કોઈએ બીચ પર તો કોઈએ મહેલમાં, ટીવીના આ 10 સ્ટાર્સે રોયલ સ્ટાઈલમાં કર્યા લગ્ન, જુવો તસવીર

બોલિવુડ

લગ્ન દરેકના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. લગ્ન જીવનમાં એકવાર થાય છે, તેથી દરેક વ્યક્તિ આ દિવસને ખાસ બનાવવાની ઇચ્છા રાખે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી કપલ્સ છે જેમણે પોતાનો આ ખાસ દિવસ ફેરી ટેલ જેવો બનાવવાનું સ્વપ્ન જોયું અને ડેસ્ટિનેશન વેડિંગ દ્વારા તે સ્વપ્ન પૂર્ણ પણ કર્યું. કેટલાક ટીવી સ્ટાર્સે લગ્ન માટે બીચ પસંદ કર્યો તો, કેટલાક ટીવી સ્ટાર્સે રોયલ સ્ટઈલમાં રાજમહેલમાં સાત ફેરા લીધા.આ પોસ્ટમાં, અમે તમને ટીવી ઇન્ડટ્રીના કેટલાક આવા જ પ્રખ્યાત ડેસ્ટિનેશન વેડિંગ વિશે જણાવીશું.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા: દેશના સૌથી પ્રખ્યાત હાસ્ય કલાકારોમાં ભારતી સિંહની ગણતરી થાય છે. ખુબ જ મહેનતથી ભારતીસિંહ આજે આટલી ઉંચાઈ પર પહોંચી છે. તે કોમેડી સર્કસ સાથે નચ બલિયે અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. ભારતીએ હર્ષ લિંબાચીયા સાથે વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. તેણે ગોવામાં તેમના ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું.

ચારુ અસોપા અને રાજીવ સેન: ગયા દિવસોમાં ચારુ અસોપા અને રાજીવ સેન હેડલાઈન્સમાં છવાયેલા હતા. બંનેના લગ્ન તાજેતરમાં જ થયા છે, ત્યાર પછી થોડા જ મહિનાઓમાં તેમની વચ્ચે અનબન શરૂ થઈ હતી. જો કે, હમણાં તેમની વચ્ચે બધું બરાબર જણાવવામાં આવી રહ્યું છે. રાજીવ સેન અને ચારુ અસોપાએ પણ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. ચારુ નાનપણથી જ ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઇચ્છતી હતી. રાજીવે તેની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ડેસ્ટિનેશન વેડિંગ પછી બંગાળી રીતરિવાજ સાથે લગ્ન કર્યા.

રજત ટોકસ અને સૃષ્ટિ નય્યર: ટીવી સીરીયલ ‘જોધા અકબર’ માં ‘અકબર’ ની ભૂમિકા નિભાવીને પ્રખ્યાત બનેલા રજત ટોકસનાં લગ્ન 24 વર્ષની ઉંમરે થયાં હતાં. પોતાની ગર્લફ્રેન્ડ સૃષ્ટિ નય્યર સાથે તેણે વર્ષ 2015 માં ઉદેપુર પેલેસમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. આ પહેલા તેણે સૃષ્ટીને બે વર્ષ ડેટિંગ કર્યું હતું. રજત તેની દુલ્હનને લેવા માટે હાથી પર સવાર થઈને આવ્યો હતો.

સનાયા ઈરાની અને મોહિત સહગલ: સનાયા ઈરાની ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. સનાયાએ ટીવી એક્ટર મોહિત સહગલ સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 4 વર્ષ પૂરા થઈ ગયા છે. મોહિત પણ નાના પડદા પર એક પ્રખ્યાત એક્ટર છે. લગભગ 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના ડેસ્ટિનેશન વેડિંગ ગોવામાં થયા હતા.તેમણે પંજાબી રિવાજો સાથે લગ્ન કર્યાં હતાં. સનાયા પારસી ધર્મને માને છે જ્યારે મોહિત હિન્દુ છે.

