રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમર્સ છે તારક મહેતાના ભિડે ભાઈની પુત્રી, તસવીર જોઈને થઈ જશો દીવાના

મનોરંજન

નાના પડદા પર સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રોએ ઘર ઘરમાં એક અલગ ઓળખ બનાવી છે. પછી તે દયાબેન હોય, ટપ્પુ હોય, તારક મહેતા હોય કે રોશનસિંહ સોઢી હોય, શોના આ બધા પાત્રોથી ચાહકો સારી રીતે પરિચિત છે અને ચાહકો આ પાત્રોની રિયલ લાઈફ વિશે જાણવા માટે પણ આતુર રહે છે. આવું જ એક પાત્ર છે, ભિડેની પુત્રી સોનુ. લોકો ટપુ સેનાના આ સભ્ય વિશે જાણવા માટે હંમેશાં આતુર રહે છે. ચાલો જાણીએ કે રિયલ લાઈફમાં સોનુ કેવી છે.

રીયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમર્સ અને સ્ટાઇલિશ છે સોનુ: જણાવી દઈએ કે તારક મહેતાના શો માં ભિડેની પુત્રી સોનુનું પાત્ર આજકાલ અભિનેત્રી પલક સિધવાની નિભાવી રહી છે. સોનુ શો ની ટપ્પુ સેનાની એક મહત્વપૂર્ણ સભ્ય છે. સોનુની એક્ટિંગ ચાહકોના ચેહરા પર સ્માઈલ લાવે છે. જણાવી દઈએ કે શોમાં સીધી સાદી દેખતી સોનુ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમર્સ અને સ્ટાઇલિશ છે. પલક સિદ્ધવાની ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

અભિનેત્રી પોતાની તસવીર અને વીડિયો પર તેના ચહકો લાઈક અને કમેંટ કરવામાં થાકતા નથી. પલક છેલ્લા 2 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સોનુની ભૂમિકા નિભાવી રહી છે. શોના ડિરેક્ટર અસિત મોદીએ પલક સિદ્ધવાનીને સોનુની ભૂમિકા આપીને શોનો ભાગ બનાવી હતી. પલક પહેલાં અભિનેત્રી નિધિ ભાનુશાલી સોનુની ભૂમિકા નિભાવી રહી હતી, પરંતુ તેણે આ શો છોડી દીધો કારણ કે તેને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું હતું. જણાવી દઈએ કે નિધિ ભાનુશાલી વર્ષ 2012 થી શોનો એક ભાગ હતી અને 2019 માં તેણે શોને અલવિદા કહ્યું હતું. જણાવી દઈએ કે નિધિ પહેલા જીલ મહેતા સોનુની ભૂમિકામાં જોવા મળી હતી. પલક સિદ્ધવાનીની કારકિર્દીની વાત કરીએ તો, તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પહેલા રોનિત રોય અને ટીસ્કા ચોપરા સ્ટારર એક વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે, આ ઉપરાંત તે ઘણી એડવર્ટાઈઝ્મેંટસમાં પણ જોવા મળી છે.

પલકે મીમ્સ બનાવનારાઓને આપી હતી ચેતવણી: નોંધનીય છે કે પલક સિદ્ધવાની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર કોઈને કોઈ તસવીર અથવા વીડિયો શેર કરીને તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર તેના નામના ઘણા મીમ્સ પણ ઘણીવાર વાયરલ થાય છે. તે જ રીતે ગયા દિવસોમાં તેની એક તસવીરનો ઉપયોગ મીમ્સના રૂપમાં થયો હતો, જેના પર અભિનેત્રી ખૂબ ગુસ્સે થઈ હતી. તેણે મીમ્સ બનાવનારાઓને ચેતવણી આપી. તેણે ઇન્સ્ટા પર એક સ્ટોરી શેર કરીને મીમ્સ બનાવતા લોકોને કહ્યું હતું કે ‘હું તમને બધાને ચેતવણી આપી રહી છું કે મારી તસવીરોનો ઉપયોગ કરવાનું બધ કરો, મારી તસવીરોના ફોટોશોપ ન કરો અને મારા વિશે અભદ્ર વાતો લખવાનું બંધ કરો. દુનિયામાં પહેલાથી જ આટલું બધુ ચાલી રહ્યું છે તો મારી તસવીર દ્વારા નફરત ફેલાવવાનું બંધ કરો.’

Leave a Reply

Your email address will not be published.