આ 6 એક્ટરે રિયાલિટી શોમાં કંટેસ્ટેંટ તેરીકે કરી હતી એંટ્રી, અને આજે બની ગયા ટીવીના સૌથી મોંઘા ચહેરા,જાણો તેમના વિશે વિગતે

બોલિવુડ

આજની મોડર્ન પેઢી રિયાલિટી શોની દિવાની છે. ટીવી પર અવારનવાર નવા રિયાલિટી શો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે, જે દર્શકોને ખૂબ પસંદ પણ છે. શું તમે જાણો છો કે રિયાલિટી શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને ઘણી લોકપ્રિયતા મળે છે? જી હા, આમાંના કેટલાક સ્પર્ધકો તો આ શોનો ઉપયોગ તેમના સ્ટારડમ માટે પણ કરતા આવ્યા છે.આજે અમે તમને આવા 6 ચહેરાઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે શરૂઆત કરી હતી, પરંતુ આજે તેઓ આખી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે અને સૌથી મોંઘા એક્ટર બની ચુક્યા છે. ચાલો જાણીએ આ દિગ્ગજ એક્ટરોના નામ

દેવોલિના ભટ્ટાચારજી:તાજેતરમાં જ દેવોલિનાએ બિગ બોસની 13 મી સીઝનમાં ભાગ લીધો હતો. આ પહેલા તે ઘર-ઘરમાં ગોપી બહુ તરીકે ઓળખાતી હતી. દેવોલિના સ્ટાર પ્લસની સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’ માટે જાણીતી છે. સંસ્કારી બહુ ગોપીનું પાત્ર નિભાવતા પહેલા તે રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ના ઓડિશનમાં જોવા મળી હતી. આ શો પછી તેને સિરિયલમાં કાસ્ટ કરવામાં આવી હતી. આજે, દેવવોલીના ટીવીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે, જે મોટી કમાણી પણ કરી રહી છે.

રિત્વિક ધનજાની:રિત્વિકે ‘પ્યાર કી એક કહાની’, ‘પવિત્ર રિશ્તા’ જેવા સુપરહિટ શોમાં કામ કર્યું છે. પરંતુ તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 1’ થી કરી હતી. આજે તે ટીવી જગતનો જાણીતો ચહેરો છે જે આજે એક એપિસોડ માટે લાખો રૂપિયા લે છે.

રણવિજય:એમટીવી પર આવતો રિયાલિટી શો ‘એમટીવી રોડીઝ’ માં, રણવિજયે પહેલી વાર સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી અને તે પહેલી જ સિઝનમાં વિજેતા પણ રહ્યો હતો. આ પછી, તેને એટલી લોકપ્રિયતા મળી કે આ શો ઉપરાંત તેમને વધુ બે શોનો હોસ્ટ બનાવવામાં આવ્યો. આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતો રણવિજય ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ દેખાઈ ચૂક્યો છે.

અંકિતા શર્મા:સોશિયલ મીડિયા પર અંકિતા ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પંજાબી ડાન્સ વીડિયો શેર કરે છે જે તેના ચાહકોને ખૂબ આકર્ષિત કરે છે. ટીવીની દુનિયામાં અંકિતાએ ‘અગલે જન્મ મોહે બિટિયા હી કીજો’, ‘બાત હમારી પક્કી હૈ’, ‘રંગરસીયા’ જેવા શોમાં કામ કર્યું છે. પરંતુ તે સૌથી પહેલા ‘ટિકિટ ટૂ બોલિવૂડ’ રિયાલિટી શોમાં જોવા મળી હતી.

રાઘવ જુઆલ:રાઘવ પહેલી વાર વર્ષ 2012 માં ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ભાગ લેવા આવ્યો હતો. તેના ડાંસે દર્શકોને તેમના દીવાના બનાવ્યા હતા. જોકે તે આ શો જીતી શક્યો ન હતો, પરંતુ આજે તે ઘણા મોટા શો હોસ્ટ કરી રહ્યો છે. તેણે એબીસીડી 2 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મયાંગ ચાંગ:મયાંગ પહેલી વાર રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલના સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો. તે ઘણા શોઝમાં હોસ્ટ રહી ચુક્યો છે સાથે જ તે બદમાશ કંપની જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. સિંગિંગ રિયાલિટી શોથી શરૂઆત કરનાર મયાંગ ચાંગ આજે ટીવીનો મોટો ચહેરો બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published.