ગૌતમ રોડે અને પંખુડી અવસ્થી: ગૌતમ રોડે અને પંખુડી અવસ્થી ટીવી દુનિયામાં મોટા નામ છે. વર્ષ 2018 માં, ગૌતમ અને પંખુડી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંનેએ અલવરના તિજારા પેલેસમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બંને વચ્ચે 14 વર્ષનું અંતર છે. તેમ છતાં, આ વાતને ધ્યાનમાં લીધા વિના, બંનેએ એકબીજાને તેમના જીવન સાથી તરીકે પસંદ કર્યા.

રોશેલ રાવ અને કીથ સિકેરા: રોશેલ રાવ અને કીથ સિકેરા બિગ બોસમાં એક કપલ તરીકે જોવા મળ્યા હતા. બંનેએ વર્ષ 2018 માં તામિલનાડુના મહાબલિપુરમમાં બીચના કિનરે લગ્ન કર્યા હતા. કીથના પહેલા લગ્ન ટીવી એક્ટ્રેસ સંયુક્તા સાથે થયા હતા, પરંતુ કેટલાક કારણોસર તેનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. આજે કીથ અને રોશેલ લગ્ન કરીને તેમના જીવનમાં ખૂબ ખુશ છે.

અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી: અનિતા હસનંદાની નાના પડદાની પ્રખ્યાત એક્ટ્રેસ છે. અનિતા નાના પડદા સિવાય બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. અનિતાએ વર્ષ 2013 માં ગોવામાં રોહિત રેડ્ડી સાથે ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. અનીતા જ્યારે પંજાબની છે, તો રોહિત તમિલનાડુનો છે. બે વર્ષ ડેટિંગ કર્યા પછી, તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના લગ્ન પંજાબી અને તેલુગુ રિવાજોમાં થયા. ગોવામાં 4 દિવસ સુધી તેમના લગ્ન ચાલ્યા હતા.

અનિરુધ દવે અને શુભી આહુજા: અનિરુધ દવે ટીવી ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત એક્ટર છે. અનિરુધ પટિયાલા બેબ્સ, રુક જાના નહિં, આજ કી હાઉસવાઈફા જેવા શોમાં કામ કરી ચુક્યો છે. અનિરુધે શુભી આહુજા સાથે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા. અનિરુધ અને શુભી ટીવી સીરિયલ ‘બંધન’ના શૂટિંગ દરમિયાન એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. સેટ પર જ બંનેની પહેલી મુલાકાત થઈ હતી.બંને પહેલા એક બીજાના સારા મિત્રો બન્યા, પછીથી ડેટિંગની શરૂઆત થઈ. તેઓએ જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું.

રઘુ રામ અને નતાલી ડી લુસિઓ: રઘુ રામ રોડીઝ માટે પ્રખ્યાત છે. તે તેમાં ન્યાયાધીશ તરીકે ખૂબ પ્રખ્યાત થયા. આ સિવાય રઘુ રામ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. રઘુરામની પહેલી પત્નીનું નામ સુગંધા ગર્ગ છે, જે બોલિવૂડની જાણીતી અએક્ટ્રેસ છે. રઘુએ વર્ષ 2018 માં તેની ગર્લફ્રેન્ડ નતાલી ડી લુસિઓ સાથે લગ્ન કર્યા હતા. ક્રિશ્ચિયન અને દક્ષિણ ભારતીય રિવાજોમાં ગોવામાં દરિયા કિનારે રઘુ અને નતાલીએ સાત ફેરા લીધા હતા.

આશકા ગોરાડિયા અને બ્રેન્ટ ગોબલ: ટીવી ઇન્ડસ્ટ્રીમાં આશકા ગોરાડિયા એક મોટું નામ છે. તેણે પણ બિગ બોસમાં એક સ્પર્ધક તરીકે આવીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આશકાએ વર્ષ 2017 માં તેના ફિરંગ બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ સાથે અમદાવાદમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. તેમના લગ્ન ક્રિશ્ચિયન અને હિન્દુ રિવાજોથી થયાં. ક્રિશ્ચિયન વિડિંગમાં, અશકાએ તેની સાસુનું વ્હાઈટ ગાઉન પહેર્યું હતું. અશકાના લગ્નમાં સના ખાન, મૌની રોય, જુહી પરમાર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.