મુંબઈથી દૂર ગોવામાં સમય પસાર કરી રહ્યા છે બોલીવુડના આ સ્ટાર્સ, જાણો શું છે કારણ

બોલિવુડ

ભારતમાં કોરોના આગમન પછી લોકડાઉન કરવામાં આવ્યું અને તેના કારણે ટીવી સ્ટાર્સથી લઈને બોલિવૂડ સ્ટાર્સને પણ ઘરે બેસવાની ફરજ પડી હતી. હવે લોકડાઉન હટાવવામાં આવ્યું છે, તો બોલિવૂડ સ્ટાર્સ ફરવા નીકળી રહ્યા છે.સામાન્ય રીતે તો બોલિવૂડ સ્ટાર્સ દુનિયાની દરેક જગ્યાએ ફરતા હોય છે, પરંતુ દેશમાં એક એવી જગ્યા છે કે જ્યાં આ સ્ટાર્સ સૌથી વધુ ફરવા માટે જાય છે. જણાવી દઈએ કે લોકડાઉન ખુલતાની સાથે જ દીપિકાથી લઈને સારા અલી ખાન સુધીના ઘણા સ્ટાર્સ એવા છે જે ગોવા જવા લાગ્યા છે.ચાલો જાણીએ ક્યા સ્ટાર્સ લોકડાઉન ખુલતાની સાથે જ ગોવા ગયા છે અને શા માટે.

દીપિક પાદુકોણ: બોલિવૂડની મસ્તાની દીપિકા પાદુકોણને પણ ગોવા જવું ખૂબ પસંદ છે. તાજેતરમાં જ દીપિકા પણ ગોવા જવા માટે મુંબઈથી રવાના થઈ છે. દીપિકા અનટાઇટલ્ડ ફિલ્મના શૂટિંગ માટે ગોવા પહોંચી છે. જણાવી દઈએ કે દીપિકા કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બની રહેલી બોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે ગોવા આવી છે.

વરૂણ ધવન: બોલિવૂડનો હિટ સ્ટાર વરૂણ ધવન લોકડાઉનમાં તેમના ઘરમાં કેદ હતો. તેના કપડા ધોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે લોકડાઉન સમાપ્ત થતાની સાથે જ વરૂણ ધવન પણ તેની પ્રેમિકા નતાશા દલાલ સાથે ગોવા જવા રવાના થયો છે. ગોવામાં પહોંચ્યા પછી વરુણે નતાશા સાથે રજાની તસવીરો પણ પોસ્ટ કરઈ હતી.

ઇશાન ખટ્ટર-અનન્યા પાંડે: અનન્યા અને ઇશાન આજકાલ તેમની ફિલ્મ ખાલી પીલીને લઈને સતત ચર્ચામાં છે. બંનેની કેમેસ્ટ્રી ટ્રેલર અને ગીતોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે પણ ગોવા જવા માટે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને તેમની આગામી ફિલ્મ ખાલી પીલી ના પ્રમોશન માટે ગોવા પહોંચ્યા છે.

કરણ જોહર: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર આ દિવસોમાં વિવાદનો એક ભાગ બની રહ્યા છે. તેમના પર નેપોટિજમ અને ગ્રુપિજમ જેવા આરોપ લાગ્યા છે. આવી સ્થિતિમાં આ બધી બાબતોથી પરેશાન કરણ જોહર તેના પરિવાર સાથે ગોવા પહોંચ્યો છે. થોડા સમય પહેલા જ તે તેની માતા અને બાળકો સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જો સમાચારની વાત માનવામાં આવે તો, કરણ જોહર થોડા સમય માટે મીડિયાની દૂર રહેવા માંગે છે.

સારા અલી ખાન: સારાને ગોવા ખૂબ જ પસંદ છે અને ઘણીવાર તે પાર્ટી કરવા માટે ગોવા જાય છે. સારા આ દિવસોમાં ભાઈ ઇબ્રાહિમ સાથે ગોવા ગઈ છે. આ સાથે જ સમાચાર છે કે તે હવે ઓક્ટોબરમાં ‘અતરંગી રે’ના શૂટિંગ માટે મુંબઈ પરત ફરશે.

Leave a Reply

Your email address will not be published.