ફીની બાબતે કોઈ હીરોથી ઓછી નથી બોલીવુડની આ અભિનેત્રીઓ, ફી તરીકે વસૂલે છે કરોડો રૂપિયા

બોલિવુડ

બોલિવૂડમાં હીરો જેટલા ખાસ હોય છે તેટલી જ ખાસ હોય છે ફિલ્મની હીરોઈનો, પરંતુ ફીની દ્રષ્ટિએ, હીરો ઘણી વાર આગળ નીકળી જાય છે. બોલિવૂડ અભિનેત્રીઓ તેમની જોરદાર એક્ટિંગ અને સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરે છે, પરંતુ ઘણીવાર તેઓને હીરો કરતા ઓછી ફી મળે છે. જો કે હવે વાતાવરણ પહેલા કરતા વધારે બદલાઇ ગયું છે.બોલીવુડમાં કેટલીક એવી હિરોઇનો પણ છે જે હીરોની બરાબર ફી મેળવે છે અને ક્યારેક હીરો કરતા વધારે ફી મેળવે છે. આટલું જ નહીં, આ અભિનેત્રીઓને ઘણી વખત તેમની ફિલ્મ ચલાવવા માટે કોઈ હીરોની પણ જરૂર પડતી નથી અને તે પોતાની જાતે જ ફિલ્મો ચલાવે છે. તમને જણાવીએ કે કોણ છે બોલીવુડની ટોપ અભિનેત્રીઓ જે હિરો જેટલી ફી લે છે.

કંગના રનૌત

બોલિવૂડની ક્વીન કંગના રાનૌત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. કંગના માત્ર તેની બોલ્ડ અને બિંદાસ શૈલી માટે જ જાણીતી નથી, સાથે સાથે તેની ફિલ્મો પણ બોલિવૂડમાં ખૂબ ધમાલ મચાવે છે. એટલું જ નહીં, તે બોલીવુડની એક એવી અભિનેત્રી છે જેણે આજ સુધી એક પણ ખાન સાથે કામ નથી કર્યું અને પોતાની જાતે જ ફિલ્મો હિટ બનાવી છે.આ વર્ષે કંગનાની ફિલ્મો કંઈ ખાસ બતાવી શકી નથી, પરંતુ તેમ છતાં પણ તેમના માટે ચાહકોનો પ્રેમ ઓછો થયો નથી. સમાચારો અનુસાર કંગનાએ તેની ફિલ્મ મણિકર્ણનિકા માટે 14 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

કેટરીના કૈફ

બોલિવૂડની બોબી ગર્લ કેટરિના કૈફે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કુશળતા અને સુંદરતાથી બધાને દિવાના બનાવ્યા છે. ઘણા લાંબા સમયથી કેટરીના કૈફની ફિલ્મો હિટ રહી નથી, પરંતુ તેની ફેન ફોલોવિંગમાં કોઈ ઘટાડો થયો નથી. કેટરિનાએ ટાઇગર ઝિંદા હૈ, નમસ્તે લંડન, મેરે બ્રધર કી દુલ્હન, જબ તક હૈ જાન, મૈને પ્યાર ક્યોં કિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કેટરિના તેની દરેક ફિલ્મ માટે 8 થી 9 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

આલિયા ભટ્ટ

‘રાઝી’ અને ‘હાઇવે’ જેવી ફિલ્મોથી પોતાની એક્ટિંગની કુશળતા બતાવનારી આલિયા ભટ્ટે ખૂબ જ ટૂંકા સમયમાં તેની પ્રતિભાથી લોકોને તેના ચાહકો બનાવ્યા છે. આલિયા બોલિવૂડની ક્યૂટ અભિનેત્રીઓમાંની એક છે અને તેની ગણતરી બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં થાય છે. આલિયાએ બદ્રીનાથ કી દુલ્હનિયા, રાઝી, ઉડતા પંજાબ, ગલી બોય, ડિયર જિંદગી જેવી હિટ ફિલ્મો આપી છે.આલિયા ભટ્ટ હાલમાં તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે ચર્ચામાં છે. આ માટે આલિયાએ ઘણી મોટી ફી લીધી છે. તે જ સમયે, આલિયાએ ફિલ્મ રાઝી માટે 10 કરોડની ફી લીધી હતી.

અનુષ્કા શર્મા

અનુષ્કા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે, પરંતુ તે આજે પણ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. અનુષ્કાની ફેન ફોલોવિંગ પણ મજબૂત છે. સમાચારો અનુસાર અનુષ્કા દરેક ફિલ્મ માટે 6 થી 7 કરોડ લે છે. જણાવી દઈએ કે અનુષ્કા આ દિવસોમાં પ્રેગ્નેંટ છે અને ઘરે જ સમય વિતાવી રહી છે.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડની દેશી ગર્લ અને ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડાએ પૃથ્વી થી આકાશ સુધીની સફર પોતાના દમ પર જ નક્કી કરી છે. તેણે માત્ર બોલિવૂડમાં જ પોતાની પ્રતિભા બતાવી નથી, તેણે હોલીવુડમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. પ્રિયંકા તેની દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલ કરે છે. સમાચાર અનુસાર, પીસીએ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ માટે 12 કરોડ રૂપિયા ફી લીધી હતી.

દીપિકા પાદુકોણ

બોલિવૂડની મસ્તાની દીપિકા તેની દરેક ફિલ્મ માટે મોટી ફી લે છે. તે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. સમાચારો અનુસાર દીપિકાને ફિલ્મ ‘પદ્માવત’ માટે 11 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ફિલ્મની સફળતા પછી તેણે તેની ફીમાં વધારો કર્યો અને તે તેની દરેક ફિલ્મ માટે 11 થી 12 કરોડ રૂપિયા લે છે.

Leave a Reply

Your email address will not be published.