ભારત ઉપરાંત આ 4 દેશ પણ 15 ઓગસ્ટ ને ઉજવે છે સ્વતંત્રતા દિવસ તરીકે, જાણો ક્યા કયા દેશ છે તેમાં શામેલ

Uncategorized

સ્વતંત્રતા એ દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે. આપણને આઝાદી લગભગ બસો વર્ષની ગુલામી પછી વર્ષ 1947 માં મળી હતી. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. ત્યાર પછીથી દર વર્ષે 15 ઓગસ્ટ ના રોજ ભારતની આઝાદીની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે આપણા રાષ્ટ્રીય ગૌરવ તિરંગાને સમ્માન આપીએ છીએ, સાથે જ તે વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ યાદ કરીએ છીએ, જેના કારણે ભારતને આઝાદી મળી હતી.

આઝાદી પછી ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર બનીને સામે આવ્યું. આ દિવસ ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે દેશના વડા પ્રધાન લાલ કિલ્લાના પ્રાંગણમાંથી રાષ્ટ્રને સંબોધિત કરે છે અને ધ્વજ ફરકાવે છે. જણાવી દઈએ કે ભારત ઉપરાંત પણ કેટલાક એવા દેશ છે જે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. ચાલો આજે જાણીએ તે દેશો વિશે કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રા દિવસ તરીકે ઉજવે છે.

બહરીન: જણાવી દઈએ કે બ્રિટિશ શાસનથી બહેરીનને 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. દિલમુન સંસ્કૃતિની પ્રાચીન ભૂમિ બહેરીનને 15 ઓગસ્ટ 1971 ના રોજ બ્રિટિશ શાસકો સામે લડીને આઝાદી મળી હતી. 19 મી સદીમાં બ્રિટીશ શાસન પહેલા પણ, બહરીન પર અરેબિયા અને પોર્ટુગલ સહિત ઘણા દેશોનું શાસન હતું.

ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોં: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોંએ પણ 15 ઓગસ્ટ 1960 ના રોજ ફ્રેન્ચ શાસકો પાસેથી સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી હતી. આ દેશ મધ્ય આફ્રિકન પ્રદેશમાં આવે છે. 1880 માં ફ્રેન્ચ શાસકોએ તેને ગુલામ બનાવ્યો હતો. પહેલા આ દેશ ફ્રેન્ચ કાંગો તરીકે જાણીતો હતો. પછી 1903 માં મધ્ય કાંગો તરીકે જાણીતો થયો. આઝાદી પછી ‘ફુલબર્ટ યૂલૂ’  દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા અને 1963 સુધી શાસન કર્યું.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા: ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંને 15 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. દર વર્ષે, 15 ઓગસ્ટ ના રોજ બંને દેશોમાં રજા રહે છે અને ‘જાપાનથી સ્વતંત્રતા’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1945 માં અમેરિકા અને સોવિયત સેનાએ મળીને કોરિયા પર 35 વર્ષ જૂના જાપાની કબજાનો અંત લાવ્યો અને તેને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યો.

1945 માં આ દિવસે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. ત્યાર પછી, 1948 માં કોરિયા સોવિયત સમર્થિત ઉત્તર અને અમેરિકા સમર્થિત દક્ષિણ વચ્ચે વહેંચાયું. દક્ષિણ કોરિયા ઓફિશિયલ રીતે કોરિયા રિપબ્લિક તરીકે ઓળખાય છે.

લિકટેંસ્ટીન: બીજી બાજુ લિકટેંસ્ટીન દુનિયાના સૌથી નાના દેશોમાંથી એક છે. જેણે 1866 માં જર્મન શાસનથી આઝાદી મેળવી અને 1940 થી 15 ઓગસ્ટ ને પોતાના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવી રહ્યો છે. 5 ઓગસ્ટ 1940 ના રોજ લિકટેંસ્ટીન પ્રિન્સિપાલિટીની સરકારે ઓફિશિયલ રીતે 15 ઓગસ્ટને દેશની રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરી હતી. લિકટેંસ્ટીનની પ્રિન્સિપાલિટીની સરકારે ઓફિશિયલ રીતે 15 ઓગસ્ટને દેશના રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો.