનંદથી જીવન પસાર કરી રહી છે.

જયા ભટ્ટાચાર્ય:જયા ટીવી ઇન્ડસ્ટ્રીનો એક નામી ચહેરો છે. તેણે ‘ક્યોકિ સાસ ભી કભી બહુ થી’, ‘બનુ મેં તેરી દુલ્હન’, ‘ઝાંસી કી રાની’,’સિલસિલા બદલતે રિશ્તો કા’ વગેરે જેવા પ્રખ્યાત શોમાં કામ કર્યું છે. જયા 42 વર્ષની થઇ ગઇ છે પરંતુ આજે પણ તે સિંગલ છે. એક ઇંટરવ્યૂમાં, તેણે જણાવ્યું હતું કે જો તેને ભવિષ્યમાં કોઈ પ્રેમ કરનાર વ્યક્તિ મળે છે, તો તે લગ્ન વિશે જરૂર વિચારશે.

નેહા મહેતા:નેહા મહેતાએ ઘણા પખ્યાત ટીવી શોમાં કામ કર્યું છે. પરંતુ તેને તેની ઓળખ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ આપી છે. જોકે હાલમાં નેહાએ આ શો છોડી દીધો છે, પરંતુ તે ચાહકોના દિલમાં આજે પણ છે. નેહાએ અત્યાર સુધી લગ્ન કર્યા નથી.

શિલ્પા શિંદે:શિલ્પાએ બિગ બોસથી લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ તે પહેલા તે એંડ ટીવી ચેનલના શો ‘ભાભી જી ઘર પર હૈ’ માં અંગૂરી ભાભીની ભૂમિકા પણ નિભાવી ચુકી છે. શિલ્પાના લગ્ન વર્ષ 2009 માં રોમિત રાજ સાથે થવાના હતા, પરંતુ બંનેનો સબંધ કોઇ કારણોસર એવો તૂટી ગયો કે આજે પણ તે સિંગલ લાઈફ જીવી રહી છે.

મેઘના મલિક:‘ના આના ઇસ ડેસ લાડો’માં અમ્માજી ની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી મેઘના ટીવી દુનિયાનો જાણીતો ચહેરો છે. એવું કહેવામાં આવે છે કે તેમના લગ્ન વર્ષ 2000 માં થયા હતા પરંતુ થોડા સમયમાં તેમના છૂટાછેડા પણ થઇ ગયા હતા. મેઘના આજની તારીખે પણ સિંગલ લાઈફ જીવી રહી છે અને ખૂબ ખુશ પણ છે.

Leave a Reply

Your email address will not be published.