મોરપીંછમાં છુપાયેલી છે અનેક શક્તિઓ, ટૂંક સમયમાં જ સમાપ્ત કરે છે જીવનની આ 5 સમસ્યાઓ

ધાર્મિક

હિંદુ ધર્મમાં મોરની ગણતરી એક શુભ પક્ષીમાં કરવામાં આવે છે. આ જ કારણ છે કે મોરના પીંછાને ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. તેનું એક કારણ એ પણ છે કે મોર ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન છે. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા દાયકાઓથી મોરપીંછને લોકો તેમના ઘરે રાખી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે મોરપીંછ ઘરમાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ તેમના મુંગટમાં મોરપીંછનો ઉપયોગ કરતા હતા. તે જ સમયે, ઘણા ઋષિ-મુનીઓના આશ્રમમાં પણ મોર હોય છે. તેનાથી ત્યાંના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા વધી જાય છે. આજે અમે તમને મોરપીંછને પોતાની પાસે રાખવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે જ મોરપીંછ સાથે જોડાયેલી કેટલીક ચીજો પર પણ ચર્ચા કરીશું.

જો તમારા ઘરમાં વધારે નકારાત્મક ઉર્જા રહે છે, તો આ મોરપીંછ તમારા માટે ફાયદાકારક ચીજ છે. મોરપીંછ ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાનું કાર્ય કરે છે. તેને હંમેશાં ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે. મનમાં સારા વિચારો આવે છે. કામકાજમાં ધ્યાન વધે છે. પારિવારિક ઝઘડા ઓછા થાય છે. તેને ઘરે રાખવાથી શાંત અને સારું વાતાવરણ રહે છે.

સનાતન ધર્મમાં મોરને ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતી સાથે પણ જોડવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે જો મોરપીંછને ઘરની તીજોરી અથવા પૂજા સ્થાનમાં રાખવામાં આવે તો ક્યારેય પણ પૈસાની અછત આવતી નથી. હંમેશા પૈસાની આવક થતી રહે છે. સાથે જ મોરપીંછને પુસ્તકની વચ્ચે અથવા સ્ટડી ટેબલ પર રખવાથી મગજ તેજ ચાલે છે. માતા સરસ્વતીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે.

મોરપીંછ શુભતાનું પણ પ્રતીક છે. હિન્દુ ધર્મમાં તેને શુભ સંકેત સાથે જોડીને જોવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તમે મોરપીંછને ઘરમાં બસુરી સાથે રાખો છો તો ઘરમાં પ્રેમનો અભાવ થતો નથી. બધા લોકો સાથે હળીમળીને રહે છે. જો તમે મુસાફરી પર જઈ રહ્યા છો તો તમે મોરપીંછને સાથે લઈને જાઓ મુસાફરી સારી રીતે પસાર થશે.

હિન્દુ ધર્મમાં વાસ્તુને પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ગરીબી, અશાંતિ અને નકારાત્મક ઉર્જા ઘરમાં સ્થાન બનાવી લે છે. આ સ્થિતિમાં મોરપીંછનો ઉપયોગ ફાયદાકારક છે. તે ઘરના વાસ્તુ દોષને દુર કરે છે. જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો મોરપીંછ તેને દૂર કરે છે.

મોરપીંછને પૂજાઘરમાં રાખીને તેની દરરોજ પૂજા કરવામાં આવે તો ઘરની પ્રગતી થાય છે. જો ઘરમાં કૃષ્ણજી અને બાલ ગોપાલની મૂર્તિ છે તો તેમના મુંગટમાં મોરપીંછ લગાવી શકાય છે. તેનાથી તમને લાભ જ લાભ મળે છે.

Leave a Reply

Your email address will not be published.