જેમને કરતા હતા પ્રેમ તેમના જ લગ્નમાં બારાતી બનીને પહોંચી ગયા હતા આ 5 સ્ટાર્સ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

પ્રેમ કહેવામાં તો ખૂબ જ પ્રેમાળ ચીજ હોય છે, પરંતુ જ્યારે બ્રેકઅપ થાય છે ત્યારે દુઃખનું પુર આવી જાય છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈનું બ્રેકઅપ થાય છે, ત્યારે તે તેમના એક્સ પાર્ટનર સાથે કોઈ સંપર્ક નથી રાખતા. પરંતુ બોલિવૂડમાં સ્થિતિ થોડી અલગ હોય છે. ગ્લેમથી ભરેલી આ દુનિયામાં પ્રેમ, બ્રેકઅપ, લગ્ન અને છૂટાછેડા ખૂબ જ સામાન્ય ચીજ છે. અહીં લોકો બ્રેકઅપ પછી પણ પોતાના એક્સ સાથે સારી મિત્રતા રાખે છે. પરંતુ કેટલાક તો તેમના એક્સના લગ્નમાં તેમને અભિનંદન આપવા પહોંચી જાય છે.

જરા વિચારો કે જો તમારા લગ્નમાં તમારા એક્સ પ્રેમી આવી જાય તો તમે ગભરાઈ જશો. કદાચ લગ્નનું વાતાવરણ પણ બગડી જાય. પરંતુ બોલિવૂડના લગ્નોમાં આવું નથી થતું. અહીં તમારા એક્સ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ ખુશી-ખુશીથી આવે છે અને તમને નવા જીવનની શુભકામનાઓ આપીને ચાલ્યા જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તે સ્ટાર્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે બ્રેકઅપ પછી પોતાના એક્સના લગ્નમાં પહોંચ્યા હતા.

રણબીર કપૂર, સોનમ કપૂરના લગ્નમાં: રણબીર કપૂર અને સોનમ કપૂરે 2007માં સાંવરિયા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંનેના લવ અફેરની ચર્ચાઓ ખૂબ જ ગરમ રહી હતી. જોકે પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ પછી સોનમે ‘કોફી વિથ કરણ’ શો માં રણબીર વિશે ઘણી કમેન્ટ્સ પણ કરી હતી. જો કે છતાં પણ જ્યારે સોનમે 2018 માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા, ત્યારે રણબીર પોતાની કરંટ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે તેને અભિનંદન આપવા પહોંચ્યો હતો.

ડિનો મોરિયા, બિપાશા બાસુના લગ્નમાં: બિપાશા બાસુ અને ડીનો મોરિયાએ રાઝ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બંનેના રોમેન્ટિક સીન્સ પણ હતા. ફિલ્મ પછી પણ બંનેનું અફેર ચાલુ રહ્યું. જો કે થોડા વર્ષો પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. રસપ્રદ વાત એ છે કે બ્રેકઅપ પછી પણ તેમની મિત્રતા અકબંધ રહી હતી. આવી સ્થિતિમાં જ્યારે બિપાશાએ 2016માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા ત્યારે તેને અભિનંદન આપવા ડીનો મોરિયા પણ પહોંચી ગયો હતો.

રણવીર સિંહ, અનુષ્કા શર્માના લગ્નમાં: રણવીર સિંહ અને અનુષ્કા શર્માએ ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’માં સાથે કામ કર્યું હતું. આ રણવીર સિંહની પહેલી ફિલ્મ હતી જ્યારે અનુષ્કા શર્માની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં જ બંનેને પ્રેમ થયો અને તેમનું અફેર શરૂ થઈ ગયું. આ અફેર ઘણા મહિનાઓ સુધી ચાલ્યું, પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ પછી અનુષ્કાએ 2017માં ઈંડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ વેડિંગ રિસેપ્શનમાં રણવીર પણ અનુષ્કા-કોહલીને અભિનંદન આપવા પહોંચ્યો હતો.

શાહિદ કપૂર, પ્રિયંકા ચોપરાના લગ્નમાં: શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરાએ પહેલી વખત 2009માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કમીને’ માં સાથે કામ કર્યું હતું. પછી બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી. થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, તેમનું બ્રેકઅપ થઈ ગયું. જ્યારે શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા ત્યારે પ્રિયંકા આવી ન હતી. પરંતુ પછી 2018 માં, જ્યારે પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા, ત્યારે શાહિદ કપૂર તેની પત્ની મીરા સાથે તેના રિસેપ્શનમાં આવ્યો હતો.

યુવરાજ સિંહ, નેહા ધૂપિયાના લગ્નમાં: ક્રિકેટર યુવરાજ સિંહ અને બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાના લવ અફેરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. જો કે, જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે નેહા અંગદ બેદીને ડેટ કરવા લાગી. બંનેએ 2018માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં નેહાનો એક્સ બોયફ્રેન્ડ યુવરાજ પણ અભિનંદન આપવા પહોંચ્યો હતો.