આ 3 ચીજો બરબાદ કરી નાખે છે મનુષ્યનું જીવન, શ્રીકૃષ્ણએ ગીતામાં કહી છે આ વાત જે આજે પણ સાચી સાબિત થઈ રહી છે

ધાર્મિક

જીવન ખૂબ ટૂંકું છે. આવી સ્થિતિમાં તેનો દરેક ક્ષણ સારી રીતે જીવવી જોઈએ. ક્યારે કોને શું થઈ જાય કંઇ કહી શકાતું નથી. તેથી જીવનની આ સફરમાં આપણે જોઈ વિચારીને પગલું ભરવું જોઈએ. એક નાની ભૂલ આપણા જીવનને બરબાદ કરી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી ત્રણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મનુષ્ય માટે હાનિકારક છે. જો આ ત્રણ બાબતો માણસના સ્વભાવમાં આવે છે, તો પછી તેના જીવનને બરબાદ થવાથી કોઈ રોકી શકતું નથી.

શ્રીમદ્ ભાગવતમાં પણ આ 3 બાબતો જણાવવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે શ્રીમદ્ ભાગવત હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર ધર્મ ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણએ સંસારને તેમના ધર્મ મુજબ કર્મો કરવાની સલાહ આપી છે. તેમાં આપવામાં આવેલો શ્રીકૃષ્ણનો આ ઉપદેશ કળિયુગના માપદંડને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. તમે આ ઉપદેશોને આજના જમાનામાં એક લાઈફ મેનેજમેંટ ટિપ્સ તરીકે પણ જોઈ શકો છો. જો આપણે શ્રીમદ્ ભાગવતમાં જણાવેલી નીતિઓ ને સમજીને આપણા જીવનમાં અપનાવીએ તો ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે.

શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખિત નીતિઓને તમે આ શ્લોક પરથી સમજી શકો છો. આ શ્લોક છે – “ત્રિવિધં નરકસ્યેદં દ્વારમ નાશનમાત્મનઃ। કામઃ ક્રોધસ્તથા લોભ્સ્તસ્માદેતત્રયં ત્યઝેત્।” તમારામાંથી ઘણા લોકો સંસ્કૃતિમાં લખાયેલ આ શ્લોકને સમજી શક્યા નહીં હોય. પરંતુ ચિંતા ન કરો અમે તમને આ શ્લોકનો અર્થ વિગતવાર જણાવીશું. સાથે જ એ પણ જણાવીશું કે કેવી રીતે માત્ર ત્રણ ચીજોથી કોઈપણ વ્યક્તિનું જીવન બરબાદ થઈ શકે છે.

કામભાવના: એક વ્યક્તિને હંમેશા તેની કામભાવના પર નિયંત્રણ રાખતા આવડવું જોઈએ. તમારા માટે તમારા જીવનસાથી જ બધું હોવા જોઈએ. તે ઉપરાંત કોઈ અન્ય પુરુષ અથવા સ્ત્રી પર ગંદી નજર ન નાખવી જોઈએ. કામની ગતિ એક એવી ચીજ છે જેના કારણે વ્યક્તિ ઘણીવાર ખોટું કામ કરે છે. તેનાથી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. આ કામભાવના ના ચક્કરમાં તે પોતાનું આખું જીવન બરબાદ કરી બેસે છે. તેથી જે વ્યક્તિ આ કામભવના પર નિયંત્રણ મેળવે છે તે જીવનમાં ખુબ જ સુખી અને ચિંતામુક્ત રહે છે.

ગુસ્સો: ગુસ્સો એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. તમે આ વાત સાંભળી હશે. શ્રીમદ્ ભાગવતમ પણ આ મુદ્દા સાથે સહમત છે. વ્યક્તિને ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ જ્યારે વધારે ગુસ્સો આવે ત્યારે નુકસાન થાય છે. હદ કરતા વધુ ગુસ્સે થવાથી વ્યક્તિ હોશ ગુમાવે છે. આ ગુસ્સામાં તે ઘણીવાર એવી ભૂલ કરે છે જેનો પછતાવો તેને પછી થાય છે. આ ગુસ્સો તેને એક પછી એક ઘણા ખોટા કામ કરાવે છે.

લોભ: લોભ એટલે કે લાલચ પણ વ્યક્તિ માટે નુકસાનકારક છે. આ લોભને કારણે તે ઘણા એવા અનુચિત કાર્ય કરે છે જે તેની બરબાદીનું કારન બને છે. આ લોભથી બચવા માટે, તમારામાં સંતોષની લાગણી હોવી ખૂબ જ જરૂરી છે. અન્યની અમીરી, ચીજો અથવા ધનને જોઈને તમારા મનમાં લાલચ અથવા જલન ન આવવી જોઈએ. આ લાલચ તમારું જ નુક્સાન કરે છે.