બોલિવૂડ દુનિયાની આ 5 હસ્તીઓએ ધૂમધામથી ઉજવ્યો ‘ડોટર્સ ડે’, જુઓ શાનદાર તસવીરો

બોલિવુડ

ગઈ કાલે ડોટર્સ ડેની ઉજવણી દેશભરમાં ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સે પણ તેમની પુત્રીઓ પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ દર્શાવ્યો છે. આટલું જ નહીં, ઘણી મોટી હસ્તીઓએ આ ખાસ દિવસે તેમના ચાહકો સાથે તેમની પુત્રીઓને લઈને તેમના અનુભવો અને લાગણીઓ શેર કરી છે. આજે અમે તમને એવા જ 5 સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે ખૂબ જ ઉત્સાહથી ડોટર્સ ડેની ઉજવણી કરી છે. તો ચાલો જાણીએ તે હસ્તીઓનાં નામ.

 

અમિતાભ બચ્ચન: સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતાના પ્રેમથી આખી દુનિયા વાકેફ છે. બિગ બીએ ડોટર્સ ડે પર શ્વેતા સાથેની બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાંની એક તસવીરમાં શ્વેતા તેના પિતાને કિસ કરતી જોવા મળી રહી છે, જ્યારે બીજી તસવીરમાં તેમની છાતી સાથે લાગેલી છે. આ ખૂબ જ સુંદર તસવીર શેર કરીને અમિતાભ બચ્ચને તમામ ચાહકોને ડોટરસ ડેની શુભેચ્છા પાઠવી છે.

અક્ષય કુમાર: જોકે અક્ષય કુમારની પુત્રી હંમેશાં લાઈમલાઇટથી દૂર રહે છે. પરંતુ આ વખતે અક્ષય સાથે નિતારાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અક્ષયે એક તસવીર શેર કરી છે જેમાં તેની સાથે પુત્રી નિતારા અને તેનો કૂતરો જોવા મળી રહ્યો છે. અક્ષયે કેપ્શનમાં લખ્યું છે કે, મારા પરફેક્શનની ડેફિનેશન રિયલમાં તુ છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને ડોટર્સ ડેના હાર્દિક અભિનંદન.

કાજોલ: ડોટર્સ ડેના આ શુભ પ્રસંગે અભિનેત્રી કાજોલે પણ તેની એક તસવીર શેર કરી છે જેને તેની પુત્રી નિયાસાએ ક્લિક કરી છે. કેપ્શન આપતાં તેમણે લખ્યું કે, “ઘણી વખત અમારા પરસ્પર વિચાર નથી મળતા, પરંતુ તે ખૂબ જ હોશિયાર છે અને અમારી લાડલી છે.” જણાવી દઈએ કે આ પહેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કાજોલે કહ્યું હતું કે તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ કરવાનું પોતાની પુત્રી પાસેથી શીખ્યું છે.

શિલ્પા શેટ્ટી: તાજેતરમાં જ નાની ગુડિયાએ શિલ્પા શેટ્ટીના ઘરે જન્મ લીધો હતો, જેને હવે 7 મહિના થઈ ગયા છે. આવી સ્થિતિમાં તે પુત્રી સમિશાને લઈને આ ડોટર્સ ડે પર ખૂબ જ ખુશ જોવા મળી હતી. તેણે પુત્રીને ખોળામાં લઈને એક તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાથે તેમણે લખ્યું કે, દુનિયામાં ચમત્કાર થતા રહે છે અને સમિષા કોઈ ચમત્કારથી ઓછી નથી. “આ પોસ્ટમાં, તેમણે તેમના પુત્ર વિયાનનો પણ આભાર માન્યો જે છેલ્લા એક અઠવાડિયાથી આ દિવસની તૈયારી કરી રહ્યો હતો.

કૃણાલ ખેમુ: અભિનેતા કુણાલ ખેમુએ પણ તેમની પુત્રી ઇનાયાની ડોટર્સ ડે પર એક તસવીર શેર કરી છે. આ તસવીરની વિશેષ વાત એ છે કે તે તસવીરમાં પુત્રીને ખૂબ જ પ્રેમથી નિહાળી રહ્યો છે. તે જ સમયે, ઈનાયાની નિર્દોષતા દરેકનું દિલ જીતી રહી છે.

Leave a Reply

Your email address will not be published.