બોલિવૂડના આ સ્ટાર્સ ખાઈ ચુક્યા છે જેલની હવા, કોઈની કારકિર્દી થઈ ચોપટ, તો કોઈની બદલાઈ ગઇ જિંદગી

બોલિવુડ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને લયને લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. સુશાંત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ બાબત સામે આવ્યા પછી 14 દિવસ માટે તેને જેલમાં મોકલવામાં આવી છે. જો કે, જોવામાં આવે તો ફિલ્મ જગતમાં રિયા ચક્રવર્તીની કારકિર્દી કંઈ ખાસ રહી નથી. તેણે થોડીક ફિલ્મોમાં જ કામ કર્યુ છે અને તેની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે એટલે કે રિયાની ફિલ્મો કંઇ ખાસ કમાલ કરી શકી નથી. જેમ જેમ સુશાંત કેસમાં તપાસ થઈ રહી છે. તેમ તેમ રિયાની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. ઠીક છે, એ તો આવનારો સમય જ કહી શકે છે કે ભવિષ્યમાં રિયાનું શું થશે? રિયા સિવાય બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એવા ઘણા સ્ટાર્સ છે જે કોઈ ને કોઇ કારણસર જેલની હવા ખાઇ ચુક્યા છે. જ્યારે આ સ્ટાર્સ જેલની સજા ભોગવીને પાછા આવ્યા, ત્યારે કોઈની કારકિર્દી ચોપટ થઈ ગઈ, તો કોઈના જીવનમાં સંપૂર્ણ રીતે બદલાવ આવી ગયો.

સલમાન ખાન:આજના સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાનનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. વર્તમાન સમયમા તે બોલિવૂડનો સૌથી મોંઘો અને દિગ્ગજ એક્ટર માનવામાં આવે છે. પરંતુ સલમાન ખાન પણ જેલની હવા ખાઈ ચુક્યો છે. જી હા, વિવાદ અને સફળતા બંને સલમાન ખાનની સાથે સાથે ચાલી છે. સલમાન ખાન પર હિટ એન્ડ રન અને કાળા હરણના શિકારનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેના કારણે તેને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ સલમાન ખાનની કારકિર્દી પર તેની કોઈ પણ અસર પડી નહી. તેમને સતત ફિલ્મોમાં કામ મળી રહ્યુ છે. તેની કારકિર્દી સતત સફળતાની સીડી પર ચઢી રહી છે.

સંજય દત્ત:સંજય દત્તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી છે પરંતુ મુંબઈ બ્લાસ્ટ દરમિયાન ગેરકાયદેસર હથિયાર ઘરમાં રાખવા માટે સંજય દત્તને 5 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જ્યારે તે જેલમાંથી પાછો આવ્યો ત્યારે પણ તેની ફિલ્મી કારકિર્દી પર કોઈ અસર થઈ નહીં.

ફરદીન ખાન:તમે બધા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાનને તો જાણો જ છો. ફરદીન ખાન પણ કોકીન રાખવાના અને સપ્લાય કરવાના ગુનામાં જેલમાં જઈ ચુક્યો છે. જ્યારે તે જેલની સજા ભોગવીને પાછો આવ્યો ત્યારે તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેની કારકિર્દી સફળ રહી નહિં. હવે તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ છે.

શાઇની આહૂજા:જણાવી દઈએ કે ફિલ્મ એક્ટર શાઇની આહુજાએ બોલિવૂડની ફિલ્મ હજાર ખ્વાઈશેથી એકટિંગનિ દુનિયામાં પગ મુક્યો હતો. તેની ફિલ્મી કારકિર્દી સારી રીતે ચાલી રહી હતી અને તે ધીરે ધીરે શ્રેષ્ઠ અભિનેતાઓમાં શામેલ થઈ રહ્યો હતો. પરંતુ વર્ષ 2009 માં, તેના ઘરમાં કામ કરતી એક મહિલાએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જેમાં તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે તે જેલની સજા ભોગવીને પાછો આવ્યો ત્યારે તેની કારકિર્દી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ  હતી.

મધુબાલા:જણાવી દઈએ કે મધુબાલાએ બીઆર ચોપડા નિર્દેશિત ફિલ્મ ‘નયા દૌર’ માટે સાઇન કરી હતી અને તેને એડવાંસ પણ મળી ગયું હતું. પરંતુ મધુબાલાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દિધો, ત્યાર પછી બીઆર ચોપડાએ કોર્ટ નો દરવાજો ખખડાવ્યો અને મધુબાલાને જેલની હવા ખાવી પડી. પરંતુ જેલની સજા કાપવા છતાં પણ, મધુબાલની ફિલ્મી કારકિર્દી પર પર તેની કોઇ અસર થઈ નહિં.

સૈફ અલી ખાન:બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન પણ જેલમાં જઈ ચુક્યો છે. ખરેખર, મુંબઈની તાજ હોટલમાં સૈફ અલી ખાનનો એનઆરઆઈ સાથે ઝઘડો થયો હતો. વાદ-વિવાદમાં સૈફ અલી ખાને તે એનઆરઆઈને સારી રીતે માર્યો હતો, ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી હતી અને સૈફ અલી ખાનની પોલીસે ધરપકડ કરી હતી. જેલની સજા મળી હોવા છતા પણ સૈફ અલી ખાનની કારકિર્દી ઉપર ચઢી રહી છે.

1 thought on “બોલિવૂડના આ સ્ટાર્સ ખાઈ ચુક્યા છે જેલની હવા, કોઈની કારકિર્દી થઈ ચોપટ, તો કોઈની બદલાઈ ગઇ જિંદગી

Leave a Reply

Your email address will not be published.