મોરપીંછ સાથે જોડાયેલા આ અસરકાર ટોટકા, બદલી નાખશે તમારું નસીબ, મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

મોરના પીંછાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને મોર પીંછનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર મોરના પીછામાં દેવતાઓ અને નવ ગ્રહનો વાસ હોય છે. આટલું જ નહીં, શાસ્ત્રોમાં મોર પીંછને પણ ખૂબ શક્તિશાળી ગણવામાં આવે છે. ખરેખર મોર પીંછ સાથે એક કથા જોડાયેલી છે. જે નીચે મુજબ છે, કથા મુજબ સંધ્યા નામનો અસુર હતો. આ અસુર શિવનો મોટો ભક્ત હતો. એકવાર સંધ્યા અસુરે કઠોર તપ કર્યું અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને શિવ પાસેથી વરદાનમાં ઘણી શક્તિઓ મેળવી. આ શક્તિઓ મેળવ્યા પછી સંધ્યા ખૂબ શક્તિશાળી બની ગયો અને પોતાની શક્તિના બળ પર દેવતાઓને પરેશાન કરવા લાગ્યો. સંધ્યા અસુર એટલો શક્તિશાળી હતો કે કોઈ પણ દેવ તેની સાથે સ્પર્ધા કરી શકતા ન હતા.

સંધ્યા અસુરના અત્યાચારોથી તંગ આવીને દેવતાઓએ શિવજીની મદદ માંગી. ત્યારે શિવ ભગવાને દેવતાઓને સંધ્યા અસુર નો સામનો કરવા સાથે જોડયેલી એક યોજના જણાવી. આ યોજના હેઠળ બધા દેવી-દેવતાઓ અને નવા ગ્રહોએ મોરપીછમાં વાસ કર્યો અને મોર તાકતવર બની ગયો. ત્યાર પછી આ મોર સંધ્યા અસુર સાથે લડ્યો અને સંધ્યા અસુરનો વધ કર્યો. ત્યારથી મોર પીછને શક્તિશાળી માનવામાં આવે છે અને તેને પૂજનીય અને પવિત્રનો દરજ્જો આપવામાં આવ્યો. ઘરમાં માત્ર એક મોરપીંછ રાખવાથી જીવનની ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

ઘરમાં વાસ્તુ દોષ હોય તો એક મોરપીંછ ઘરમાં રાખી દો. આ કરવાથી વાસ્તુ દોશ દૂર થઈ જશે. જો કુંડળીમાં ગ્રહો ભારે હોય, તો વ્યક્તિએ તેના રૂમમાં મોરપીંછ રાખવું જોઈએ. રૂમમાં મોરપીંછ રાખવાથી ગ્રહો શાંત રહે છે અને ગ્રહોના ક્રોધથી રક્ષા થાય છે.

જો ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુ મુજબ ન હોય તો તમારે મુખ્ય દરવાજા પર ત્રણ મોરપીંછ મૂકવા જોઈએ. જો કપલ વચ્ચે અવારનવાર લડાઈ થતી રહે છે, તો પોતાના રૂમમાં બે મોરપીંછ રાખી દો. આ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ જળવાઈ રહેશે અને લડત અટકી જશે.

જો કોઈના લગ્ન થઈ રહ્યા નથી તો તે પોતાની પાસે હંમેશા એક મોરપીંછ રાખી દો. પોતાની પાસે મોરપીંછ રાખવાથી લગ્ન ટૂંક સમયમાં થઈ જશે. પૈસાનું નુક્સાન થાય ત્યારે તિજોરીમાં એક મોરપીંછ રાખી દો. આ કરવાથી પૈસાનું નુક્સાન નહિં થાય અને સરળતાથી પૈસા ભેગા થવા લાગશે.

જ્યારે પણ કોઈ જરૂરી કામ માટે ઘરની બહાર જાઓ ત્યારે પોતાની પાસે એક મોરપીંછ રાખો. પોતાની પાસે મોરપીંછ રાખવાથી કાર્યમાં સફળતા મળશે. ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો ઘરની પૂર્વ-દક્ષિણ દિશામાં એક મોર પીંછ રાખી દો. જોકે મોરપીંછ એવી રીતે રાખો કે તેના પર કોઈની નજર ન પડે.