મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ 4 વસ્તુઓ લાવો ઘરે, પૈસાની આવક ક્યારેય નહિં અટકે

ધાર્મિક

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે લક્ષ્મીજીને પ્રસન્ન કરો છો તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં. પૈસાની દ્રષ્ટિએ નસીબ હંમેશા તમારો સાથ આપશે. ગરીબી ક્યારેય ચહેરો નહીં જુવે. લક્ષ્મીજીના આશીર્વાદ ખ્યાતિ, વૈભવ અને કીર્તિ સાથે જોડાયેલા રહે છે. જો એકવાર તેઓ તમારા ઘરે પધારીને તમરા પર તેમની કૃપા વરસાવે તો, તમારી પ્રગતિ નિશ્ચિત છે.

વાસ્તુ શાસ્ત્રમાં સંપત્તિની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘરે કેટલીક વિશેષ ચીજો લાવો છો, તો માતા લક્ષ્મી ખુશ થાય છે અને તમારા પર તેની અનંત કૃપા વરસાવે છે. તો પછી ચાલો જાણીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે તમારા ઘરમાં શું લાવવું જોઈએ.

લક્ષ્મી નારાયણ: ઘરની અંદર લક્ષ્મી નારાયણની એટલે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીર લાવવી શુભ હોય છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ સવારે અને સાંજે લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી જાતે જ દોડ્યા આવે છે. ત્યાં માતા લક્ષ્મીનું કાયમી નિવાસ બને છે. આવા ઘરમાં પૈસા તો હોય જ છે, સાથે શાંતિ અને નસીબ પણ આવે છે.

શ્રી યંત્ર: ઘરની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં શ્રી યંત્રને જરૂર રાખવો જોઈએ. માનવામાં આવે છે કે આ શ્રી યંત્રમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે તેને ઘરમાં રાખો છો તો પૈસાની આવક ક્યારેય અટકતી નથી. જો કે તેને એકવાર ઘરમાં સ્થાપિત કર્યા પછી, તેની દરરોજ પૂજા કરવી જોઈએ. આ સાથે ઘરના બધા સભ્યોએ તેની આગળ હાથ જોડીને નમવું જોઈએ. જો તમે ઇચ્છો તો તમે આ શ્રી યંત્રને તમારા પર્સમાં પણ રાખી શકો છો.

ગણેશજી: માતા લક્ષ્મી ગણેશજીને તેમના પુત્ર માને છે. તેથી જો તમે ઘરમાં ગણેશજીની મૂર્તિ અથવા તસવીર લાવો છો, તો માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન રહે છે. માતા લક્ષ્મીની પૂજા કરતા પહેલા ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

શ્રીફળ: શ્રીફળ એટલે કે નારિયેળ માતા લક્ષ્મીજીને ખૂબ પસંદ છે. શુક્રવારે તમારે મા લક્ષ્મીના ચરણોમાં શ્રીફળ ચઢાવવું જોઈએ. આ કરવાથી, ગરીબી દૂર થાય છે. તમારું ભાગ્ય ચમકે છે. જો તમે ક્યાંક પૈસાનું રોકાણ કરવા જઇ રહ્યા છો, તો તે પહેલાં લક્ષ્મીજીને શ્રીફળ જરૂર ચઢાવો.

Leave a Reply

Your email address will not be published.