આટલી અધધ ફી લે છે આ 10 અભિનેત્રીઓ, કંગનાની ફી તો છે દીપિકાથી પણ વધારે

બોલિવુડ

એક સમયે બોલિવૂડમાં અભિનેતાઓની ધાક હતી, પરંતુ હવે બોલિવૂડની અભિનેત્રીઓને પણ તેમના કામની ખૂબ પ્રશંસા મળી રહી છે. અહીં અમે તમને બોલિવૂડની તે અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ કે જેઓ સૌથી વધુ ફી લે છે.

કંગના રનૌત: બોલિવૂડમાં પંગા ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત, જે આ દિવસોમાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં અવાજ ઉઠાવતી જોવા મળી રહી છે, તે ભારતના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી ત્રણ વખત સન્માનિત થઈ છે. તેની એક ફિલ્મ માટે કંગના રનૌત 24 થી 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને હાલમાં તે બોલીવુડમાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે.

દીપિકા પાદુકોણ: આ લિસ્ટમાં બીજા ક્રમે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ છે, જે તેની દરેક ફિલ્મ માટે 21 થી 22 કરોડ ફી લે છે. દીપિકાએ બોલીવુડમાં તેની ઓળખ માત્ર ને માત્ર તેની મહેનત અને લગનના આધારે બનાવી છે. લાખો કરોડોમાં તેના પ્રશંસકો છે.

પ્રિયંકા ચોપરા: બોલિવૂડમાં દેશી ગર્લના નામથી પ્રિયંકા ચોપરાની ઓળખ છે. પ્રિયંકા ચોપરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે. તેમની પ્રખ્યાત ફિલ્મોમાં જય ગંગાજલ, ધ સ્કાય ઇઝ પિંક અને ફેશન વગેરેનો સમાવેશ થાય છે. બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરવાની બાબતે તે ત્રીજા સ્થાને છે અને તે દરેક ફિલ્મ માટે 18 થી 20 કરોડ રૂપિયા ફી લે છે.

કરીના કપૂર ખાન: બેબોના નામથી બોલિવુડમાં પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર તેની જબરદસ્ત સ્ટાઈલ, સુંદરતા અને અદ્ભુત એક્ટિંગ માટે જાણીતી છે. કરીના કપૂર 6 વખત ફિલ્મફેર એવોર્ડ પણ જીતી ચુકી છે. બોલિવૂડમાં તેણે ગુડ ન્યૂઝ, વીરે દી વેડિંગ અને અંગ્રેજી મીડિયમ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો આપી છે. કરીના દરેક ફિલ્મ માટે 16 થી 17 કરોડ ફી લે છે.

શ્રદ્ધા કપૂર: બોલિવૂડમાં સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક, શ્રદ્ધા કપૂર એક ગાયક પણ છે. બોલિવૂડની ઘણી બ્લોકબાસ્ટર ફિલ્મોમાં શ્રદ્ધા કપૂરે પોતાની જબરદસ્ત એક્ટિંગથી દર્શકોને દિવાના બનાવ્યા છે. શ્રદ્ધા કપૂરની લોકપ્રિય ફિલ્મોમાં બાગી 3, સાહો અને સ્ટ્રીટ ડાન્સર વગેરેનો સમાવેશ થાય છે. શ્રદ્ધા કપૂર દરેક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા ફી લે છે.

આલિયા ભટ્ટ: બોલિવૂડની સૌથી ક્યૂટ અભિનેત્રી તરીકે જાણીતી આલિયા ભટ્ટે પણ પોતાની મહેનતના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિશેષ દરજ્જો મેળવ્યો છે. ગલી બોય અને સડક 2 વગેરે તેની લોકપ્રિય ફિલ્મો છે. આલિયા ભટ્ટ દરેક ફિલ્મ માટે ફી તરીકે 13 થી 14 કરોડ રૂપિયા લે છે.

કેટરીના કૈફ: તેની જબરદસ્ત એક્ટિંગની સાથે તેના ગ્લેમરસ લુક માટે જાણીતી બ્રિટિશ-ભારતીય મૂળની અભિનેત્રી અને મોડેલ કેટરીના કૈફે હિન્દી ફિલ્મોની સાથે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભારત અને ઠગ્સ ઓફ હિંદુસ્તાન જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કેટરિના કૈફ દરેક ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા લે છે.

સોનમ કપૂર: બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક સોનમ કપૂરના નામે વીરે દી વેડિંગ, ધ ઝોયા ફેક્ટર અને સંજુ જેવી ફિલ્મો છે. સોનમ કપૂર વિશે કહેવામાં આવે છે કે તેનું ફેશન સેન્સ બોલીવુડમાં સૌથી શ્રેષ્ઠ છે. દરેક ફિલ્મ માટે સોનમ કપૂર પણ 10 થી 11 કરોડ રૂપિયા ફી લે છે.

વિદ્યા બાલન: વિદ્યા બાલન બોલિવૂડમાં તેની શ્રેષ્ઠ એક્ટિંગ માટે જાણીતી છે. વિદ્યા બાલન અત્યાર સુધીમાં એક રાષ્ટ્રીય એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે. વિદ્યા બાલનની લોકપ્રિય ફિલ્મોમાં મિશન મંગલ, શકુંતલા દેવી અને તુમ્હારી સુલૂ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યા દરેક ફિલ્મની ફી તરીકે 10 કરોડ રૂપિયા લે છે.

અનુષ્કા શર્મા: પ્રખ્યાત બોલિવૂડ એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની લોકપ્રિય ફિલ્મોમાં રબ ને બના દી જોડી અને બેન્ડ બાજા બારાત વગેરે શામેલ છે. અનુષ્કા શર્મા દરેક ફિલ્મ માટે 9 કરોડ રૂપિયા લે છે.

Leave a Reply

Your email address will not be published.